જાણો એવુ તો શું થયુ કે, અમદાવાદમાં ટ્રાફિક પોલીસને વાહન માલિકને આપવા પડ્યા આટલા રૂપિયા

દેશ્માં વધતા જતા ટ્રાફિક અને સમયના અભાવના કારણે ઘણીવાર આપણે ટ્રાફિક સિગ્નલ તોડી નાખીએ છીએ કે ઉતાવળમાં નો એન્ટ્રીમાં વાહન પાર્ક કરી દઈએ છીએ ત્યારે આવી જગ્યાએ હાજર ટ્રાફિક પોલીસ વાહન ચાલક પાસેથી દંડની વસુલાત કરે છે. પણ આજના આ લેખમાં આજે અમે આપને એક એવા બનાવ વિષે જણાવીશું જેમાં ટ્રાફિક પોલીસએ પોતે વાહન માલિકને પૈસા ચૂકવ્યા છે. આ જાણીને આપને પણ નવાઈ લાગીને કે, પોલીસએ દંડ ચૂકવ્યો છે.?

image source

આ બનાવ દેશમાં બીજે ક્યાંય નહી પણ ગુજરાતના અમદાવાદ શહેરમાં બની છે. જેમાં ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકને રૂ.૨૦૦૦ ચૂકવવાના આવ્યા છે. વાહનના માલિકે વાહન જપ્ત થઈ ગયા પછી કોર્ટમાં અરજી કરી હતી. વાહન ચાલકની આ અરજી સામે અમદાવાદની ગ્રામ્ય કોર્ટ દ્વારા ટ્રાફિક પોલીસને રૂ.૨૦૦૦ ચૂકવવાનો હુકમ આપવામાં આવ્યો છે. આ સાથે જ કોર્ટે ટ્રાફિક પોલીસને તાકીદ કરી છે કે, તપાસ કરવા માટે મુદ્દામાલની કોઈ જરૂરિયાત હોતી નથી. જેના કારણે મુદ્દામાલને પોલીસ કસ્ટડીમાં રાખી શકાય નહી. અમદાવાદની ગ્રામ્ય કોર્ટના હુકમ કરાયા પછી અમદાવાદના ટ્રાફિક પીઆઈએ વાહન ચાલકને પૈસા ચુકવવામાં આવ્યા છે. દેશમાં આવો પહેલો કેસ બન્યો છે જેમાં વાહન ચાલકે નહી પણ ટ્રાફિક પોલીસને પૈસા ચુકવવા પડ્યા હોય છે.

image source

તા.૧૮ જાન્યુઆરીના રોજ અમદાવાદના એસ.જી. હાઈ વે પર ટ્રાફિક પોલીસના પીઆઈ પોતાની ફરજ પર હાજર હતા તે સમયે શહેરમાં ભારે વાહનોને પ્રવેશ કરવા પર પ્રતિબંધ હોવા છતાં પણ એક ટ્રક શહેરની અંદર આવી જાય છે. ત્યારે ટ્રાફિક પીઆઈ જાહેરનામાનો ભંગ કરવા માટે ટ્રકના ચાલક લાલજીભાઈ પટેલએ પોતાના ટ્રકમાં રહેલ મુદ્દામાલ છોડાવવા માટે કોર્ટમાં અરજી દાખલ કરી દેવામાં આવી છે. આ વિષે ટ્રકચાલક દ્વારા ટ્રકની માલિકીના કેટલાક પુરાવાઓ પણ રજુ કર્યા છે.

image source

મોટાભાગે વધારે પ્રમાણમાં માલ- સામાનની હેરફેર કરવા માટે ટ્રકનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે જો આ ટ્રક પોલીસ સ્ટેશનમાં એમ જ પડ્યો રહેશે તો ટ્રકના કેટલાક મહત્વના ભાગોમાં નુકસાન થવાની શક્યતાઓ વધી જાય છે. ઉપરાંત તપાસ કરવા માટે વાહનની જરૂરિયાત હોતી નથી. ટ્રક માલિક દ્વારા કોર્ટમાં આવી રજૂઆત કરાયા પછી કોર્ટ ટ્રક માલિકની વાતને માન્ય રાખવામાં આવી હતી. આ સાથે જ કોર્ટ દ્વારા એવી શરત મુકવામાં આવી હતી કે, જ્યાં સુધી કેસનો નિકાલ થઈ જતો નથી ત્યાં સુધી આ મુદ્દામાલને વેચી શકાશે નહી. ઉપરાંત જયારે પણ કોર્ટમાં મંગાવવામાં આવે ત્યારે રજુ કરવાનો રહેશે.

image source

કોર્ટ દ્વારા જયારે મંગાવવામાં આવે ત્યારે ટ્રકના માલિકે મુદ્દામાલના ફોટા પાડીને રજુ કરવાના રહેશે. જયારે કોર્ટ દ્વારા ટ્રાફિક પોલીસને આદેશ આપવમાં આવ્યો છે કે, ટ્રાફિક પોલીસએ રૂ.૨૦૦૦ હજાર ટ્રકના માલિકને આપવામાં આવે અને તેની રીપોર્ટ કોર્ટમાં રજુ કરવામાં આવે. આ બાબતે ટ્રાફિક પોલીસના પીઆઈ એ. એસ. ડામોર કહે છે કે, નિયમ મુજબ જ ટ્રક જપ્ત કરવામાં આવ્યું છે. પરંતુ જયારે કોઈ ભારે વાહન લીધે એકસીડન્ટ થાય છે તો પોલીસને દંડ કરવામાં આવે છે. ટ્રક માલિક દ્વારા જયારે મુદ્દામાલની અરજી કરવામાં આવી ત્યારે મૌખિક રીતે પણ પૂછવામાં આવ્યું હતું. ઉપરાંત ટ્રક માલિકને ચુકવવામાં આવેલ પૈસા એ કોઈ દંડ પેટે નહી પરંતુ ખર્ચ માટે ચુકવવામાં આવ્યા છે. કોર્ટના આદેશ પછી જે ચૂકવી દેવામાં આવ્યા છે. આ બાબતે સેશન કોર્ટમાં પણ અપીલ કરવામાં આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત