બિહારની સાયકલ ગર્લ જ્યોતિ ફરી ચર્ચામાં, ગરીબ ફઈના કરાવ્યા લગ્ન

લોકડાઉન દરમિયાન પોતાના બિમાર પિતાને ગુરુગ્રામથી દરભંગા સુધી સાયકલ પર બેસાડી લાવનાર સાયકલ ગર્લ જ્યોતિએ ફરી એકવાર ચર્ચામાં છે અને તેણે લોકોનું દિલ ફરીવાર જીતી લીધા છે.

image source

હકીકતમાં થયું છે એવું કે જ્યોતિએ તેના ગરીબ ફઈ કવિતાના લગ્ન કરાવ્યા છે. આ લગ્ન તેને વિવિધ સંસ્થાઓ પાસેથી મળેલા ઈનામની રકમમાંથી કર્યા છે. કવિતાના લગ્ન સમસ્તપુર જિલ્લાના ખાનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાથુદ્વાર ગામના શિબુ પાસવાનના પુત્ર અરવિંદ પાસવાન સાથે શ્યામા મંદિરમાં થયા હતા.

આ લગ્ન માટે જ્યોતિએ ઇનામની રકમમાંથી 50 હજાર રૂપિયા ખર્ચ કર્યા હતા. જો કે ખાસ વાત એ છે કે કવિતા તેની સગી ફઈ નથી. તે તેના પિતાની પિતરાઈ બહેન છે અને તેના લગ્ન તેણે પોતાને મળેલી ઈનામની રકમમાંથી કરાવ્યા છે. આ કામ કરી લોકો સુધી તેણે એક સારો સંદેશ પણ પહોંચાડ્યો છે.

image source

જ્યોતિના દાદાને એક ભાઈ હતા. હાલ તો બંનેના નિધન થયા છે અને તેના પિતરાઈ દાદી અને વિધવા એવા લીલા દેવી લકવાગ્રસ્ત છે. તેમની હાલત જોઈ અને તેની દીકરી કવિતા ચૌધરીના લગ્ન કરાવવાનું જ્યોતિએ નક્કી કર્યું. જ્યોતિએ આ વાત તેના માતાપિતાને કરી. તેવામાં જ્યોતિના પિતાએ પરિવારના અન્ય સભ્યને જણાવ્યું કે જ્યોતિએ કવિતાના લગ્ન કરાવવાનું વિચાર્યું છે.

image source

જ્યોતિએ તેના પિતાને કહ્યું કે ગઈકાલ સુધી આપણી પાસે કંઈ જ ન હતું પરંતુ આજે જે કંઈ છે તેનો ઉપયોગ એક ગરીબ દીકરીના લગ્નમાં કરી લેવો જોઈએ. જ્યોતિના પિતાએ પણ કહ્યું કે તેની બહેન કવિતાના લગ્ન જ્યોતિના પૈસાથી થશે. તેણે કહ્યું કે હતું કે જે કંઈ છે તે દરેક વસ્તુ જ્યોતિની છે અને તેમને તેની પુત્રી પર ગર્વ છે.

image source

અત્રે ઉલ્લેખનીય છે કે 15 વર્ષીય જ્યોતિ તેના બીમાર પિતાને સાયકલ પર બેસાડી ગુરુગ્રામથી બિહાર લઈ આવી હતી. જ્યોતિએ આશરે એક અઠવાડિયામાં સાયકલ પર 1000 કિમીનો પ્રવાસ કર્યો હતો. જ્યોતિની આ સ્ટોરી સોશિયલ મીડિયા છવાઈ ગઈ હતી અને ત્યારબાદ જ્યોતિને પર અઢળક ઈનામોની વર્ષા થઈ હતી.

source : amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત