ઓસ્ટ્રેલિયાનો સ્ટાર બેટ્સમેન આ ભારતીય યુવતી સાથે ફરશે ફેરા, બનશે ભારતનો જમાઇ

ગ્લેન મેક્સવેલ બનશે ભારતનો જમાઈ, આ ભારતીય યુવતી સાથે કરશે લગ્ન, જાણો વિગત

વિની સાથે લગ્નના બંધનમાં બંધાવાની સાથે જ મેક્સવેલ ભારતીય યુવતી સાથે લગ્ન કરનારો બીજો ઓસ્ટ્રેલિયન ક્રિકેટર બની જશે. શૉન ટેટ પણ ભારતીય યુવતી સાથે લગ્ન કરી ચુક્યો છે. ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક બેટ્સમેન ગ્લેન મેક્સવેલે તેની ભારતીય ગર્લફ્રેન્ડ વિની રામન સાથે સગાઈ કરી છે. મેકસવેલ અને તેની મંગેતર વિનીએ તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી તેમના ફેન્સ અને સંબંધિઓને આ અંગે માહિતગાર કર્યા છે. મેક્સવેલ અને વિની ઘણા દિવસોથી એકબીજાને ડેટ કરતા હતા પરંતુ હવે તેમણે લગ્નના બંધનમાં બંધાવાનો ફેંસલો કર્યો છે.મૂળ ભારતીય વિની રમન સાથે ઓસ્ટ્રેલિયાનાં ધુરંધર બેટ્સમેન ગ્લેન મેક્સવેલે એક વર્ષ પહેલા સગાઈ કરી હતી, જેનાં એક વર્ષની તેઓ ઉજવણી કરી રહ્યાં છે.

 

View this post on Instagram

 

A post shared by Glenn Maxwell (@gmaxi_32)


મેક્સવેલે તસવીર સાથે રિંગવાળી ઈમોજી પોસ્ટ કરી

મેક્સવેલે વિની સાથેની એક તસવીર શેર કરી છે. જેમાં વિની સગાઈની વીંટિ બતાવતી હોય તેવો પોઝ આપ્યો છે. મેક્સવેલે આ તસવીરની સાથે રિંગવાળી ઈમોજી પણ પોસ્ટ કરી છે.

કોણ છે વિની રમન

 

View this post on Instagram

 

A post shared by Glenn Maxwell (@gmaxi_32)


વિનીએ પણ તેના ઈન્સ્ટાગ્રામ પર આ તસવીર પોસ્ટ કરીને લખ્યું, ગત સપ્તાહે મને ખૂબ પ્રેમ કરતાં વ્યક્તિએ પૂછ્યું લગ્ન કરીશ ? જે બાદ વિનીએ ખુશી અને રિંગની ઈમોજી બતાવી હેશટેગ સાથે યસ લખ્યું છે. વિની ઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં રહે છે અને વ્યવસાય ફાર્માસિસ્ટ છે. વિની રમને જ મેક્સવેલના માનસિક સ્વાસ્થ્યની ઓળખ કરી હતી. તે માનિસક અને શારીરિક રીતે થાકી ચુક્યો હતો. જે બાદ ગત વર્ષે તેમણે માનસિક સ્વાસ્થ્યના કારણે ક્રિકેટમાંથી બ્રેક લેવાની જાહેરાત કરી હતી.

સગાઈને એક વર્ષ પૂરું થયું

ઓસ્ટ્રેલિયાનો સ્ટાર ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ તેની એંગેજમેન્ટ એનિવર્સરીની ઉજવણી કરી રહ્યો છે. તેણે તેની એંગેજમેન્ટને એક વર્ષ પૂરુ કર્યું અને તેની ભારતીય મંગેતર વિનિ રમન સાથે સોશિયલ મીડિયા પર ફોટો શેર કર્યો હતો. વિની રમન એક ફાર્માસિસ્ટ છે જે મૂળ ભારતીય છે.

ટૂંક સમયમાં કરશે લગ્ન

 

View this post on Instagram

 

A post shared by VINI (@vini.raman)


ગ્લેન મેક્સવેલે તેની પોસ્ટમાં લખ્યુ કે, 1 વર્ષ પહેલા મેં તે સાહસી કામ કર્યુ હતું જે એક માણસ કરી શકે છે. લવ યુ વીની રમન અને હવે હુ તારી સાથે ઘરડો થવાની રાહ નથી જોઈ શકતો. ગત વર્ષે ફેબ્રુઆરીમાં ગ્લેન મેક્સવેલે ઈન્સ્ટાગ્રામ પર પોતાની એન્ગેજમેન્ટની જાહેરાત કરી હતી. હવે ટૂંક સમયમાં વિની અને મેક્સવેલ લગ્ન કરવા જઈ રહ્યાં છે. ગ્લેને વિની સાથે એક વર્ષે પહેલા ઈન્ડિયન સ્ટાઇલમાં સગાઈ કરી હતી.

મંગેતરે ખૂબ સાથ આપ્યો હતો

 

View this post on Instagram

 

A post shared by VINI (@vini.raman)


વિની રમન સાથે લગ્ન કર્યા બાદ મેક્સવેલ શોન ટેટ બાદ બીજો ઓસ્ટ્રેલિયન પ્લેયર બની જશે જેણે ભારતીય મૂળની છોકરી સાથે લગ્ન કર્યાં છે. મેક્સવેલે એક ખુલાસો કર્યો હતો હતો કે, તેની માનસિક સ્થિતિ ખરાબ હતી ત્યારે વિની રમને તેની માનસિક સ્વાસ્થ્ય અંગેની ઓળખ કરી હતી. મેક્સવેલ માનસિક અને શારિરીક રીતે ખૂબ થાકી ગયો હતો, જેનાં લીધે તેણે ઓક્ટોબર 2019માં માનસિક સ્વાસ્થ્યને લીધે બ્રેક લેવો પડ્યો હતો. જેથી તે સમયે શ્રીલંકા સામેની બે મેચમાં રમ્યા બાદ સિરીઝમાંથી ખસી ગયો હતો.

મેક્સવેલની IPL ફ્રેન્ચાઈઝી થઈ નારાજ ?

 

View this post on Instagram

 

A post shared by VINI (@vini.raman)


IPL 2020માં કિંગ્સ ઇલેવન પંજાબે મેક્સવેલને 10.75 કરોડ રૂપિયામાં કરારબદ્ધ કર્યો છે. મેક્સવેલની આઈપીએલ પંજાબે આ શાનદાર વાતનો ખુલાસો મોડેથી કરવા બદલ નારાજગી વ્યક્ત કરી છે. પંજાબે આ તસવીર પર કમેન્ટ કરતાં લખ્યું, એક સપ્તાઇ થઈ ચુક્યું છે અને આ અંગે હવે અમે સાંભળી રહ્યા છે. આ સાથે પંજાબે નિરાશાવાળી ઈમોજી પણ પોસ્ટ કરી છે.

ઓસ્ટ્રેલિયન ટીમમાંથી બહાર છે મેક્સવેલ

 

View this post on Instagram

 

A post shared by VINI (@vini.raman)


31 વર્ષીય ગ્લેન મેક્સવેલ હાલ કોણીની ઈજાના કારણે સાઉથ આફ્રિકા પ્રવાસે ગયો નથી. તેની કોણી પર ઓર્થોસ્કોપિક સર્જરી કરવામાં આવશે. આ કારણે તે ટીમ સાથે સાઉથ આફ્રિક પ્રવાસે ગયો નથી અને મેડિકલ લીવ દરમિયાન સગાઈ કરી હતી. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના જાણાવ્યા મુજબ, ઈજાના કારણે મેક્સવેલ આશરે 6 થી 8 મહિના રમતથી દૂર રહેશે.

મેક્સવેલની આંતરરાષ્ટ્રીય કરિયર

 

View this post on Instagram

 

A post shared by VINI (@vini.raman)


મેક્સવેલ ઓસ્ટ્રેલિયા તરફથી 7 ટેસ્ટમાં એક સદીની મદદથી 339 રન બનાવી ચુક્યો છે. જ્યારે 110 વન ડેમાં 1 સદી અને 19 અડધી સદીની મદદથી 2877 રન બનાવી ચુક્યો છે. ટી-20 ક્રિકેટમાં 61 મેટમાં 160ના સ્ટ્રાઇક રેટથી 1576 રન બનાવ્યા છે. ટી-20 ક્રિકેટમાં તે ત્રણ સદી અને 7 અડધી સદી લગાવી ચુક્યો છે. ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં તેનો સર્વોચ્ચ સ્કોર નોટઆઉટ 154 રન છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!