લાઈવ સેશનમાં બંને કોરોના, ક્રિકેટ સહિતની બાબતો પર વાત કરી રહ્યા હતા

છેલ્લા કેટલાક દિવસોથી પૂર્વ ભારતીય ઓલરાઉંડર યુવરાજ સિંહ સતત ચર્ચામાં છવાયેલો છે.

image source

ક્યારેક શાહિદ આફ્રીદી સાથેના વિવાદિત નિવેદન પર તો ક્યારે ધોની પર ઉઠાવેલા પ્રશ્નોના કારણે તે ચર્ચામાં રહ્યો છે. પરંતુ ફરી એકવાર યુવરાત નવા વિવાદમાં ફસાયો છે. જેના કારણે તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં આ વખતે યૂઝર્સ એટલા નારાજ છે કે ટ્વીટર પર #યુવરાત માફી માંગો ટ્રેંડ કરી રહ્યું છે.

આ વિવાદ યુવરાજ સિંહે કરેલા એક લાઈવના કારણે સર્જાયો છે. વાત એમ છે કે રોહિત શર્મા સાથે યુવરાજે એક ઈંસ્ટા લાઈવ ચેટ કરી હતી. આ ચેટ સેશન દરમિયાન યુવરાજ સિંહએ જાતિસૂચક શબ્દનો ઉપયોગ કર્યો હતો. જેના કારણે આ વિવાદ શરુ થયો છે. આ ચેટ પૂર્ણ થયા પછી ટ્વીટર પર યુવરાજ માફી માંગોનું હૈશટેગ ટ્રેંડ થઈ રહ્યું છે.

લોકડાઉનમાં મોટાભાગના ક્રિકેટર્સ ઈંસ્ટા લાઈવ કરી સમય પસાર કરી રહ્યા છે. યુવરાજ પણ થોડા દિવસો પહેલા ભારતના બેટ્સમેન રોહિત શર્મા સાથે લાઈવ આવ્યો હતો. લાઈવ સેશનમાં બંને કોરોના, ક્રિકેટ સહિતની બાબતો પર વાત કરી રહ્યા હતા. આ ચર્ચા દરમિયાન લેગ સ્પિનર યજુવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવનો ઉલ્લેખ કરવામાં આવ્યો. યજુવેંદ્ર ચહલના ટિકટોક વીડિયો પર વાત શરુ થઈ કે તે હાલ પોતાના પરીવાર સાથે ટિકટોક પર ઘણો વ્યસ્ત કરે છે. આ ચર્ચા ચાલતી હતી ત્યારે યુવરાજે એક જાતિસૂચક શબ્દનો ઉપયોગ કર્યો. આ શબ્દના ઉલ્લેખથી લોકો નારાજ થયા છે.

image source

થોડા દિવસ પહેલા યુવરાજ શાહિદ આફ્રિદી સાથએ વિવાદીત નિવેદન બાદ ટ્રોલ થયો હતો. આ સમયે બન્યું હતું એવું કે આફ્રિદીએ થોડા દિવસ પહેલા પીઓકે જઈ ભારતના વડાપ્રધાન મોદી વિરુદ્ધ વિવાદિત નિવેદન આપ્યું હતું. ત્યારબાદ હરભજન સિંહ અને યુવરાજ સિંહ પણ ટ્રોલ થયા હતા. તે સમયે પણ ફેન્સે ક્રિકેટરોને માફી માંગવા કહ્યું હતું. આ બંને ખેલાડીએ આફ્રિદી ફાઉંડેશનની મદદ કરી હતી અને લોકોને પણ અપીલ કરી હતી કે તેને આર્થિક મદદ કરે. આ વાત પર લોકો યુવરાજ અને હરભજન પર ભડક્યા હતા.

source : news18

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત