1 ડિસેમ્બરથી કોવિડ સ્પેશિયલ ટ્રેનો સહિતની બધી જ ટ્રેનો થઈ જશે બંધ, જાણી લો આ સમાચારની હકીકત

શું તમે પણ 1 ડિસેમ્બર પછી ક્યાંક જવાનો પ્લાન બનાવ્યો છે. શું તમે પણ તમારી ટ્રેનની ટિકિટ બુક કરાવી છે. જો એવું કર્યું હોય તો આ પહેલાં તમે એક મહત્વની વસ્તુ જાણી લો. તમને જણાવી દઈએ કે આ દિવસોમાં વોટ્સએપ પર એક મેસેજ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં લખ્યું છે કે 1 ડિસેમ્બરથી ભારતીય રેલવે કોવિડ -19 સ્પેશિયલ ટ્રેન સહિતની તમામ ટ્રેનોનું સંચાલન બંધ કરી દેશે. જો તમને પણ આવો કોઈ મેસેજ મળ્યો છે, તો પછી તેના પર ધ્યાન આપશો નહીં કારણ કે તે સંપૂર્ણપણે ફેક છે અને માત્ર એક અફવા છે. ભારત સરકારની એક સંસ્થા પીઆઈબીએ આ વાયરલ મેસેજની સત્યતા બહાર લાવી છે અને અલગથી જાહેરાત કરી છે. ચાલો જાણીએ કે આ સમાચારમાં કેટલી સત્યતા છે..

image source

આપને જણાવી દઈએ કે આ મેસેજમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે 1 ડિસેમ્બર પછી રેલ્વે COVID19 વિશેષ ટ્રેનો સહિત તમામ ટ્રેનોનું સંચાલન બંધ થઈ જશે, પરંતુ રેલવે મંત્રાલયે આ અંગે માહિતી આપી છે. રેલવેએ કહ્યું છે કે હાલમાં સરકારની આવો કોઈ જ પ્લાન નથી. આ સમાચાર સંપૂર્ણપણે ફેક છે. પીઆઈબી ફેક્ટ ચેકે દાવો કર્યો છે કે 1 ડિસેમ્બર પછી ટ્રેન સેવાઓ બંધ કરવા અંગે આવો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. રેલવેએ પણ આ વિશે માહિતી આપી છે.

image source

કોરોના યુગમાં દેશભરમાં જે પ્રકારની પરિસ્થિતિ પ્રવર્તે છે, તેમાં અનેક ફેક સમાચારો ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. ભારત સરકારના પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરોએ વાયરલ થયેલા સમાચારોને નકારી દીધા છે અને કહ્યું છે કે સરકારે આ પ્રકારનો કોઈ નિર્ણય લીધો નથી. કોરોના સમયગાળા દરમિયાન આવા ફેક સમાચાર ફેલાતા અટકાવવા સરકારે પણ ઘણા પ્રયત્નો કર્યા છે.

image source

જો તમને પણ આ પ્રકારનો કોઈ શંકાસ્પદ મેસેજ મળે છે, તો તમે તેને https://factcheck.pib.gov.in/ અથવા WhatsApp નંબર +918799711259 પર અથવા ઇમેઇલ: [email protected] પર તથ્ય તપાસ માટે મોકલી શકો છો. આ માહિતી પીઆઈબી વેબસાઇટ https://pib.gov.in પર મોકલી શકો છો. તેની કાયદેસર તપાસ કરવામાં આવશે.

image source

ઉલ્લેખની છે કે, કોરોના વાયરસની મહામારી ને ધ્યાનમાં રાખીને માર્ચ મહિનાના અંતથી જ ટ્રેનોનું સંચાલન બંધ છે. જોકે, આ દરમિયાન અમુક ખાસ શ્રમિકો ટ્રેનો શરૂ કરવામાં આવી હતી. આજથી એટલે કે 12મી સપ્ટેમ્બરથી ભારતીય રેલવે 40 જોડી વધારાનીન ટ્રેન શરૂ કરવામાં જઈ રહ્યું છે. આ ટ્રેનો માટે શુક્રવારે જ તત્કાલ ટિકિટ બુકિંગ કરવામાં આવ્યું હતું. પ્રાપ્ત વિગત પ્રમાણે આ 80 ટ્રેન પહેલાથી ચાલી રહેલી 30 સ્પેશિયલ અને અન્ય રાજધાની અને 200 સ્પેશિયલ મેલ એક્સપ્રેસથી અલગ હશે.

image source

હવે આ ટ્રેનોનું સંચાલન શરૂ થયા બાદ દેશમાં ચાલતી કુલ ટ્રેનની સંખ્યા 310 પર પહોંચી છે. રેલવે બોર્ડના ચેરમેન વી.કે. યાદવે પહેલા જ કહ્યુ હતુ કે આ ટ્રેનોની દેખરેખ રાખ્યા બાદ માલુમ પડી રહ્યું છે કે કઈ ટ્રેનમાં વેઇટિંગ લિસ્ટ કેટલું લાંબું છે. તો આ ટ્રેનના બુકિંગ, રૂટ સહિતની માહિતી મેળવીએ જેનાથી તમને મુસાફરી પહેલા કોઈ તકલીફ ન પડે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત