જાણો આ કાગડા વિશે, જે આત્મહત્યા કરનારનો બચાવે છે જીવ

આત્મહત્યા કરનારનો જીવ બચાવે છે આ કાગડો, જાણો શુ છે રહસ્ય.

image source

મરી જવું એ બહુ મોટો ગુનો છે. બધા જ દુઃખ, તકલીફો, ખુશીઓ, અસંતુષ્ટિ, નેમ, ફેમ કે બદનામીનું અસ્તિત્વ ત્યાં સુધી જ છે જ્યાં સુધી તમારો શ્વાસ ચાલી રહયા છે.એકવાર શ્વાસ અટકી જાય પછી કઈ જ બાકી નથી રહેતું. ના તમારું દુઃખ, ના તમારી તકલીફો, ના તમારું નામ, ના તમારા પૈસા. પણ તો ય લોકો આત્મહત્યા કરી લે છે. કઈ જ સમજ્યા વિચાર્યા વગર પોતાના જીવ જેવી કિંમતી વસ્તુને આમ જ લૂંટાવી દે છે.

કદાચ આત્મ હત્યા કરનારને એમ લાગે છે કે એ જીવ આપી દેશે એટલે એના દુઃખ, એની તકલીફોથી એને છુટકારો મળી જશે. અને હા કદાચ એને તો છુટકારો મળી જ જાય છે પણ એ મરનારની પાછળ એના પરિવારને પડતા દુઃખ અને તકલીફનો વિચાર સુદ્ધા પણ આવે ને તો કોઈ વ્યક્તિ આત્મહત્યા કરવાનું વિચારે પણ નહીં.

image source

તમે બધા એ ઘણા બધા એવા રહસ્યભર્યા કિસ્સા સાંભળ્યા જ હશે જેને સાંભળ્યા પછી તમારા આશ્ચર્યનો પાર ન રહે, પણ આજે અમે તમને જણાવીશું કે અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર એક કાગડો અત્યાર સુધી ઘણા લોકોનો જીવ બચાવી ચુક્યો છે. કહેવામાં આવે છે કે એક દંપતીએ નદીમાં કૂદીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ આ કાગડાએ એમનો જીવ બચાવી લીધો હતો.

image source

આસપાસના લોકોનું કહેવું છે કે આ દંપતીએ જેવો નદીમાં કૂદકો માર્યો કે તરત જ આ કાગડો ફાયર બ્રિગેડની ઓફિસે પહોંચીને કા કા કા કા કરવા લાગ્યો. અને બરાબર એ જ સમયે ફાયર બ્રિગેડની ઓફિસમાં એક ફોન આવ્યો, જેમાં કહેવામાં આવ્યું કે સાબરમતી રિવરફ્રન્ટ પર એક દંપતીએ નદીમાં કૂદકો મારી દીધો છે. ફાયર બ્રિગેડની ટિમ તાત્કાલીક ધોરણે રિવરફ્રન્ટ પર પહોંચી ગઈ અને આખરે એ દંપતિનો જીવ બચાવી લીધો.

image source

એવું કહેવામાં આવે છે કે જ્યારે જ્યારે અહીંયા કોઈ આત્મહત્યા કરવા માટે આ નદીમાં કૂદકો મારે છે ત્યારે ત્યારે આ કાગડો ફાયર બ્રિગેડની રેસ્ક્યુ ટીમને સૂચના આપવા માટે એમના ઓફીસ પહોંચી જાય છે અને ત્યાં જઈને કા કા કા કા કરવા લાગે છે. ફાયર બ્રિગેડની રેસ્ક્યુ ટીમનું કહેવું છે કે “જ્યારે જ્યારે નદીમાં કોઈ પડે છે તો ફોન આવતા પહેલા જ આ કાગડા દ્વારા અમને ખબર પડી જાય છે કે નદીમાં કોઈ પડ્યું છે. આ કાગડાની સૂચનાથી જ અમારી ટિમ સાબરમતી રિવરફ્રન્ટ પર રેસ્ક્યુ માટે પહોંચી જાય છે.”

source : rochakkhabre

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત