1 એપ્રિલથી 45થી વધુ વયનાં લોકોને લાગશે કોરોનાની રસી, આ રીતે કરાવો રજીસ્ટ્રેશન

દેશમાં કોરોના વાયરસ સંક્રમણના વધતા જતા કેસની સંખ્યાની સાથે જ તા. ૧ એપ્રિલ, ૨૦૨૧ સોમવારના રોજ ૪૫ કરતા વધારે ઉમર ધરાવતા તમામ નાગરિકોને કોરોના વાયરસની રસી આપવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા આ બાબતની જાહેરાત આજથી એક અઠવાડિયા પહેલા કરી દેવામાં આવી હતી. ત્યાં જ ગઈકાલના રોજ મંગળવારના દિવસે ૪૫ વર્ષ કરતા વધારે ઉમર ધરાવતા નાગરિકોને કોરોના વાયરસ સંક્રમણની રસી આપવાની સત્તાવાર જાણકારી આપવામાં આવી હતી. કોરોના વાયરસના વેક્સિનેશન અભિયાન હેઠળ નાગરિકોને રસી લેવા માટે તા. ૧ એપ્રિલ, ૨૦૨૧ ગુરુવારના રોજ બપોરના સમયે ૩ વાગ્યા બાદ CoWIN પોર્ટલ પર આપ કોરોના વાયરસની વેક્સિન લેવા માટે નામની નોંધણી કરાવી શકો છો.

image socure

એના માટે આપે CoWIN પોર્ટલ પ્ર્જ્વાનું રહેશે. ત્યાર બાદ આપ કોઈપણ સરકારી હોસ્પિટલ કે પછી ખાનગી હોસ્પિટલમાં જઈને કોરોના વાયરસની વેક્સિન લઈ શકો છો. કેન્દ્ર સરકાર દ્વારા મંગળવારના રોજ આપવામાં આવેલ અહેવાલમાં જણાવ્યા મુજબ, કોવેક્સિન અને કોવિશીલ્ડ વેક્સિન કોરોના વાયરસ સંક્રમણના ખતરનાક યુકે અને બ્રાઝીલીયન સ્ટ્રેન વિરુદ્ધ પણ અસરકારક પરિણામ આપતા જોવા મળી છે.

image socure

કેન્દ્ર સરકાર દ્વારા વધારે જણાવવામાં આવ્યું હતું કે, હાલમાં દક્ષિણ આફ્રિકાના સ્ટ્રેન વિષે સંશોધન કરવામાં આવી રહ્યું છે જેના પરિણામ આપને જલ્દી જ જોવા મળી શકે છે અને તેના વિષે જાહેરાત કરવામાં આવશે.

image socure

કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણએ મીડિયાને બ્રીફમાં જણાવવામાં આવ્યું હતું કે, ભારત દેશમાં અત્યાર સુધી યુકેમાં મળી આવેલ કોરોના વાયરસના સ્ટ્રેનના ૮૦૭ કેસ મળી આવ્યા છે, જયારે દક્ષિણ આફ્રિકા દેશમાં મળી આવેલ કોરોના વાયરસ સ્ટ્રેનના ૪૭ કેસ મળી આવ્યા છે, જયારે બ્રાઝિલ દેશમાં મળી આવેલ કોરોના વાયરસના નવા સ્ટ્રેનનો ૧ કેસ મળી આવ્યો છે. આરોગ્ય મંત્રાલય દ્વારા વધારે જણાવવામાં આવ્યું છે કે, દેશના ૧૦ જિલ્લાઓમાં અત્યાર સુધી સૌથી વધારે કેસ સક્રિય છે. જેમાં પુણે, મુંબઈ, નાગપુર, થાણે, નાસિક, ઔરંગાબાદ, બેંગલુરુ, નાંદેડ, દિલ્લી અને અહેમદનગર સમાવવામાં આવ્યા છે.

image socure

આરોગ્ય મંત્રી રાજેશ ભૂષણએ કહ્યું છે કે, દેશના મોટાભાગના રાજ્યોમાં આઈસોલેશન યોગ્ય રીતે કરવામાં આવી રહ્યું નથી જે નાગરિકોને ઘરે જ આઈસોલેશનમાં રહેવાનું કહેવામાં આવ્યું છે તેમનું સારી રીતે ધ્યાન રાખવામાં આવતું નથી. નીતિ આયોગના ડૉ. વી.કે. પૌલે દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, અમે ઘણા બધા જિલ્લાઓમાં કોરોના વાયરસની પરિસ્થિતિ વધારેને વધારે ગંભીર પરિસ્થિતિ તરફ તરફ જઈ રહ્યા છે, જે આખા દેશ માટે ખતરો સાબિત થઈ શકે છે.

image source

કોરોના વાયરસને અટકાવવા માટે અને દર્દીઓના જીવ બચાવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવવા જોઈએ. અમે દેશના એવા રાજ્યો સાથે વાત કરી રહ્યા છીએ. એવા રાજ્યોએ આરટી- પીસીઆર પરીક્ષણમાં વધારો કરવાનું જણાવવામાં આવ્યું છે. ગીચવસ્તી ધરાવતા વિસ્તારોમાં સ્ક્રીનીંગ કરવા માટે ઝડપથી એંટીજન પરીક્ષણમાં વધારો કરવાના નિર્દેશ આપી દેવામાં આવ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : दैनिक भास्कर )

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!