‘સાવધાન ઇન્ડિયા’, ‘ક્રાઇમ પેટ્રોલ’ જેવા હિટ શોમાં કામ કરનાર અભિનેત્રીને આવી પૈસાની તંગી, ચોરીના રવાડે ચડી

ટીવી પર ક્રાઇમને ઉજાગર કરનાર સત્ય ઘટના પર આધારીત સિરિયલો ચલાવવામા આવી રહી છે કે જેથી લોકો સાવચેત રહે અને આવા કામ કરનારા લોકો અટકે. આપણા દેશમા ઘણા સમયથી ‘ક્રાઇમ પેટ્રોલ’ તથા ‘સાવધાન ઇન્ડિયા’ જેવી સિરિયલો ચાલી રહી છે. આ સિરિયલોને લોક મોટી સંખ્યામા જોઇ પણ રહ્યા છે. પણ હાલમા આ સિરિયલમા કામ કરતા બે ટીવી એક્ટ્રેસની ચોરીના ગુનામાં આવ્યા છે અને મુંબઈ પોલીસે તેમની ધરપકડ પણ કરી લીધી હતી.

image source

મળતી માહિતી મુજબ લૉકડાઉનના સમયમા સિરિયલ બંધ હતી જેથી બંને આર્થિક રીતે સંક્ડામણમા હતા જેથી તેમણે આવુ પગલુ ભર્યુ હતુ. તેમનો એક મિત્ર મુંબઈની આરે કોલોનીમાં પેઇંગ ગેસ્ટ ચલાવતો હતો. અહીંયા બંને થોડાં સમય પહેલાં જ આવી હતી. આ વિશે વિગતે વાત કરવામા આવે તો આરે કોલોનીના રોયલ પામ વિસ્તારમાં આવેલી એક બિલ્ડિંગમાં રહેતા વ્યક્તિના ઘરે 18 મેના રોજ આ બંને એક્ટ્રેસ પેઇંગ ગેસ્ટ બનીને રહેવા આવી હતી. આ દરમિયાન તેમણે આ ચોરી કરી હતી. આ માટે તેઓએ પ્લાનીંગ મુજબ પહેલા ઘરમાં પહેલેથી રહેતા પેઇંગ ગેસ્ટના લૉકઅપમાંથી 3 લાખ 28 હજાર રૂપિયા લઈને રફુચક્કર થઈ ગઈ હતી.

image source

આ પછી જ્યારે પેઇંગ ગેસ્ટને આ વિશે જાણ થઈ ત્યારે તેઓએ આરે પોલીસ સ્ટેશનમાં આ વિશે જાણ કરી હતી. વાત કરીએ આ બે એકટ્ર્સની તો તેમના નામ છે સુરભિ સુરેન્દ્રલાલ શ્રીવાસ્તવ (25) તથા મોસિના મુખ્તાર શેખ (19). તે પેઇંગ ગેસ્ટે આ બન્નેએ જ પૈસાની પોટલી ચોરી હોવાની વાત કરી હતી. આ બાદ પોલીસે તે અંગે જ્યારે તપાસ કરી ત્યારે CCTV ફુટેજની પરથી તમામ હકિકત સામે આવી ગઈ હતી. CCTV ફુટેજમા જોઈ શકાય છે કે તે બંને એક્ટ્રેસિસ પોટલી સાથે બહાર જઈ રહી છે.

image source

આ પછી પોલીસે તેમને પક્ડી અને બંનેને CCTV બતાવ્યા. તે જોયા બાદ તે બન્ને સાવ ભાંગી પડ્યાં હતાં અને પોતાનો ગુનો કબૂલ કરી લીધો હતો. આ વિશે આરે પોલીસ સ્ટેશનના વરિષ્ઠ અધિકારી નૂતન પાવરે સાથે થયેલી વાતચીતમા તેમણે કહ્યું હતું કે બંનેએ ‘ક્રાઇમ પેટ્રોલ’ તથા ‘સાવધાન ઇન્ડિયા’ ઉપરાંત પણ અનેક વેબ સિરીઝમાં કામ કર્યું છે. છતા પણ આજે આવા ગુનો કર્યો છે. મળતી માહિતી મુજબ પોલીસે આ બંને પાસેથી ચોરી કરેલા 50 હજાર રૂપિયા જપ્ત કર્યાં છે.

image source

ત્યારબાદ આગળની કાર્યવાહીના ભાગરૂપે બંનેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને કોર્ટે 23 જૂન સુધી પોલીસ કસ્ટડીમાં પણ મોકલી હોવાનુ જાણવા મળ્યુ છે. આ બન્ને એકટ્ર્સના આવા કામની ખબર જ્યારે બહાર આવી ત્યારે તેમની હવે ખુબ નિંદા થઈ રહી છે. જ્યારે સિરિયલોમા એક સમયે જે ગુના ન કરવા જોઇએ તેની સમજ લોકો સામે મુકતા એકટ્ર્સ પણ જ્યારે આવા ગુનાઓ કરવા માંડે ત્યારે સમાજ પર તેની ઘણી અસર થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!