Site icon News Gujarat

અમ્ફાન વાવાઝોડાથી મોટી તબાહીની આશંકા, NDRF ની ટીમ લોકોનું કરી રહી છે સ્થળાંતર

કોરોના વાયરસ સામે લડતા ભારતને હવે વાવાઝોડાનો પણ પ્રકોપ સહન કરવો પડે તેવી સ્થિતિ છે. અમ્ફાન વાવાઝોડાના કારણે દેશ માટે પડકારરુપ અને જોખમી સ્થિતિ ઉદ્ભવી છે.

image source

દિલ્હીના હવામાન વિભાગના ડિરેક્ટર જનરલ મૃત્યુંજન મહાપાત્રએ જણાવ્યું છે કે અમ્ફાન 12 કલાકમાં એક સુપર સાયક્લોનમાં બદલી જશે. હાલ તે ઉત્તર-ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધી રહ્યું છે. 20 તારીખે બપોરે કે સાંજે તે દીધા-હાતિયા ટાપુઓને પાર કરશે. આ દરમિયાન તેની ગતિ 155થી 165 કિમી પ્રતિ કલાક રહી શકે છે. નિષ્ણાંતોનું અનુમાન છે કે તેની ગતિ વધી અને 185 કિમી પ્રતિ કલાક પણ થઈ શકે છે.

image source

ચક્રવાતી વાવાઝોડુ અમ્ફાન સોમવારે જ વિકરાળ સ્વરુપ લઈ ચુક્યું છે અને હવે તેના કારણે ઓરિસ્સાના દરિયા કિનારાના વિસ્તારમાં ભારે પવન ફુંકાવાની સાથે વરસાદ થવાની સંભાવનાઓ છે. આ ચેતવણી પછી રાજ્ય સરકાર 11 લાખ લોકોને આ વિસ્તારમાંથી સ્થળાંતર કરવાની તૈયારી કરી રહી છે.

ત્યારે બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાવાઝોડાના કારણે સર્જાયેલી સ્થિતિની સમીક્ષા કરવા માટે સોમવારે એક ઉચ્ચસ્તરીય બેઠક પણ કરી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું છે કે વડાપ્રધાન, ગૃહ મંત્રાલય અને રાષ્ટ્રીય આપદા પ્રબંધન પ્રાધિકરણ સાથે આજે સાંજે બેઠક કરશે.

ગૃહમંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને આશ્વાસન આપ્યું છે કે કેન્દ્ર સરકાર આ વાવાઝોડાને ધ્યાનમાં રાખી રાજ્યની શક્ય એટલી તમામ મદદ કરવા તૈયાર છે.

મહત્વપૂર્ણ છે કે સરકારે વાવાઝોડા અમ્ફાન આવે તે પહેલા જ એનડીઆરએફની ટીમને ઓરિસ્સાના દરિયા કિનારાના વિસ્તાર જગતસિંહપુરમાં લોકોને સ્થળાંતક કરવાની અપીલ કરી છે. ટીમ માઈક લઈને લોકોને અપીલ કરી રહી છે તે તેઓ પોતાના ઘર છોડી સરકારી આશ્રય સ્થળે જતા રહે. કારણ કે હવામાન વિભાગ અનુસાર આગામી 6 કલાકમાં આ વાવાઝોડાની ગતિ ઓછી થશે. પરંતુ અહીં ભારે વરસાદની આગાહી હોવાથી લોકોનું સ્થળાંતર કરવામાં આવશે.

ઓરિસ્સામાં સ્પેશિયલ રિલીફ કમિશ્નરે સુપર સાયક્લોન અમ્ફાનને લઈ બાલાસોર, ભદ્રક, કેન્દ્રપાડા, જગતસિંહ પુર, પુરી, ખોરધા, કટક, જાજપુર અને મયૂરભંજના કલેકટરોને પત્ર લખ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવે. સાથે જ તંત્ર કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે બાબતે સજાગ રહે.

source : ndtv

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version