પ્રેમ અંધા હોતા હૈ, પરિણીત પ્રેમી પંખીડા એકબીજાના પ્રેમમાં પડ્યા પછી ભર્યુ આવુ કરુણ પગલુ, જાણો કેમ

5 બાળકોના પિતા અને 2 બાળકોની માતા પડયા એકબીજાના પ્રેમમાં, વડોદરામાં પરિણીત પ્રેમી પંખીડાએ કર્યો આપઘાત

image source

કોરોના સમયગાળામાં લાગેલા લોકડાઉનમાં અનેક પ્રેમી યુગલોના અનેક પ્રકારના કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જો કે વડોદરા શહેરના આ કિસ્સાએ ખરેખર લોકોને વિચારવા પર મજબુર કરી મુક્યા છે. આ ખબર આવતા લોકો પણ ચોંકી ઉઠયા હતા. આપને જણાવી દઈએ કે અહીના પરણિત પ્રેમી પંખીડા દ્વારા કરવામાં આવેલા આપઘાતનો કિસ્સો ખુબ ચર્ચાઈ રહ્યો છે. ત્યારે જાણવા મળ્યું હતું જે વડોદરાના દુમાડ ચોકડી પાસેના કાલિકા માતાના મંદિર નજીક જ આ પ્રેમી યુગલે ઝેરી દવા પીને પોતાનું જીવન ટુંકાવ્યું હતું. જો કે આ પ્રકારે આપઘાત કરનારા લોકોની તપાસ કરતા પ્રેમી યુગલ પૈકી યુવાન છાણી ગામનો વાતની છે અને યુવતી પાદરાની વતની હોવાનું પણ સામે આવ્યું હતું.

યુવક પ્રેમિકા અને પત્ની સાથે ઘરમાં રહેવા માંગતો હતો

image source

વડોદરા શહેરમાં ઘટેલી આ ઘટના ખરેખર ચોકાવનારી ત્યારે બની જ્યારે આ ઘટનાની તપાસમાં અનેક પ્રકારના વિચિત્ર ખુલાસા થયા. કદાચ ઝેરી દવા પીને જીવન ટૂંકાવનારા આ યુગલ વિશે જાણીને તમારા પણ હોશ ઉડી જશે. આ યુગલમાં આપઘાત કરનાર યુવક વિક્રમ એ મૂળ છાણી ગામનો વાતની છે, જો કે એના લગ્ન થઇ ચુક્યા છે અને આ યુવકને પાંચ દીકરીઓ પણ છે. તો સામેના પક્ષે પાદરાની રહેવાશી યુવતી હેમા પણ પરણેલી છે. હેમાને પણ બે બાળકો છે. જો કે આમ છતાં આ યુવક પોતાની પ્રેમિકા હેમા અને પત્ની સાથે પોતાના જ ઘરમાં રહેવા માંગતો હતો જે યુવતીને મંજુર ન હતું.

બંને વચ્ચે ઘણા સમયથી પ્રેમ સબંધ હતો

image source

ઉલ્લેખનીય છે કે છાણી ગામના ભગત મહોલ્લામાં રહેતા પરિણીત યુવક વિક્રમ જીવાભાઇ માળી (ઉં.26) તેમજ પાદરાના સંતરામ મંદિર પાસે આવેલા માળી મહોલ્લામાં રહેતી પરિણીત યુવતી હેમાબહેન કિરણભાઇ માળી (ઉં.29) વચ્ચે ઘણા સમયથી પ્રેમ સબંધ હતો. જો કે રવિવારે મોડી રાત્રે આ બંને જણ દુમાડ ચોકડી પાસે સ્થિત કાલિકા માતાના મંદિર નજીક મળ્યા હતા. ત્યારબાદ એમણે ત્યાં ઝેરી દવા પીને જીવન ટુંકાવ્યું હતું.

વિક્રમ માળી અને હેમા માળી કુટુંબના જ છે

image source

આપને જણાવી દઈએ કે આ પ્રેમી પંખીડા વિક્રમ માળી અને હેમા માળી કુટુંબના જ છે. જો કે બંનેના લગ્ન થઇ ગયા હતા, તેમ છતાં એમની વચ્ચે પ્રેમ સબંધ યથાવત રહ્યો હતો. જો કે લગ્નથી વિક્રમને 5 સંતાન છે અને હેમાને પણ લગ્નથી 2 બાળકો છે. જો કે વિક્રમ પ્રેમિકા હેમા અને પત્ની બંનેને પોતાના ઘરમાં રાખવા ઈચ્છતો હતો. પણ, હેમાને એ મંજુર ન હતું. આ ઘટના અંગે છાણી પોલીસ સ્ટેશનમાં આપઘાતનો ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત