જો તમે પણ સલાડમાં કાકડી-ટામેટાં એક સાથે ખાતા હોવ તો સાવધાન, જાણી લો નહિં તો હોસ્પિટલના બીલ ભરવામાં થાકી જશો

ભોજનમાં સ્વાદ વધારવા માટે ઘણા ખરા લોકો કાકડી અને ટમેટાંનો સલાડ કરીને ખાતા હોય છે. ખાસ કરીને ગરમીનાં દિવસોમાં આ સલાડને શરીર માટે સ્વાસ્થ્ય વર્ધક માનવામાં આવે છે. પરંતુ જે કાકડી અને ટમેટાં તમે સલાડ તરીકે સારા સ્વાસ્થ્ય માટે ખાવ છો તે તમારા શરીરનું પાચનતંત્ર ખરાબ કરી શકે છે. સ્વાદની દ્રષ્ટિએ ભલે આ બન્ને રસદાર ખોરાક તમને ભાવતા હોય પણ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તે હાનીકારક છે.

image source

સ્વાસ્થ્ય એક્સપર્ટના જણાવ્યા મુજબ કાકડીમાં પૌષ્ટિક તત્વો ઉપલબ્ધ છે જે શરીરને હાઈબ્રેટેડ રાખે છે. કાકડીમાં એક એવો ગુણ પણ છે જે શરીરમાં વિટામિન સી નું અવશેષણ સાથે હસ્તક્ષેપ કરે છે. આ માટે ટમેટાં અને કાકડી એક સાથે ભેગા ન કરવાની સલાહ અપાય છે. બીજું કારણ એ છે કે કારણ અને ટમેટાંનું પાચન અલગ અલગ રીતે થાય છે.

ટમેટાં અને કાકડીના મિશ્રણથી શું થાય છે ?

image source

એક્સપર્ટના જણાવ્યા મુજબ કાકડી અને ટમેટાં એક સાથે ખાવાથી તે એસિડ ફોર્મેશન અને બ્લોટિંગનું કારણ બની શકે છે. કારણ કે પાચનક્રિયા દરમિયાન દરેક ખોરાક અલગ અલગ રીએક્ટ કરે છે. અમુક આહાર સરળતાથી પચી જાય તેવા હોય છે જ્યારે અમુક આહારને પચવામાં સમય લાગે છે. આ બન્ને ચીજોને એક સાથે ખાવાથી પાચનમાં લાગતો સમય અને પરિવેશ અલગ હોય છે જેથી ગેસ, પેટમાં દુખાવો અને થાક લાગવાની ફરિયાદ રહે છે.

કાકડી અને ટમેટાં સાથે ખાવાથી શું થાય છે અસર ?

image source

સલાડમાં કાકડી અને ટમેટાં સાથે ખાવાથી લાંબા સમયે મેટાબોલિકના સ્તર ઓછું થવાનું કારણ બને છે. કારણ કે સલાડનો દરેક ઘટક પચવામાં અલગ અલગ સમય લે છે જ્યારે પાચન દરમિયાન ભોજનના અણુ તૂટી રહ્યા હોય ત્યારે આ પ્રક્રિયા જટિલ થઈ જાય છે. આવી સ્થિતિમાં અમુક ઘટક સરળતાથી પચી જાય છે જ્યારે અમુક અંદરના ભાગે દિવસભર પડેલા રહે છે.

કાકડી અને ટમેટાં એક સાથે ખાવાથી બચવું

image source

એક બાજુ કાકડી પેટ માટે હલકો ખોરાક સાબિત થાય છે અને પચવામાં પણ ઓછો સમય લે છે જ્યારે બીજી બાજુ ટમેટાં અને તેના બી ફરમેન્ટેશનમાં વધુ સમય લે છે. એક સાથે બે અલગ અલગ ફૂડને એક સાથે ખાવાથી ફરમેન્ટેશન પ્રક્રિયાથી ગેસ અને તરલ પદાર્થ નીકળે છે. જેનાથી કેટલીય બીમારી થવાની આશંકાઓ ઉભી થાય છે અને કાકડી અને ટામેટાનું મિશ્રણ ફાયદાની જગ્યાએ નુકશાન પહોંચાડી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!