કોવિડ હોસ્પિટલમાં આગ લાગતા દેવદૂત બનીને આવી બે મહિલા ડોક્ટર, PPE કીટ પહેર્યા વગર દર્દીઓના બચાવ્યા જીવ

મધ્યપ્રદેશના ગ્વાલિયરની કોવિડ -19 હોસ્પિટલના ઇન્ટેન્સિવ કેર યુનિટ (ICU) માં આગ લાગી હતી. આગની ઘટના બાદ હોસ્પિટલમાં અફરા તફરી મચી ગઈ હતી. અહીં દાખલ દર્દીઓ પોતાનો જીવ બચાવવા આસપાસ દોડવા લાગ્યા હતા. કોવિડ કેર સેન્ટરના ICUમાં શનિવારે બપોરે અચાનક આગ લાગી હતી. આ હોસ્પિટલમાં 9 દર્દીઓ દાખલ હતા. હોસ્પિટલના ડોક્ટરો અને સ્ટાફની બહાદૂરીથી તમામ દર્દીઓને બચાવી લેવાયા હતા. બપોરે 2 વાગ્યે આગની સૂચના મળતા જ બે મહિલા ડોક્ટર તાત્કાલિક વોર્ડમાં પહોંચી ગયા હતા અને લોકોને બચાવવા પોતાનો જીવ જોખમમાં મુક્યો હતો.

બીજા ડોક્ટરો અને સ્ટાફને પણ બોલાવ્યા

image source

આગની ઘટનાની જાણ થતા જ લોકો ગભરાઈ ગયા હતા. આ અંગે મહિલા ડોક્ટરે કહ્યું કે, PPE કીટ પહેરવાનો સમય ન મળતા, PPE વગરજ બચાવ કામગીરીમાં લાગી ગઈ હતી. સાથે બીજા ડોક્ટરો અને સ્ટાફને પણ બોલાવ્યા હતા. ત્યાં દાખલ 9 દર્દી પૈકી 2 દર્દી દાઝી ગયા હતા.

તમામ દર્દીને અન્યત્ર શિફ્ટ કરવામાં આવ્યા હતા. ફાયર બ્રિગેડે આગ પર નિયંત્રણ મેળવી લીધો હતો. આ બન્ને ડોક્ટરના નામ છે ડોક્ટર નીલિમા સિંહ અને ડો. નીલિમા ટંડન છે. જેમની બહાદુરીના કારણે દર્દીઓના જીવ બચી ગયા અને મોટી દુર્ઘટના બનતા અટકી.

PPE વગર જ બચાવ કામગીરી શરૂ કરી દીધી

image source

ડોક્ટર નીલિમા સિંહે કહ્યું કે અવાજ સંભળાતા જ અમે લોકો ચોથા માળે પહોંચી ગયા હતા. ચોતરફ ધૂમાડો હતો. અમે સૌને સાવચેત કરી દીધા હતા અને સૌથી પહેલા દર્દીઓને વોર્ડમાંથી બહાર કાઢ્યા હતા. અમે એક જ વાતનો વિચાર કર્યો હતો કે અમારાથી ક્યાંક વિલંબ ન થઈ જાય. અમે વિચાર્યું કે PPE પહેરીશું તો સમય લાગી જશે, આથી PPE વગર જ બચાવ કામગીરી શરૂ કરી દીધી. સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલની નોડલ ઓફિસર નીલિમા ટંડન અને નીલિમા સિંહની બહાદુરીના લોકો ભરપેટ વખાણ કરી રહ્યા છે.

બે દર્દીઓ દાઝી ગયા

image source

ગ્વાલિયરના એડીએમ કિશોર કનૈલના જણાવ્યા અનુસાર હોસ્પિટલના ત્રીજા માળે શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. આગ બાદ નવ દર્દીઓને અહીંથી હોસ્પિટલના બીજા માળે ખસેડવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે આગને કારણે બે દર્દીઓ દાઝી ગયા છે, જેની સારવાર સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે. કનૈયાલે જણાવ્યું હતું કે આ અંગેની જાણ થતાં ઘટના સ્થળે પહોંચેલા ફાયર ફાઈટરોએ તાત્કાલિક આગને કાબૂમાં લીધી હતી. આગ લાગવા પાછળનું કારણ શોર્ટ સર્કિટ છે.

image source

આગ લાગવાને લીધે ICUમાં ધૂમાડાના ગોટા ફેલાઈ ગયા હતા. ICUમાં દાખલ તમામ દર્દી ઓક્સિજન સપોર્ટ પર છે. દર્દીના પરિવાર સુરક્ષાને લઈ મુશ્કેલી ધરાવે છે. જણાવી દઈએ કે ગ્વાલિયરની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ મેડિકલ કોલેજના જયારોગ્ય હોસ્પિટલ કેમ્પસમાં આવેલી છે અને અહીં કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર કરવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત