કપડાની દુકાન ચલાવતા યુવકનો ધંધો બંધ થતા પરીવારનું પેટીયું રળવા શરુ કર્યું શાક વેચવાનું કામ

દેશભરમાં લોકડાઉન તો કોઈ રાજ્યમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. કેટલાક રાજ્યોમાં લોકડાઉનનો સમય 21 દિવસથી પણ વધારી દેવામાં આવ્યો છે.

image source

તેવામાં લોકો માટે રોજી રોટીનો પ્રશ્ન ઊભો થયો છે. ખાસ કરીને એવા લોકો જે ગુજરાન ચલાવવા માટે નાની-મોટી દુકાનમાં કામ કરત હોય છે. દુકાન માલિકો હાલ દુકાનો બંધ કરી ચુક્યા છે તેવામાં ત્યાં કામ કરતાં લોકો માટે આજીવીકા પ્રાણપ્રશ્ન બની છે. આવો જ એક ઉત્તરાખંડનો યુવાન છે જેણે આ કપરા સમયમાં રુપિયા કમાવા માટે શાક વેચવાનું શરુ કર્યું છે.

હમીરપુરના વોર્ડ નંબર 8માં છેલ્લા 4 વર્ષથી ગોપાલ રામ કપડાની દુકાનમાં કામ કરી પોતાનું ઘર ચલાવતો હતો. આ નોકરી કરી તે પોતાના પરીવારનું ગુજરાત ચલાવી લેતો હતો પરંતુ લોકડાઉનમાં દુકાન બંધ કરી લોકો તેમના ઘરે જતા રહ્યા અને છીનવાઈ ગઈ ગોપાલ રામની રોજી રોટી.

લોકડાઉનની સમજ લોકોને હોય છે પરંતુ પેટની ભુખની નથી હોતી તેથી પોતાનું અને પરીવારનું પેટ ભરવા માટે ગોપાલએ શાક વેંચવાનું કામ કરવાનું નક્કી કર્યું. તેણે શાક માર્કેટની બહાર બેસી શાક વેંચવાનું કામ શરુ કરી દીધું જેથી તે દિવસના 500-600 કમાઈ શકે અને તેના પરીવારનું પેટ પણ ભરી શકે.

આ અંગે વાત કરતાં ગોપાલ રામ કહે છે કે નોકરી કરતો હતો તે સારું હતું આ કામ શરુ કર્યું છે પણ તેમાં એટલો નફો થતો નથી. જે કમાણી થાય છે તેમાંથી મોટાભાગના રુપિયામાંથી બીજા દિવસે શાક ખરીદવું પડે છે. આ ઉપરાંત જે દિવસ શાક ન વેંચાય તે દિવસ બધુ ઘરે લઈને આવવું પડે છે અને ઘણીવાર શાક સસ્તામાં આપવું પણ પડે છે. પરંતુ હાલ કોઈ અન્ય ઉપાય નથી અને પરીવારનું પેટ ભરવા કામ પણ જરુરી છે તેથી આ કામ તે કરી રહ્યો છે.