7 દિવસની નોનસ્ટોપ મુસાફરી કરી સાત સમુંદર પારથી આવ્યા 2 ખાસ મહેમાન

બીજા દેશના પ્રવાસી પક્ષીઓ ભારત આવે તે નવી વાત નથી. વર્ષ દરમિયાન અલગ અલગ સીઝનમાં ભારતના વિવિધ પ્રદેશોમાં પ્રવાસી પક્ષીઓ આવી વસવાટ કરે છે.

image source

પરંતુ તાજેતરમાં જે 2 પક્ષી આવ્યા છે તેના વિશે જાણી સૌ કોઈ આશ્ચર્યમાં પડી જાય છે. આ 2 પક્ષી ખાસ એટલા માટે છે કે તે 7 દિવસમાં 6000 કિમીની ઉડાન ભરી નોન સ્ટોપ ભારત આવ્યા છે.

કોયલ પ્રજાતિના આ બે પક્ષીઓ બયાન અને ઓનાન છે. આ બંનેની સ્ટોરી લોકોમાં ચર્ચાનો વિષય બની છે. કેન્યા અને સોમાલિયાથી આ બંને ભારત આવ્યા છે. આ સફર નોનસ્ટોપ હતો તે વાતની જાણકારી તેમના પર સેટ કરવામાં આવેલા ખાસ ગેજેટ વડે મળી છે. તો ચાલો જોઈએ આ 2 મહેમાનની સાત સમુંદર પાર કરવાની સફર.

ઓનાનએ કેન્યા અને બયાને સોમાલિયાથી ઉડાન ભરી હતી. આ બંને અરબ સાગરના રસ્તે ભારત આવ્યા છે. 1 સપ્તાહના આ સમયમાં તેમણે 6000 કિમીનો રસ્તો કાપ્યો છે. આ પક્ષીઓ ક્યાંય પણ અટક્યા નથી. તેઓ ખોરાક ખાવા કે આરામ કરવા પણ રોકાયા નથી.

image source

તેમણે આ સફર પર નીકળતા પહેલા એનર્જી સ્ટોર કરી હતી. આ પક્ષીઓને સોલર પાવરથી ચાલતા ટ્રાંસમિટરથી ટ્રેક કરવામાં આવ્યા હતા. આ ટ્રેકર 4.3 ગ્રામનું હોય છે અને તેનાથી પક્ષીઓને કોઈ સમસ્યા થતી નથી. આ ગેજેટ સેટેલાઈટને સિગ્નલ મોકલે છે અને સેટેલાઈટ તેને પૃથ્વી પર મોકલે છે.

image source

ઓનન 29 એપ્રિલે કેન્યાથી ઉડી હતી અને 4 મેએ મધ્ય પ્રદેશ પહોંચી હતી. તે અરબ સાગરથી થઈ ભારત પહોંચી અને ભારતમાં પણ તેણે 600 કિમીની યાત્રા કરી હતી. આ એક સપ્તાહમાં પક્ષીએ 6300 નોનસ્ટોપ યાત્રા કરી અને હવે તે બાંગ્લદેશ પહોંચી છે. બયાન સોમાલિયાથી 2 મેએ ઉડી હતી અને તે પણ અરબ સાગરથી થઈ અને અટક્યા વિના નોન સ્ટોપ 6 મેએ ગુજરાત પહોંચી હતી. તે 5800 કિમીની યાત્રા કરી કલકત્તા, પશ્ચિમ બંગાળ પહોંચી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત