દુનિયાની 7 અજાયબીઓ વિશે તો તમે ઘણું વાંચ્યું હશે પણ આજે જુઓ દુનિયાના વિવિધ ખૂણે વસેલા અજાયબ ઘરો

દુનિયામાં એવા માણસોનો કોઈ તોટો નથી જે પોતાના અલગ વિચારો અને અલગ પ્રયોગોને લઈને બધાથી અલગ તરી આવે છે. વળી, અમુક લોકોને અલગ પ્રકારનું ઘર બનાવવાનો શોખ હોય છે.

image source

ત્યારે આજના આ જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં અમે આપને એવા અવનવા ઘરો વિષે વાત કરવાના ચ્હહીએ જેના વિષે જાણી / જોઈને તમે પણ આશ્ચર્યમાં મુકાઈ જશો. તો ચાલો જોઈએ અવનવા ઘરોની રસપ્રદ વિગતો.

image source

ગજબ દેખાતું આ ઘર તુર્કી દેશમાં આવેલું છે. આ ઘરઅન્ય ઘરોથી વિશેષ એ કારણે છે કે તેનું નિર્માણ જ્વાળામુખીની રાખ વડે કરાયું છે. વૈજ્ઞાનિકોના મંતવ્ય મુજબ લખો વર્ષો પહેલા આ વિસ્તારની નજીકમાં એ જ્વાળામુખી વિસ્ફોટ થયો હતો અને તેનો લાવા આખા વિસ્તારમાં ફેલાઈ ગયો હતો. આ કારણે અહીં ક્યાંક ઊંચા ઊંચા પહાડો બની ગયા અને તે પહાડોમાં જ લોકોએ પોતાના ઘરો બનાવી લીધા.

image source

પાણીના વચ્ચોવચ્ચ બનેલું અને દેખાવમાં પણ સુંદર લાગતું આ ઘર સર્બિયા દેશનું છે. ચારે બાજુએ જંગલ અને પાણીથી ઘેરાયલા અહીંના વાતાવરણમાં આ ઘરની રચના ખરેખર મનને મોહી લે તેવી છે. કહેવાય છ્હે કે આ ઘર લગભગ 50 વર્ષ જૂનું છે અને ઘર સુધી પહોંચવા માટે એક જ રસ્તો છે કે પાણીમાં હોળી ચલાવીને ઘર સુધી પહોંચવું. જો કે પાણીમાં તરીને પણ ઘર સુધી પહોંચી શકાય છે પણ તે ખતરનાક દરિયાઈ જીવોના કારણે જોખમી રસ્તો છે.

પથ્થરો વડે બનેલું આ ઘર સાવ અજબ – ગજબ છે. આ ઘરને ” હાઉસ ઓફ સ્ટોન્સ ” એટલે કે પથ્થરનું ઘર પણ કહેવામાં આવે છે. પોર્ટુગલમાં આવેલું આ ઘર 1974 માં બન્યું હોવાનું મનાય છે. આ ઘરની સૌથી મોટી ખાસિયત એ છે કે ઘરની અંદર એક સ્વિમિંગ પુલ પણ છે જેણે પાથત્રોને ઘસીને બનાવવામાં આવ્યો છે.

 

image source

આ ઘરને ” વન લોગ હાઉસ ” કહેવામાં આવે છે. અમેરિકામાં આવેલા આ ઘરને 2000 વર્ષ જુના એક વિશાળ વૃક્ષના થડમાં બનાવવામાં આવ્યું છે. ઘરની અંદર લગભગ 13 ફૂટ લાંબી જગ્યા છે જેમાં એક બેડરૂમ પણ બનાવવામાં આવ્યો છે અને અન્ય જરૂર મુજબની ચીજવસ્તુઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે.