કપલને સાથે બેસવાની મંજુરી ન હોવાના કારણે કોઈ ફિલ્મ જોવા જ નથી જતાં, થિયેટર્સ પડ્યા છે ખાલીખમ્મ

હાલમાં જ્યારથી કોરોના ભારતમાં આવ્યો ત્યારથી તમામ થિયટરો બંધ છે અને તેમના માલિકોને પણ કરોડોનું નુકસાન ગયું છે. ત્યારે હવે સરકારે નવી ગાઈડલાઈન પ્રમાણે થિયટરો ખોલવાની છૂટ આપી છે. પરંતુ તેમ છતાં કોઈ આવી નથી રહ્યું અને માલિકો પરેશાન છે. એક તરફ સરકારે કોરોના ગાઇડલાઇન સાથે મલ્ટિપ્લેક્સ શરૂ કરવાની મંજૂરી આપી છે.

image source

પરંતુ બીજી તરફ ગાઇડલાઇનના અમલને કારણે એક સીટ ખાલી રાખીને એક સીટ પર બેઠક વ્યવસ્થા ગોઠવાઇ છે. જેના કારણે કપલ અને પરિવારના લોકો સાથે બેસીને ફિલ્મ જોવાનો આનંદ માણી શકતા નથી.

image source

આ કારણે થિએટરોમાં લોકોની સંખ્યા ઘટી છે. જેના કારણે શો રદ કરવાની સ્થિતી ઉભી થઈ રહી છે અને પારાવાર નુકસાન ભોગવવું પડી રહ્યું છે. હાલની પરિસ્થિતિની વાત કરીએ તો સરકારે કોરોના ગાઇડલાઇનના અમલ સાથે મલ્ટિપ્લેક્સ થિયેટર શરૂ કરવાની મંજૂરી આપી છે. તેમ છતાં મોટાભાગના થિયેટરમાં લોકોની ઓછી સંખ્યાને કારણે શો રદ થઇ રહ્યાં છે.

image source

ઓલ ગુજરાત મલ્ટિપ્લેક્સ એસોસિએશનના પ્રમુખ મનુભાઇ.એસ પટેલે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિને કારણે દિવાળી પછી પણ નવી ફિલ્મ રિલિઝ થવાની શક્યતા ઓછી છે. નવી ફિલ્મો રિલિઝ ન થવાથી લોકો થિયેટરમાં નથી આવી રહ્યાં, જેના કારણે મોટાભાગના થિએટર માલિકોએ હજુ પણ શો બંધ જ રાખ્યા છે.

image source

વાઇડ એંગલ મલ્ટિપ્લેક્સના માલિક રાકેશ પટેલે જણાવ્યું હતું કે, અમે છેલ્લા ચાર દિવસના શો રદ કર્યા છે. કારણ કે લોકોની સંખ્યાની સામે મેઇન્ટનન્સ પણ નથી નીકળી રહ્યું. સાથે જ કોરોના ગાઇડલાઇનના કારણે કપલ અને પરિવારના લોકો સાથે બેસી ન શકતા હોવાના કારણે તેઓની સંખ્યા પણ હવે સાવ ઓછી થઇ ગઇ છે. તે જ રીતે પીવીઆરના રિજ્યોનલ ડાયરેક્ટર ચંદ્રેશ દસ્સારીએ જણાવ્યું કે, શરૂઆતના દિવસોમાં અમારી અપેક્ષા કરતાં વધુ લોકો આવ્યા છે. લોકો માટે સેફ્ટી અને સિક્યુરિટીના દરેક નિયમો અમલી કર્યા છે. પરંતુ અમુક રાજ્યોમાં હજુ પણ થિયેટરો શરૂ કરવાની મંજૂરી નથી. જેની અસર દરેક રાજ્ય પર થઇ છે. વધુ સંખ્યામાં લોકો જોડાય તે માટે અમે ટિકિટો પર ડિસ્કાઉન્ટ અને મિનિમમ પ્રાઇઝમાં શો બુકિંગની સુવિધા આપવામાં આવી છે.

થિયેટર્સના માલિકોને અંદાજે 200થી 300 કરોડનું નુકસાન

image source

રાજ્યમાં કોરોના મહામારીના પગલે છેલ્લા 4 મહિનાથી મલ્ટીપ્લેક્સ થિયેટર્સ બંધ છે. જેના કારણે થિયેટર્સના માલિકોને ભારે નુકસાન પહોંચ્યું છે. સાથે જ કેટલાક મલ્ટીપ્લેક્સમાં તો કર્મચારીઓને નોકરીથી છૂટા કરી દેવામાં આવ્યા છે. ત્યારે હવે અનલોક-3માં રાજ્ય સરકાર દ્વારા મલ્ટીપ્લેક્સ થિયેટર્સ પણ શરૂ કરવામાં આવે હાલ સંચાલકો એવી આશા લઈને બેઠા છે. રાજ્યભરમાં અંદાજે 200થી વધુ મલ્ટીપ્લેક્સ થિયેટર્સ છે. જોકે છેલ્લા 4 મહિનાથી તમામ થિયેટર્સ બંધ રહેવાના કારણે થિયેટર્સના માલિકોને અંદાજે 200થી 300 કરોડનું નુકસાન ભોગવવું પડ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત