આ કપલે પણ હદ કરી, પ્લેનમાં એવી એવી અશ્લીલ હરકત કરી કે એર હોસ્ટેસને ચાદર નાંખીને ઢાંકવા પડ્યા

પાકિસ્તાનમાં હાલમાં એક કપલે એવું કર્યું કે આપણે એમ થાય કે આ માણસમાં જ આવે છે કે કેમ. કારણ કે તમે એવું સાંભળ્યું હશે કે ઘણી વખત કેટલાક એવા કપલ હોય છે, જેમને પબ્લિક પ્લેસમાં હાજર લોકોથી પણ કોઇ ફરક પડતો નથી અને તેઓ જાહેરમાં અશ્લીલ હરકત કરવાથી પણ ખચકાતા નથી. આ કપલ પણ એવા જ કપલમાંનું એક હતું અને તેણે ફ્લાઇટમાં હાજર સેંકડો લોકો સામે કીસ કરવાનું શરૂ કરી દીધુ.

image source

હાલમાં મળતી માહિતી પ્રમાણે વાત કરવામં આવે તો આ હરકત જોઈને પ્લેનમાં રહેલા લોકોએ પ્લેનના કેબિન ક્રૂ પાસે તેમની ફરિયાદ કરી હતી અને બધી બબાલ થઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે હાલમાં એક ખબર ખુબ જ વાયરલ થઈ રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાનમાં એક કપલ કથિત રીતે ઘરેલુ એરબ્લૂ ફ્લાઇટમાં એક-બીજાને કીસ કરતા ઝડપાયા હતા.

image source

આ ઘટના કરાચીથી ઇસ્લામાબાદ જતી PA-200 ફ્લાઇટમાં 20 મેના રોજ બની હતી. પાકિસ્તાનનો નાગરિક ઉડ્ડયન વિભાગ આ મામલાની તપાસ કરી રહ્યું છે. અલ્વીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો સંદેશ જારી કરી દાવો કર્યો છે કે, વિમાનમાં સવાર પરિવારોની હાજરીમાં કપલની હરકતો વિશે વિસ્તારથી જાણકારી આપવામાં આવી છે.

image source

આ ઘટનાને નજરે જોયેલ લોકો વાત કરે છે કે આ કપલ શરૂઆતની ચોથા નંબરની સીટ પર બેઠુ હતુ અને તેઓએ એક-બીજાને કીસ કરવાનું શરૂ કરી દીધુ હતું. ત્યારબાદ જે સીન થયા એ ખરેખર વધારે ચર્ચાનો વિષય બની ગયો છે. કારણ કે આ કપલની આશ્લીલ હરકત પર પેસેન્જરોએ કેબિન ક્રૂમાં હાજર એર હોસ્ટેસને આ વિશે ફરિયાદ કરી અને તેઓને જાહેરમાં કીસ કરવાની ના પાડી હતી.

image source

જો કે આ બધી વાતની કપલ પર કોઈ જ અસર ન પડી. છતા આ કપલે પ્લેનના કેબિન ક્રૂની કોઇ વાત સાંભળી નહી અને ફરીથી આવી હરકત કરી. તેના પછી એરહોસ્ટેસે પણ તેમની જાહેરમાં અશ્લીલ હરકતો પર કાબૂ કરવા માટે તેમને એક બ્લેન્કેટથી ઢાંકી દીધા. જેથી આસપાસ રહેલા લોકો આથી પ્રભાવિત ન થાય. યાત્રીઓનો એવો પણ દાવો છે કે અશ્લીલ હરકતો પર જ્યારે ત્યાં હાજર લોકોએ સવાલ ઉઠાવ્યો તો તેઓ પલટવાર જવાબ આપવા લાગ્યા હતા. ફ્લાઇટમાં સવાર એડવોકેટ બિલાલ ફારૂક અલ્વીએ નાગરિક ઉડ્ડયન પ્રાધિકરણ (સીએએ)ને આ મામલા વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *