નોકરી શોધવા જતા મુલાકાત થઇ એક ક્રિકેટર સાથે, અને પહેલી નજરમાં જ એકબીજાને દિલ દઇ બેઠા
નોકરી શોધી રહી હતી આ છોકરી,અચાનક આ ક્રિકેટરને મળી ને થઈ ગયો પહેલી જ નજરે પ્રેમ.
જેપી ડ્યુમીની અને એમની પત્ની સૂ ડ્યુમીની ની પ્રેમ કહાની છે ખૂબ જ રસપ્રદ

સાઉથ આફ્રિકાના જાણીતા બેટ્સમેનમાંથી એક રહ્યા છે જેપી ડ્યુમીની. જેપી ડ્યુમીની એમની જબરદસ્ત બેટિંગ માટે જાણીતા હતા. ડ્યુમીની ઘણીવાર મિડલ ઓર્ડરમાં રહીને જોરદાર બેટિંગ કરીને સાઉથ આફ્રિકાની ક્રિકેટ ટીમને હારેલી મેચ પણ જીતાડી દીધી છે..આ ખેલાડીએ સાઉથ આફ્રિકા માટે 199 વનડે મેચમાં 5117 રણ બનાવ્યા છે. એ સાથે એમને 81 T20 મેચમાં 38થી પણ વધારે એવરેજથી 1934 રન ફટકાર્યા છે.ડ્યુમીની એ સાઉથ આફ્રિકા માટે 46 ટેસ્ટ મેચમાં બે હજારથી વધુ રન બનાવ્યા છે. ડ્યુમીની ક્રિકેટના મેદાન પર તો હીરો હતા જ પણ એમની અંગત જિંદગી પણ ખૂબ જ રસપ્રદ રહી છે. આ ખેલાડીની પત્ની સાઉથ આફ્રિકા માં ઘણી જ ફેમસ છે.

ડ્યુમીની ની પત્નીનું નામ સૂ છે. સૂ ટ્રાવેલ વેબસાઈટમાં કામ કરે છે અને એ સાથે જ એ 2 બાળકોની માતા પણ છે.સૂ ડ્યુમીની ની સુંદરતાના લોકો દીવાના છે. સૂ કોઈક સુપર મોડેલથી જરાય ઓછી નથી લાગતી.
સૂ ડ્યુમીની બે બાળકોની માતા છે પણ એ આજે પણ બહુ જ ફિટ દેખાય છે. સૂ ના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ પણ થયા હતા
સૂ ડ્યુમીની અને જેપી ડ્યુમીની ની પ્રેમ કહાની ઘણી જ રસપ્રદ છે.સૂ એ એક ઇન્ટરવ્યૂમાં પોતાની પ્રેમ કહાની વિશે વાત કરી હતી. એમના કહેવા પ્રમાણે એમને પહેલી નજરમાં જ જેપી ડ્યુમીની સાથે પ્રેમ થઈ ગયો હતો. સૂ એ આગળ જણાવ્યું હતું કે તે પોતે ભણી લીધા બાદ નોકરી શોધવા કેપટાઉન આવી હતી અને વર્ષ 2008માં એમને જેપી ડ્યુમીની મળી ગયા અને બન્નેને એકબીજા ને જોતાવેંત પ્રેમ થઈ ગયો.

સૂ એ જણાવ્યું કે હતું કે પ્રેમના એકરાર કર્યાના બે અઠવાડિયામાં જ જેપી ડ્યુમીની ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર જતાં રહ્યાં હતાં. જેપી ત્યાં બે મહિના સુધી રહ્યા અને સૂ ને આ બે મહિના બે વર્ષ જેવા લાગ્યા. તમને જણાવી દઈએ કે લગભગ 2 વર્ષ એકબીજાને ડેટ કર્યા પછી 25 જૂન 2011માં આ બન્ને એ લગ્ન કરી લીધા.અને હજી સુધી સફળ લગ્નજીવન જીવી રહ્યા છે. જેપી અને સૂ ને ઇઝબેલા નામની એક દીકરી છે જેનો જન્મ 2015માં થયો હતો. અને સૂના સોશિયલ મીડિયા પરના અપડેટ પરથી જાણવા મળ્યું છે કે આ યુગલ હવે બીજા બાળકની રાહ જોઈ રહ્યું છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત