કોરોનાને માત આપનાર અનેક દર્દી અહીં થઈ રહ્યા છે ફરીથી કોરોનાનો શિકાર

કોરોનાનું સંકટ હજી તો જેમનું તેમ જ છે તેવામાં વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે.

image source

જાણવા મળ્યું છે કે કોરોના વાયરસની સારવાર બાદ સ્વસ્થ થઈ જે લોકો હોસ્પિટલમાંથી રજા લઈ ચુક્યા છે તે ફરીવાર કોરોનાગ્રસ્ત થયા છે. હોસ્પિટલમાં તેમના ટેસ્ટ નેગેટિવ આવ્યા હોય પરંતુ ત્યારબાદ ફરીથી તેમને ચેપ લાગ્યો છે. શુક્રવારએ આ પ્રકારના 91 કેસ સામે આવી ચુક્યા છે.

આ બની રહ્યું છે દક્ષિણ કોરિયામાં. અહીં ડોક્ટરો પણ કોરોનાની આ ચેઈન સમજી શકતા નથી. કોરોનાની આ રીએન્ટ્રીએ ડોક્ટરોને ચિંતામાં મુકી દીધા છે. આ દેશમાં કોરોનાથી 7000 લોકો સ્વસ્થ થયા છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં 90થી વધુ કેસ એવા સામે આવ્યા છે જેમાં દર્દીને બીજી વખત કોરોના લાગૂ પડ્યો હોય.

હવે ડોક્ટરોને ચિંતા છે કે આવા કેસ વધી પણ શકે છે. આ અંગે ડોક્ટરોનું કહેવું છે કે જે દર્દીને ફરીથી કોરોનાનો ચેપ લાગ્યો છે તેમના શરીરમાં રહેલા અગાઉના જ વાયરસ ફરીથી એક્ટિવ થયા હોય શકે.

image source

આ ઉપરાંત કેટલાક કેસમાં ડિસ્ચાર્જ પહેલા થયેલા ટેસ્ટિંગમાં પણ ભુલ થઈ શકે છે. આ માત્ર તર્ક છે. કારણ કે ડોક્ટરએ આમ થવાનું સ્પષ્ટ કારણ જાણી શક્યા નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના કારણે દક્ષિણ કોરિયામાં 211 લોકોના મોત થયા છે ફેબ્રુઆરી માસથી અહીં કોરોના કેસ નોંધાઈ રહ્યા છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખી દક્ષિણ કોરિયામાં તમામ ધાર્મિક આયોજનો પણ બંધ રાખવામાં આવ્યા છે.

કારણ કે કોરોના ફેલાવાની શરૂઆત પણ એક આવા જ કાર્યક્રમથી થઈ હતી. ધાર્મિક કાર્યક્રમમાં જોડાયેલા 2.12 લાખ લોકોમાં કોરોનાના લક્ષણ જોવા મળ્યા હતા ત્યારબાદ અહીં તમામના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.