જમ્મૂ કાશ્મીર : એક સપ્તાહમાં બીજીવાર CRPFની ટુકડી પર આતંકીઓનો હુમલો, એક જવાન ઘાયલ

ગલવાન ઘાટીમાં ચીન અને જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ સતત ઘાત લગાવીને બેઠા હોય તેમ જણાય છે. રવિવારે ફરી એકવાર આતંકીઓએ જવાનો પર હુમલો કર્યાની ઘટના બની હતી. જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.

Image Source

આ અંગે જાણવા મળતી વિગતો અનુસાર જમ્મુ-કાશ્મીરના પુલવામા વિસ્તારમાં આતંકીઓએ CRPFની ટુકડી પર હુમલો કર્યો હતો. પેટ્રોલિંગ કરતી ટુકડી પર આ હુમલો IEDથી કરાયો હતો. આ હુમલામાં એક જવાન ઘાયલ થયો હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રોના જણાવ્યાનુસાર આતંકવાદીઓ કોઈ મોટો ધમાકો કરવા ઈચ્છતા હતા પરંતુ સેનાના જવાનોની સતર્કતાના કારણે તેમનો પ્લાન નિષ્ફળ ગયો છે. હુમલા બાદ જવાનોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે અને સઘન ચેકીંગ હાથ ધર્યું છે.

Image Source

અત્રે ઉલ્લેખનીય છે કે જૂન માસથી જમ્મુ-કાશ્મીરના અલગ અલગ વિસ્તારોમાં આતંકીઓની ઘુસપેઠ વધી છે. અહીંના બારામુલા જિલ્લાના સોપોરમાં 4 દિવસ પહેલા પણ સીઆરપીએફ પર હુમલો થયો હતો. ફાયરિંગમાં એક જવાન શહીદ થયા હતા અને ત્રણ ઘાયલ થયા હતા. આતંકવાદીઓના ફાયરિંગમાં એક સ્થાનિક નાગરિકનું પણ મોત થયું હતું. જેની સાથે તેનો ત્રણ વર્ષનો પૌત્ર પણ હતો. સુરક્ષાદળે બાળકને બચાવી લીધું હતું.

Image Source

આ સિવાય જવાનોએ 28 મેના રોજ આતંકીઓના હુમલાને નિષ્ફળ કર્યો હતો. તે સમયે બાંદીપોરા જિલ્લામાં રાજપુરા રોડ પર શાદીપુરાની પાસે એક સફેદ સેન્ટ્રો કાર સેનાને મળી હતી જેમાં આતંકીઓેએ IED ફીટ કર્યું હતું. કારની અંદર વિસ્ફોટક રાખવામાં આવ્યા હતા. પરંતુ આ અંગે મળેલી બાતમીના આધારે સેનાએ આસપાસના વિસ્તારને ખાલી કરાવી અને પછી બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડે કારને ઉડાવી દીધી હતી. આ કારમાં 40-50 કિલો વિસ્ફોટક રાખવામાં આવ્યા હતા. આ જ પ્રકારે પુલવામામાં ગત વર્ષે હુમલો થયો હતો જેમાં 44 જવાનો શહીદ થયા હતા.

Image Source

14 ફેબ્રુઆરી 2019ના રોજ આતંકવાદીએ વિસ્ફોટકથી ભરેલી એક કારને સીઆરપીએફના જવાનો સાથે જતી બસ સાથે અથડાવી હતી. હુમલાની જવાબદારી આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે લીધી હતી. પુલવામા હુમલો કાશ્મીરમાં થયેલા હુમલાઓમાં સૌથી મોટો આતંકી હુમલો હતો. જેમાં આતંકીઓએ 350 કિલો IEDનો ઉપયોગ કર્યો હતો.

Image Source

વર્ષ 2020માં મે તેમજ જૂન માસ દરમિયાન જમ્મૂ કાશ્મીરમાં આતંકીઓની ઘુષણખોરી વધી હોવાનું પણ સામે આવ્યું છે. છેલ્લા એક માસમાં સેનાએ સતત પેટ્રોલિંગ કરી કેટલાક આતંકીઓને ઠાર પણ કર્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત