બિહારમાં દીકરાને મારી એકબીજાને ગળે લગાડી દંપતિએ વહાલું કર્યું મોત

બિહારમાં એક એવી ઘટના બની છે જેનાથી કમકમાટી ઊપજી જાય. પોલીસએ અહીં એક ઘરમાંથી બિઝનેસમેન પતિ, તેની પત્ની અને દીકરાનો મૃતદેહ કબજે કર્યા છે. પોલીસએ મરનારની ઓળખ 38 વર્ષીય મનીષ ઝા, 30 વર્ષીય વિભા ઝા અને 10 વર્ષના દીકરા બાબૂ તરીકે આપી છે.

આ અંગે મળતી માહિતી અનુસાર મનીષએ એક દિવસ અગાઉ રાત્રે તેના દીકરાને ઝેર આપી મારી નાંખ્યો હતો ત્યારબાદ પતિ અને પત્નીએ ફાંસીએ લટકી જીવ આપી દીધો.

આસપાસના લોકોનું કહેવું છે કે મનીષ ભાડાના મકાનમાં રહેતો હતો અને મોબાઈલનો વ્યવસાય કરતો હતો. પરંતુ છેલ્લા કેટલાક સમયથી વ્યવસાયમાં સતત નુકસાન જતું હતું તેથી તે કરજમાં ગળાડૂબ થઈ ગયો હતો.

 

image source

વધતાં કરજના કારણે આખો પરીવાર તણાવમાં રહેતો હતો. તેના કારણે તેમણે આ પગલું ભર્યું હોય તેવો અંદાજ છે. પોલીસ હાલ તો તમામ પાસા પર વિચાર કરી તપાસ કરી રહી છે. પોલીસએ મૃતદેહોને કબજે કરી પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા છે.

જો કે પોલીસને ઘરમાંથી એક સ્યૂસાઈડ નોટ પણ મળી છે. પરંતુ પોલીસએ પોસ્ટમોર્ટમની રીપોર્ટ આવ્યા બાદ જ નક્કી કરશે કે આ ખરેખર આત્મહત્યા છે કે કોઈએ હત્યાને આત્મહત્યાનું સ્વરુપ આપ્યું છે.

વર્ષ 2015માં મનીષ અને વિભાના લગ્ન થયા હતા. તેમને એક દીકરો હતો અને તેમના અંગત સંબંધો પણ સારા હોવાનું વિભાના પરીજનોનું કહેવું છે.