હરણ તેના શીંગડાના એક પ્રહારમાં ભલભલાને ધ્વસ્ત કીર મુકે છે તો દીવસમાં 350000 કીડી આરોગનાર એન્ટઇટર પણ માણને પોતાનો શિકાર બનાવી શકે છે.
નમસ્તે મિત્રો, આ લેખમાં આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે, પ્રકૃતિએ આપણને ઘણા બધા પ્રાણીઓ આપ્યા છે, કેટલાક જીવો ખૂબ જ ડરામણા હોય છે અને કેટલાક જીવો ખૂબ જ માસૂમ હોય છે પણ તેમની વચ્ચે કેટલાક એવાં પ્રાણીઓ પણ છે જે ખૂબ જ સુંદર અને આકર્ષક લાગે છે.
પરંતુ હકીકતમાં, તે જીવો ખૂબ જ ખતરનાક અને જીવલેણ હોય છે, જો તમે ક્યારેય આ જીવો નો સામનો કરો છો તો ત્યાંથી ભાગી જવું તમારા માટે વધુ હિતાવહ રહશે તો ચાલો મિત્રો શરૂ કરીએ આજનો લેખ આ લેખમા અમે તમને કેટલાક એવા સુંદર અને શાંત સ્વભાવ ના પ્રાણી ઓ વિશે જણાવા જઇ રહયા છીએ જે ને જોઈ ને ક્યારેય પણ એવું લાગતું નથી કે આ જીવો થી મનુષ્યો ને કોઈ પણ ખતરો હોઈ શકે .
1 પફ ફિશ :-

પફ ફિશ નામની આ માછલી જોતા એકદમ શાંત અને માસૂમ લાગે છે પણ વાસ્તવિક રીતે આ એકદમ ખોટું છે આ ખતરનાક માછલી ને ખરેખર વિશ્વની બીજી સૌથી ઝેરી જાતિ તરીકે ગણવામાં આવે છે, તેનું ઝેર સાયનાઇડ કરતા લગભગ 1200 ગણુ વધારે ખતરનાક છે કોઈ માણસને ખૂબ જ સરળતા થી મારી શકે છે, આ માછલીનું ઝેર આટલું ઝેરી હોવા છતાં જાપાન મા આ માછલીને ખાવામાં આવે છે, આ માછલી ખાવાથી આજ સુધી 700 લોકો મૃત્યુ પામ્યા છે , તેમ છતાં જાપાનમા લોકો માટે આ માછલી ખાવી એક સપના જેવી છે.
દરેક લોકો આ માછલીને ખાઈ શકતા નથી , કારણ કે આ માછલીની કિંમત ખૂબ જ વધારે છે આ માછલીને પીરસવા માટે ત્યાંના રેસ્ટોરન્ટ્સને એક અલગ લાઇસન્સ લેવું પડે છે, જેના માટે આ માછલીને કૂક કરતા શેફ ને 2 થી 3 વર્ષની તાલીમ લેવી ફરજિયાત છે આ માછલી ખૂબ સુંદર અને શાંત લાગે છે જેને જોતા એવું લાગે છે કે આપણને આ માછલી થી કઇ જોખમ નથી પરંતુ પફ માછલીની સેલ્ફ ડિફેન્સ સિસ્ટમ ખુબ જ ચાલાક છે.
જ્યારે કોઈ મોટી માછલી અથવા અન્ય સમુદ્રી જીવ તેને ગળી જવાનો પ્રયાસ કરે ત્યારે પફ ફિશ બલૂન ની જેમ ફુલવા લાગે છે અને તેનું કદ એકદમ બમણું થઈ થાય જેના લીધે તે શિકારી ના ગળામાં ફસાઈ જાય છે તેથી શિકારી તેને બહાર ઓકી કાઢે છે અથવા તો તેનો પોતે પફ ફિશનો શિકાર બની જાય છે .
2 સ્લો લોરીસ :-

ઇન્ડોનેશિયાના કેટલાક ભાગોના જંગલો માં જોવા મળતું આ સુંદર પ્રાણી ખરેખર નિર્દોષ અને માસૂમ લાગે છે , તેની મોટી આંખો અને રૂંવાટી વાળી ત્વચા જ કોઈપણ પણ પ્રાણી પ્રેમીને આકર્ષવા માટે પૂરતી છે સ્વભાવે આ પ્રાણી ખૂબ જ શાંત દેખાય છે પણ આ સુંદર અને શાંત દેખાતું પ્રાણી જ્યારે જરૂરી હોય ત્યારે ખૂબ જ ખતરનાક બની જાય આ પ્રાણી મૉટે ભાગે એકાંતમા રહેવાનું જ પસંદ કરે છે , પરંતુ જ્યારે મનુષ્ય કે અન્ય પ્રાણી તેની નજીક હોય ત્યારે તે ખૂબ જ સતર્ક થઇ જાય છે અને જ્યારે તે પોતાને ખતરામાં જુએ છે.

ત્યારે તે પ્રાણી તેના મો વડે અચાનક હુમલો કરે છે અન્ય પ્રાણીઓ કરતા અલગ તેના જડબામાં ઝેરની એક થેલી હોય છે હુમલો કરતા સમયે તે આ ખતરનાક ઝેર ને મોંમાં લાવે છે જેના એક ડંખને લીધે આ ખતરનાક ઝેર માનવ શરીરમાં ફેલાવા લાગે છે અને એનાફિલિક શોક ને લીધે માણસનું મૃત્યુ પણ થઈ શકે છે સ્લો લોરીસ તેના ઝેર ને તેના શરીર પર ચોપડી દે છે કે જેથી જ્યારે શિકારી તેના પર હુમલો કરે ત્યારે તે શિકારી ખુદ તેના ઝેરનો શિકાર થઈ જાય છે અને શિકારી ખુદ શિકારમાં ફેરવાઈ જાય છે .
3 એન્ટ ઈટર્સ :-

નામ ઉપર થી તમને આ જીવ ની જાણકારી મળી જ ગઈ હશે આ પ્રાણીનો મુખ્ય શિકાર કીડીઓ છે આ જીવને ગુજરાતી મા કીડીખાઉં પણ કહેવામાં આવે છે કીડીખાઉં એક દિવસમાં લગભગ 35,000 જેટલી કીડીઓ ખાય છે અને કીડીઓ ઉપરાંત, ઉધઈ પણ તેના ખોરાકનો મત્વનો ભાગ છે. એ માનવું થોડું મુશ્કેલ છે કે દાંત વગરનું કોઈ પ્રાણી આટલું બધું જોખમી કઇ રીતે હોઈ શકે છે, પરંતુ જ્યારે કીડીખાઉં ની આવે છે , ત્યારે આ વાતને સ્વીકારી લેવી તમારા માટે વધુ હિતાવહ છે.
કારણ કે કીડીખાઉં પાસે લગભગ 4 ઇંચ લાંબા પંજાઓ હોય છે મુખ્યરૂપે જેનો ઉપયોગ આ જીવ કીડી અને ઉધઈ ના રાફડા તોડવા માટે કરે છે , પરંતુ જો જરૂર પડે તો , આ કીડીખાઉં આ જબરદસ્ત પંજાના માત્ર એક જ ઘા સાથે કોઈ પણ માનવ કે અન્ય પ્રાણીને મારી શકે છે .

તમેં આ વાતથી અનુમાન લગાવી શકો છો કે જો તે આક્રમક બને તો ચિત્તા અને જેગુઆર જેવા પ્રાણી ને પણ મારી શકે છે આજ થી થોડાક વર્ષો પહેલા એક ન્યુજ પેપર મા એવું આવ્યું હતું કે એક વિશાળ કીડીખાઉ દ્વારા બે શિકારીઓ ને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા તેથી જો તમારો સામનો આ જીવ સાથે થાય તો ત્યાંથી ભાગી જવું જ તમારા માટે ફાયદાકારક રહશે .
4 Deer :-

નિશંકપણે હરણ સ્વભાવે એક ખૂબ જ શાંત અને આકર્ષક પ્રાણી છે પરંતુ તમારામાંથી ઘણાને ખબર નહીં હોય કે એક વર્ષમાં શાર્ક , મગર , કૂતરા અને રીંછ દ્વારા માર્યા ગયેલા કુલ લોકોની સંખ્યામાં સૌથી વધુ સંખ્યા હરણની હતી હરણ જ્યારે પોતાની કરતા નાના જીવ જુએ છે ત્યારે તે હુમલો કરવાનું ક્યારેય ચુકતા નથી અને તેમના શીંગડાનો ફક્ત એક જ વાર તેમની આસપાસ રહેલા કોઈપણ માનવ અથવા નાના પ્રાણીને મારવા માટે પૂરતો છે.
હરણ પાસે જતા પહેલા ખુબજ સાવધાની રાખવી જોઈ એ કારણ કે આ ખુબજ અનપ્રેડીકટેબલ જીવ છે જેના લીધે શાંત રીતે ઉભેલા હરણની મનોસ્થિતી વિશે કલ્પના કરવી ખૂબ જ અઘરી છે આ ઉપરાંત હરણના શીંગડા પર ઘણા ખતરનાક પ્રકારના બેક્ટેરિયા અને રોગાણુઓ આવેલા હોય છે જેની સાથે થયેલો સંપર્ક અંતે જીવલેણ સાબિત થાય છે .
5 પ્લેટિપસ :-

બતક જેવી ચાંચ ધરાવતું આ પ્રાણી એ એવા સસ્તન પ્રાણીઓ માંથી એક છે જે ઇંડા મૂકે છે , આ પ્રાણીઓ મોટે ભાગે ઓસ્ટ્રેલિયામાં જોવા મળે છે , પ્લેટીપસ જોતા આ પ્રાણી કોઈ કાર્ટૂન સિરિયલના પાત્ર જેવું લાગે છે , પરંતુ ખરેખર આ સુંદર દેખાતું પ્રાણી તેના શરીરમાં એક ખતરનાક શસ્ત્ર ધરાવે છે કે જેનો સામનો કરવા તમે ક્યારેય માંગતા નહીં હોવ . પ્લેટિપસના પગના પાછલા ભાગમાં એક ખૂબ જ ઝેરી ડંખ હોય છે , જે કોઈ પણ મનુષ્યને મારી તો ના શકે પરંતુ તેનાથી થતી અસહ્ય પીડા સહન કરવી ખૂબ જ દર્દનાક હોય છે તેના ડંખમાંથી નીકળતું ઝેર ખૂબ જ ઝડપથી તેની અસર બતાવવાનું શરૂ કરે છે પ્લેટીપસના ડંખવાળા ભાગ પર સોજો આવવાનું ખૂબ જ ઝડપથી શરૂ થાય છે અને તેનાથી થતી પીડા ખૂબ જ અસહ્ય હોય છે .
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત