કોવિશીલ્ડ થઇ ગઇ મોંઘી: જાણી લો પ્રાઇવેટ હોસ્પિટલમાં 250 રૂપિયાની જગ્યાએ હવે કેટલા રૂપિયામાં મળશે વેક્સિન

પુણે સ્થિત દુનિયાની સૌથી મોટી રસી નિર્માતા કંપની સીરમ ઈંસ્ટીટ્યૂટ ઓફ ઈંડિયાએ રસીના ભાવને લઈને મોટી જાહેરાત કરી છે. બુધવારે કંપનીએ કહ્યું છે કે રાજ્ય સરકારને કોવિશીલ્ડ રસી 400 રૂપિયા પ્રતિ ડોઝના દરે મળશે. આ ઉપરાંત ખાનગી હોસ્પિટલો માટે રસી 600 રૂપિયા પ્રતિ ડોઝ હશે. કંપનીએ ઉત્પાદન પછી રાજ્ય અને કેન્દ્ર સરકારની વચ્ચે રસી 50-50 ટકા વહેંચવાનો નિર્ણય કર્યો છે.

image source

કંપનીએ આ અંગે સત્તાવાર જાણકારી આપી છે કે 50 ટકા વેકસીન કેન્દ્ર સરકારને આપવામાં આવશે. ત્યાર બાદ 50 ટકા રસી રાજ્ય સરકાર અને ખાનગી હોસ્પિટલને આપવામાં આવશે. સીરમ ઈંસ્ટીટ્યૂટએ કોવિશીલ્ડની કિંમતો પરથી પડદો હટાવ્યો છે. કંપનીનું કહેવું છે કે રાજ્ય સરકારને આ વેકસીન 400 રૂપિયા પ્રતિ ડોઝની કિંમત પર મળશે. જ્યારે ખાનગી હોસ્પિટલને રસી 600 રૂપિયાની કિંમતે મળશે.

image source

બુધવારે કંપનીએ કોવિશીલ્ડ સહિત અન્ય વેકસીનને લઈને પણ ચર્ચા કરી હતી. કંપની તરફથી આપવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વૈશ્વિક સ્તર પર ભારતમાં રસીના ભાવ ઓછા છે. આ દરમિયાન અલગ અલગ વેકસીનના ઉદાહરણ આપવામાં આવ્યા હતા. કંપનીએ જાણકારી આપી હતી કે અમેરિકી વેકસીનના ભાવ 1500 રૂપિયા છે. જ્યારે ચીન અને રુસની રસીના ભાવ 750 રૂપિયા પ્રતિ ડોઝ છે.

જો કે ચર્ચા એવી પણ છે કે સીરમ ઈંસ્ટીટ્યૂટના સીઈઓ અદાર પૂનાવાલાએ પહેલા કહ્યું હતું કે કોવિશીલિડની કિંમત 1000 રૂપિયા પ્રતિ ડોઝ જઈ શકે છે. જો કે હાલ તો ભાવમાં આટલો વધારો થયો નથી. આ પહેલા સીરમ ઈંસ્ટીટ્યૂટ રાજ્ય સરકારો માટે વેકસીનના ભાવ 250 હતા જે હવે 400 રૂપિયા હશે. જો કે કેન્દ્ર સરકારને પહેલાની જેમ આ રસી 150 રૂપિયામાં જ મળશે. જે ભાવ વધ્યા છે તે રાજ્ય સરકારો અને ખાનગી હોસ્પિટલો માટે વધ્યા છે.

image source

દેશમાં કોરોનાના કેસ વધતાં રસીકરણ પણ વધુ ઝડપથી કરવામાં આવી રહ્યું છે. સરકારે જાહેર કર્યું છે કે આગામી 1 મેથી 18 વર્ષથી વધુની વયના દરેક વ્યક્તિને રસી આપવામાં આવશે. તેને ધ્યાનમાં રાખી હવે રસીનું ઉત્પાદન પણ ખૂબ ઝડપથી વધારવામાં આવનાર છે.

હાલ જેટલી રસી તૈયાર થાય છે તેમાંથી 50 ટકા કેન્દ્ર સરકારના વેકસીનેશન પ્રોગ્રામ હેઠળ આપવામાં આવે છે. જ્યારે અન્ય 50 ટકા રસી રાજ્યો અને ખાનગી હોસ્પિટલને આપવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા આ રસી સરકારી હોસ્પિટલમાંથી ફ્રીમાં આપવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *