દેશનું આ પહેલુ બસ સ્ટોપ જોઇને તમે પણ થઇ જશો ખુશ-ખુશ, જ્યાં છે એરપોર્ટને પણ ટક્કર આપે એવી સુવિધાઓ

તમે ભારતીય હોવ અને માતાજીના ભક્ત હોવ તો તમારા મનમાં હંમેશા માતાજીની શક્તિપીઠોના દર્શન કરવાની એક અંતરઇચ્છા તો રહેલી જ હોય. અને તેમાં સૌથી પહેલી તમને માતા વૈષ્ણોદેવીના દરબારની મુલાકાત લેવાનું મન થશે. તો આજે માતાજીના ભક્તો માટે જ આ સારા સમાચાર લઈ અમે આવ્યા છીએ.

image source

માતા વૈષ્ણોદેવીના લાખો ભક્તો માટે એક ખુશ ખબર છે. સરકાર કટરા રેલ્વે સ્ટેશનની સામે એરપોર્ટની જેમ જ એક મોર્ડન બસ પોર્ટ બનાવવા જઈ રહી છે. બસ પોર્ટમાં તીર્થ યાત્રીઓ માટે રોકાવા માટે બજેટ હોટેલ, ખાવા માટે ઉત્તમ રેસ્ટોરન્ટ, મોબાઈલ ચાર્જિંગથી લઈને વાઇ-ફાઈની સગવડ વિગેરે પણ મળશે. આ ઉપરાંત બસ, કાર પાર્કિંગ ઉપરાંત ડ્રાઇવર-કંડક્ટરના આરામ માટે મોટેલ પણ હશે. દેશનું આ પ્રથમ કટરા મોર્ડન બસ પોર્ટ ઓગસ્ટ 2022 સુધીમાં બનીને તૈયાર થઈ જશે.

image source

માર્ગ પરિવહન મંત્રાલયના સાર્વજનિક ઉપક્રમ રાષ્ટ્રીય રાજમાર્ગ તેમજ અવસંરચના વિકાસ નિગમ તરફથી કટરા મોર્ડન બસ પોર્ટ માટે નિયુક્ત કંસલ્ટન્ટે ફિજિબિલિટી રિપોર્ટ તૈયાર કરી લીધી છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે બસ પોર્ટની ડીટેઇલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ ડીસેમ્બર સુધીમાં બનીને તૈયાર થઈ જશે અને નવા વર્ષથી પોર્ટ બનાવવાનું કામ પણ શરૂ કરી દેવામાં આવશે. બસ પોર્ટ એનએચઆઈડીસીએલ પોતાના પૈસાથી બનાવી રહ્યા છે, પણ ઉત્તમ સુવિધાઓ તેમજ મેઇન્ટેનન્સ માટે તેનું સંચાલન ખાનગી ઓપરેટરને આપવામાં આવશે.

વૈષ્ણૌ દેવી જવા માટે આ દિવસથી શરૂ થશે ટ્રેન

image source

મંત્રી જિતેન્દ્ર સિંહે જણાવ્યું કે કટરા બસ પોર્ટ 30 એકરથી વધારે મોટી જમીન પર બનાવવામા આવશે. અને તેની પાછળ 620 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે. બસ પોર્ટ કટરા રેલ્વે સ્ટેશનની સામે જ માત્ર 150 મીટરના અંતરે બનાવવામાં આવશે. જેનાથી માર્ગ પરિવહન ઉપરાંત ટ્રેનથી આવનારા તીર્થ યાત્રીઓ પણ બસ પોર્ટની સુવિધાનો લાભ મેળવી શકશે. તેની ખાસિયત એ રહેશે કે બસ પોર્ટની કોમર્શિયલ દુકાનોમાં 10 ટકા સ્થાનીક એમએસએમઈ માટે આરક્ષિત રહેશે. જેનાથી સ્થાનિક યુવાનોને રોજગાર મળી શકશે અને ક્ષેત્રિય ઉદ્યમીઓના લઘુ ઉદ્યોગોને ગતિ મળશે.

થોડાક કલાક માટે પણ હોટેલમાં રૂમ મળી જશે.

image source

આ યોજનાના અધિકારીએ જણાવ્યું કે સામાન્ય તીર્થ યાત્રિઓ માટે કટરા મોર્ડન બસ પોર્ટ હોટલમાં કેટલાક કલાકો માટે રોકાણની સગવડ પણ આપવામાં આવશે. જ્યાં તીર્થ યાત્રીઓ બાથરૂમ, ટોયલેટ, લોકર વિગેરેની સુવિધા મેળવી શકશે. તેને આખા દિવસનું ભાડું નહીં આપવું પડે. બસ પોર્ટ પર વાઇફાઈની સુવિધા પણ હશે. ઓનલાઈન બસની ટીકીટ ખરીદી થઈ શકશે. પોર્ટમાં રિયલ ટાઇમ મોટા- મોટા ઇલેક્ટ્રોનિક બોર્ડ હશે, જેમાં આખા દેશમાંથી આવનારી બસોની જાણકારી પણ મળી શકશે. આ ઉપરાંત શોપિંગ કોંપલેક્સ, સિનેમા હોલ, એસી વેટિંગ હોલ, બસ, કાર તેમજ મોટર સાઇકલ માટે વ્યવસ્થિત પાર્કિંગની સુવિધા પણ આપવામાં આવશે.

image source

માટે હવેની વાર જ્યારે તમે માતા વૈષ્ણોદેવીના દર્શને જાઓ ત્યારે આ સગવડનો લાભ ઉઠાવવાનું જરા પણ ચૂકતા નહીં. જો કે હજુ તેના માટે એક-દોઢ વર્ષની રાહ જોવી પડશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત