ધનવાન બનવા અને રૂપિયાને ઘરમાં ખેંચી લાવવા આજે જ તમારા ઘરમાં લાવો આ છોડ

પૈસાદાર થવા માટે આ છોડ આજે જ ઘરે લાવો, ચુંબકની જેમ ખેંચી લાવશે પૈસા

image source

દુનિયામાં એવું કોણ છે જે પૈસાદાર થવા નથી ઇચ્છતું. જો એવું કોઈ હશે પણ, તો એની કોઈ પરવા કરવાનું નથી. આજના સમયમાં પૈસા એ જીવનની સૌથી મોટી જરૂરિયાત થઈને ઉભી રહી ગઈ છે. કારણ કે પૈસા વગર બધું જ નકામું છે અને બધું જ વ્યર્થ છે. જો એવું ન હોય તો આપણે આ રાત દિવસ જે ગધા મજુરી કરીએ છીએ એનું કારણ શું? કોઈ કારણ છે આપણું રાત દિવસ ન ઈચ્છવા છતાં કામ કરતુ રહેવાનું? નથી ને? તો કેમ આપણે કરી રહ્યા છીએ? જવાબ છે પૈસા, જીવન માટે જરૂરી રૂપિયાની જરરુ…

image source

દરેકની એવી ઈચ્છા હોય છે, કે એની પાસે અપાર ધન-સંપત્તિ હોય. એની પાસે ગાડી હોય, બંગલા હોય, જમીન હોય, બાળકો સારી સ્કુલોમાં ભણતા હોય વગેરે વગેરે. જો કે આ બધા સપના માત્ર સપના જ નથી હોતા એના માટે આપણે રાત દિવસ એક કરીને મહેનત પણ કરતા જ હોય છે. જો કે જરૂરી નથી કે દરેકની મહેનત યોગ્ય દિશામાં લાગે અથવા સફળ થાય. દરેકને એ બધું જ નથી મળતું જે ઈચ્છતા હોય છે, પણ તેમ છતાં સપનાઓ મોટા જ હોય છે.

અમુક માન્યતાઓ છે કે ક્રાસુલાનો છોડ ધન-સંપતિને પોતાની તરફ આકર્ષિત કરવામાં સહાયક નીવડે છે. તમે પણ આ છોડ પોતાના આંગણામાં લગાવીને મહેનત સાથે જ ધનને પણ પોતાના તરફ આકર્ષિત કરી શકો છો. તો ચાલો આજે તમને જણાવીએ આ છોડ વિશે વિગતે.

image source

• ક્રાસુલાને ‘મની ટ્રી’ તરીકે પણ ઓળખવામાં આવે છે. સામાન્ય લોકો ભલે ન ઓળખતા હોય, પણ ફેંગશુઇમાં તેનુ ખૂબ જ મહત્વ ગણાય છે. કહેવાય છે કે આ છોડ રૂપિયાને પોતાની તરફ ચુંબકની જેમ આકર્ષે છે.

• આ નાનકડો અને મખમલી છોડ ઘેરા લીલા રંગનો હોય છે. તેના પાન પહોળા હોય છે અને તે ઘણાં ફેલાવદાર પણ હોય છે, દેખાવે એકદમ ઘાસની જેવા જ.

image source

• અને હા, મની ટ્રીને રોપવામાં પણ વધુ મહેનત કરવી પડતી નથી. આ છોડ ખરીદીને કોઇ કુંડા કે જમીનમાં રોપી દો. પછી તે પોતાની રીતે જ ફેલાતો રહેશે. જો કે આ છોડને તડકા અને છાયડા બંને જગ્યાએ રોપી શકાય છે.

• આ છોડ વિશે એવી માન્યતા છે કે આ છોડ સકારાત્મક ઉર્જા અને ધનને પોતાની તરફ આકર્ષિત કરે છે. જરૂરી છે કે તેને ઘરના મુખ્ય દ્વારની જમણી બાજુમાં રોપવામાં આવે. એક વાર રોપો અને પછી જુઓ, કેવી રીતે તમારા ઘરમાં ધનની વર્ષા થવા લાગે છે.

image source

• સારી વાત તો એ છે કે આ છોડની વધુ સારસંભાળ રાખવાની પણ જરૂર નથી રહેતી. નિયમિત પણે આ છોડને પાણી આપવાની પણ જરૂર નથી. જો તમે રોજ ન કરી શકો તો આ છોડને 2-3 દિવસ બાદ પણ પાણી આપી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત