કોરોના વેકસીન લેવાની લાઈનમાંથી મેળવો છુટકારો, આ રીતે whatsapp દ્વારા જ કરો સ્લોટ બુકીંગ

દેશમાં કોરોના મહામારીના સંક્રમણ વિરુદ્ધ વેકસીનેશનનું અભિયાન પ્રગતિ પર છે. હવે નાગરિકો કોરોના વેકસીનેશન માટે whatsapp દ્વારા પર સ્લોટ બુક કરી શકે છે. અને તેથી હવે નાગરિકે આરોગ્ય સેતુ એપ દ્વારા સ્લોટ બુક કરવાની જરૂર નહીં રહે.

image socure

સ્વાસ્થ્ય મંત્રાલય અને MyGov અનુસાર whatsapp પર MyGov કોરોના હેલ્પ ડેસ્ક હવે વપરાશકર્તાને પોતાના નજીકનાં કોરોના વેકસીનેશન કેન્દ્ર વિશે માહિતી જાણવા અને પોતાના માટે વેકસીનેશન સ્લોટ બુકીંગ કરવાનું કામ whatsapp દ્વારા જ કરી શકશે. આ માટે નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયાએ પણ નાગરિકોને whatspp દ્વારા કોરોના વેકસીનેશન સ્લોટ બુકીંગ કરવા વિશે માહિતી આપી હતી.

MyGovIndia ના ટ્વિટર હેન્ડલ પર કરવામાં આવેલ ટ્વિટમાં એમ કહેવામાં આવ્યું હતું કે હવે તમે whatsapp પર તમારા વેકસીનેશન સ્લોટને બુક કરી શકો છો. તમારે ફક્ત MyGovIndia કોરોના હેલ્પ ડેસ્ક પર ” બુક સ્લોટ ” લખીને મોકલવાનું રહેશે. ત્યારબાદ OTP વેરીફાઈ અને અમુક અન્ય સ્ટેપ્સ ફોલો કરવાના રહેશે.

નાગરિકો માટે whatsapp પર સ્લોટ બુક કરવું એ સરળ કામ

image socure

MyGov આ CEO ને NeGD ના અધ્યક્ષ અભિષેક સિંહએ જણાવ્યું હતું કે ” MyGov કોરોના હેલ્પ ડેસ્ક હવે વેકસીન બુકીંગની પ્રક્રિયામાં પણ સહાયતા કરી રહ્યુ છે અને સાથે જ વેકસીનેશન સેન્ટર અને સ્લોટ શોધવામાં પણ સહાયરૂપ બની રહ્યું છે. એટલું જ નહીં તેના દ્વારા વેકસીન સર્ટિફિકેટ પણ ડાઉનલોડ કરી શકાય છે. આ વાસ્તવિક રીતે ડિજિટલ સમાવેશનને સક્ષમ કરી રહ્યું છે. કારણ કે મોટાભાગના લોકોને whatsapp પર AI આધારિત ઇન્ટરફેસને નેવિગેટ કરવું સરળ લાગે છે. અમે આ ચેટબોટની વાસ્તવિક ક્ષમતાને અનલોક કરવામાં મદદ કરવા માટે whatsapp ના આભારી છીએ. જે મહામારીના કપરા સમયમાં નાગરિકોની સહાયતા માટે અને સંપર્ક માટે ઉપલબ્ધ છે.

image soucre

Whatsapp દ્વારા સ્લોટ કઈ રીતે બુક કરવો ?

  • 1. કોન્ટેકટ લિસ્ટ સ્વરૂપે MyGov કોરોના હેલ્પ ડેસ્કના નંબર 9013151515 એડ કરો.
  • 2. Whatsapp પર આ નંબર શોધીને તેના પર ” Book Slot ” લખીને મેસેજ કરો
  • 3. SMS દ્વારા મોકલવામાં આવેલા 6 નંબરના OTP ને ભરો
  • 4. Whatsapp ચેટમાં પોતાની પસંદગીની તારીખ, સ્થાન અને આધાર, પિન કોડ અને વેકસીનનો પ્રકાર પસંદ કરો.
  • 5. સ્લોટ મેળવો અને પોતાનો વારો આવે તે દિવસે વેકસીનેશન સેન્ટર પર જવું.

આ રીતે ડાઉનલોડ કરી શકાય છે વેકસીને સર્ટિફિકેટ

image socure

તમે વેકસીનનો ડોઝ લીધા બાદ સરળતાથી તમારા whatsapp નંબર પર વેકસીનેશન સર્ટિફિકેટ પણ ડાઉનલોડ કરી શકો છો. આ માટે તમારે ફક્ત ત્રણ સરળ સ્ટેપ્સને ફોલો કરવાના રહેશે.

  • 1. સૌથી પહેલા +91 9013151515 નંબર સેવ કરો
  • 2. Whatsapp પર ” કોવિડ સર્ટિફિકેટ ” ટાઈપ કરી અને મેસેજ કરો
  • 3. OTP નાખો
  • 4. સર્ટિફિકેટ આવે એટલે તેને ડાઉનલોડ કરો