કોરોના વેક્સિનનું રજીસ્ટ્રેશનથી લઈને રસી લેવા સુધીની તમામ પ્રક્રિયા જાણો એક ક્લિકે, નહિં તો પાછળથી…

દેશમાં કોરોના વાયરસની સામે મહાઅભિયાન ચલાવવામાં આવી રહ્યો છે અને હવે આ અભિયાનમાં સામાન્ય જનતાને પણ કોરોના વાયરસની રસી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પહેલી માર્ચથી ભારતમાં કોરોના વાયરસની રસી માટે બીજા ચરણની શરૂઆત થવા જઈ રહી છે. 60 વર્ષથી વધુ વયના લોકોને રસી આપવામાં આવશે. સાથે સાથે 45 વર્ષથી વધુ વયના એવા લોકો જેમને ગંભીર બીમારી છે તેમને પણ રસીના ડોઝ આપવામાં આવશે. બીજી તરફ હવે પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ કોરોના વાયરસની રસી મળવાની શરૂઆત થઈ જશે. ભારતમાં રસીકરણના બીજા ચરણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ કોરોનાની રસી લે તેવી સંભાવના છે. બીજા તબક્કામાં 50 વર્ષથી વધુ ઉંમર ધરાવતા લોકોને રસી આપવામાં આવશે. રસીકરણ માટે વડાપ્રધાન સાથે રાજ્યોના મુખ્યમંત્રીઓની બેઠક યોજાઈ હતી જેમાં પીએમએ જણાવ્યું હતું કે, કોઈએ ગભરાવાની જરૂર નથી, બીજા તબક્કામાં 50 વર્ષથી વધુ ઉંમર ધરાવતા હશે તે તમામનું રસીકરણ કરવામાં આવશે. દેશમાં સોમવારે 1 માર્ચથી કોરોનાની રસીકરણનો બીજો તબક્કો શરુ થયો છે. પીએમ મોદીએ આ અંતર્ગત રસીનો પહેલો ડોઝ લીધો છે. જાણો શું છે રસી લેવાની પ્રક્રિયા.

45થી 60 વર્ષ સુધીના ઉમંરના લોકોને રસીનો ડોઝ આપવામાં આવશે

image soucre

રસીકરણમાં 60 વર્ષથી ઉપરની ઉંમરવાળાની સાથે સાથે 45થી 60 વર્ષ સુધીના ઉમંરના લોકોને રસીનો ડોઝ આપવામાં આવશે. જે ગંભીર બીમારીથી ગ્રસ્ત છે લોકો સરકારી હોસ્પિટલોની સાથે સાથે ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની રસી લઈ શકે છે. તેવામાં રસી સાથે જોડાયેલા અનેક સવાલો અંગે આ રસી માહિતી.

આ રીતે રજીસ્ટ્રેશન કરાવો

image source

સૌથી પહેલા જણાવી દઈએ કે 1 માર્ચથી શરુ થઈ રહેલા રસીકરણમાં રજીસ્ટ્રેશન સૌથી મહત્વનું છે. રજિસ્ટ્રેશન સોમવારે સવારે 9 વાગ્યાથી શરુ થશે. બીજા ચરણમાં લોકોએ જાતે જ CO-WIN એપ અને આરોગ્ય સેતુ પર રજીસ્ટ્રેશનમાં મદદ મળશે. તમારે તમારો નંબર નાંખવાનો રહેશે. મોબાઈલ પર ઓટીપી આવશે. તેનાથી અકાઉન્ટ ક્રિએટ કરવાનું રહેશે. એપમાં તમારા લોકેશન મુજબ સમય-જગ્યા અને અન્ય જાણકારીઓ આપવામાં આવશે.

નક્કી ઉંમરથી ઓછી ઉંમરના લોકોએ આપવાનું રહેશે આ કાગળ

image soucre

45 વર્ષથી વધુ અને 60 વર્ષથી ઓછી ઉંમરના લોકો માટે સરકારે સ્પષ્ટ કર્યું છે કે તેમને વેક્સિન અપાશે પણ કોઈ ગંભીર બીમારી હોય તો વેક્સિન લેવા માટે સરકારની તરફથી કોઈ કાગળ આપવાના આદેશ જાહેર કરાયા છે. તેઓએ તેમની બીમારી સંબંધિત રિપોર્ટ બતાવવાનો રહેશે. આ સાથે તેઓએ ડોક્ટરના કાગળ પણ સાથે રાખવાના રહેશે. આ ડેટા એપમાં ફીડ કરાશે અને પછી જ વેક્સિન અપાશે. ઉલ્લેખનીય છે કે તમે તમારી રસીની તારીખ અને રસીકરણ સેન્ટર પસંદ કરી શકો છો. વધારે માહિતી માટે 1507 પર કોલ કરી શકો છો.

ત્રણ રીતે રજીસ્ટ્રેશન કરી શકો

image source

રસીકરણ માટે પેહેલી રીત છે કે સેલ્ફ રજીસ્ટ્રેશન. જેમાં લોકોએ જાતે જ CO-WIN એપ અથવા આરોગ્ય સેતુ એપ પર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને એપમાં તમારા લોકેશન મુજબ સમય-જગ્યા અને અન્ય જાણકારીઓ આપવામાં આવશે. આ એપ સિવાય હોસ્પિટલો તથા કોમન સર્વિસ સેન્ટરમાં પણ રજીસ્ટ્રેશન કરાવવાની સુવિધા મળશે. આ બધી જ પ્રક્રિયામાં આધાર કાર્ડ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે. લોકોને પ્રાઇવેટ અથવા સરકારી સેન્ટરની પસંદગી કરવાની તક આપવામાં આવશે.

રસીકરણ માટે આ કાગળ સાથે લઈ જવા પડશે.

image soucre

જો રસી લગાવવા જઈ રહ્યા છો તો તમારું ઓફિશિયલ આઈડી સાથે લઈ જવાનું ન ભૂલતા. એવું આઈડી જેમાં તમારો ફોટો અને જન્મ તારીખ હોય.આ ઉપરાંત 45 વર્ષથી વધુ અને 60થી ઓછી ઉંમરના લોકોને કોઈ ગંભીર બીમારી હોય તો વેક્સિન લેવા માટે સરકારની તરફથી કોઈ કાગળ આપવાના આદેશ જાહેર કરાયા છે. તેઓએ તેમની બીમારી સંબંધિત રિપોર્ટ બતાવવાનો રહેશે. આ સાથે તેઓએ ડોક્ટરના કાગળ પણ સાથે રાખવાના રહેશે. આ ડેટા એપમાં ફીડ કરાશે અને પછી જ વેક્સિન અપાશે. રસીનો પહેલો ડોઝ મળ્યા પછી બીજા ડોઝ માટે લાભાર્થીઓ માટે એક QR કોર્ડ જનરેટ કરવામાં આવશે. આને એસએમએસના માધ્યમથી ડાઉનલોડ કરી શકાય છે.

કેવી રીતે મળશે પોસ્ટ વેક્સિન સર્ટિફિકેટ

image souycre

વેક્સિનના લાભાર્થીઓ પહેલા કોરોના વેક્સિન લગાવ્યા બાદ જ પોસ્ટ વેક્સિન સર્ટિફિકેટ મેળવી શકશે. પણ એવું હવે નથી. વેક્સિન લગાવ્યા બાદ સેન્ટ્રલ ગર્વમેન્ટ સર્ટિફિકેટ જાહેર કરશે અને લાભાર્થીને તે આપી દેવાશે. એપની મદદથી તેને ડાઉનલોડ પણ કરી શકાય છે. જેને તમે નોકરી કે વિદેશ જવા માટે યૂઝ કરી શકો છો.

સરકારી હોસ્પિટલમાં રસી લેનારને મફતમાં મળશે કોરોનાની વેક્સિન

image source

જે 10 હજાર સરકારી કેન્દ્રો પર પર જઈને રસી લેનાર વ્યક્તિને મફતમાં કોરોનાની રસી આપવામાં આવશે. જો કે, ખાનગી હોસ્પિટલમાં રસી લેનારે શુલ્ક ચુકવવાનું રહેશે. પ્રાઈવેટમાં રસીના એક ડોઝ માટે 250 રુપિયા લેવામાં આવશે. જેમાં 150 રુપિયાની રસી અને 100 રુપિયા સર્વિસ ચાર્જ. એટલે કે 2 ડોઝ પ્રાઈવેટમાં લેવાનો ખર્ચ 500 રુપિયા થશે.

કઈ બિમારીઓના પુરાવા લઈ જવા પડશે

image source

ઉલ્લેખનીય છે કે 45થી 59 વર્ષના લોકોને રસીકરણને લઈને સરકારે 20 બિમારીઓની યાદી તૈયાર જારી છે. કોઈ ગંભીર બીમારી હોય તો વેક્સિન લેવા માટે સરકારની તરફથી કોઈ કાગળ આપવાના આદેશ જાહેર કરાયા છે. તેઓએ તેમની બીમારી સંબંધિત રિપોર્ટ બતાવવાનો રહેશે. આ સાથે તેઓએ ડોક્ટરના કાગળ પણ સાથે રાખવાના રહેશે. આ ડેટા એપમાં ફીડ કરાશે અને પછી જ વેક્સિન અપાશે

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!