જાણો તોફાનોની શ્રેણીઓ, દુનિયામાં આવતા વાવાઝોડા અને તોફાનોના નામ રાખવાની આ સિસ્ટમ વિશે તમે પણ

જાણો તુફાનોની શ્રેણીઓ, દુનિયામાં આવતા વાવાઝોડા અને તુફાનોને નામ આપવાની સીસ્ટમ શું છે

હાલમાં આખાય ભારતમાં સૌથી વધારે ચર્ચાઓ થઇ હોય તો એ છે અરબ સાગરમાં આવેલા નિસર્ગ વાવાઝોડાની. જો કે આ વાવાઝોડાની સામાન્ય અસરો જ દેશને સહેવી પડી હતી. જો કે આ દરમિયાન વાવાઝોડું સાઇક્લોનનું સ્વરૂપ ન લઇ લે એ માટે ભારતે ગુજરાત તેમજ મુંબઈના કિનારાના વિસ્તારોમાં અલર્ટ જાહેર કર્યું હતું. પણ શું તમે જાણો છો કે દુનિયાભરમાં અવારનવાર આવનારા આ વાવાઝોડાઓના નામ કઈ રીતે રાખવામાં આવે છે.

image source

મહારષ્ટ્રના કિનારા પર અથડાયેલ નિસર્ગ વાવાઝોડું ઠંડુ પડી ગયુ હતું. મોસમ વિભાગના જણાવ્યા અનુસાર બપોરના ૧૨ વાગ્યાથી અઢી વાગ્યા વચ્ચે રાયગઢમાં તુફાન અથડાયું હતું. રાયગઢના મરૂડ જંજીરામાં નિસર્ગ વાવાઝોડું અહી સ્થિર થયું હતું. આ જગ્યા મુંબઈથી ૭૫ કિલોમીટર દુર છે. મુંબઈ માટે સારી બાબત એ રહી હતી કે નિસર્ગ જ્યારે મરૂડ જંજીરા પાસેથી પસાર થયું ત્યારે એ સહેજ ઉત્તર તરફ વળી ગયું. જો કે સરકારે આ તુફાન સામે લડવા માટે ગુજરાત અને મહારાષ્ટ્રમાં પુરતી તૈયારીઓ કરી લીધી હતી. આ વાવાઝોડા સામે લડવા NDRFની કુલ 43 ટીમો બંને રાજ્યોમાં મુકવામાં આવી હતી. જો કે આ વાવાઝોડા સામે લડવા સિવાય કિનારાના વિસ્તારમાં રેહતા અનેક લોકોને સુરક્ષિત જગ્યાએ પ્રસાશન દ્વારા પહોચાડવામાં આવ્યા હતા.

image source

તો આ સાથે જ આજે આપણે વાવાઝોડાની વિવિધ શ્રેણીઓ વિશે જાણીશું જે નીચે પ્રમાણે હોય છે.

વાવાઝોડાની વિવિધ શ્રેણીઓ

સામાન્ય રીતે વાવાઝોડાની શ્રેણીઓ ફૂંકાતા પવનની ગતિના આધારે નક્કી કરવામાં આવે છે. અથવા એમ કહી શકાય કે પવનની આગળ વધવાની ગતિના આધારે એ નક્કી કરવામાં આવે છે, કે આ વાવાઝોડું કઈ શ્રેણીનું છે.

image source

જો હવા ૬૩ કિમી/ પ્રતિકલાકની ઝડપે ફૂંકાય છે, તો એને વાવાઝોડું કહેવામાં આવે છે. એ જ રીતે જો આ જ હવા ૧૧૯ કિમી/ પ્રતિકલાકની ઝડપે ફૂંકાય તો એને ચક્રવાતી વાવાઝોડું કહેવામાં આવે છે. હવાની ગતિ જેમ વધે તેમ વાવાઝોડાના પ્રકારો પણ બદલાય છે. જો ગતિ ૧૧૯ કિમી કરતા પણ વધારે થાય ત્યારે એને ટ્રોપિકલ સાઈક્લોન કહેવામાં આવે છે. આમ ચક્રવાતી વાવઝોડા પણ એકથી પાંચ શ્રેણીના હોઈ શકે છે.

આ પાંચ શ્રેણીઓમાં પ્રથમ શ્રેણીના વાવાઝોડામાં હવાની ગતિ ૧૧૯ કિમીથી લઈને ૧૫૩ કિમી પ્રતિકલાક હોય છે. જો કે દ્રિતીય શ્રેણીમાં પવનની ગતિ ૧૫૪ કિમી થી લઈને ૧૭૭ કિમી સુધીની હોય છે. આ જ રીતે ત્રીજી શ્રેણીમાં પવનની ગતિ ૧૭૯ કિમીથી લઈને ૨૦૮ કિમી સુધીની હોય છે. ચોથી શ્રેણીમાં એવા વાવાઝોડાનો સમાવેશ થાય છે જેમાં પવનની ગતિ ૨૦૯ કિમી કરતા વધારે હોય છે. તો છેલ્લે સૌથી ભયાનક વાવાઝોડું એટલે કે પાંચમી શ્રેણીમાં ગણાતા વાઝોડામાં પવનની ગતિ ૨૫૩ કિમી કરતા વધુ હોય છે. આ સૌથી ભયાનક શ્રેણીનું વાવાઝોડું ગણાય છે. આ દ્રષ્ટીએ નિસર્ગ વાવાઝોડું પ્રથમ શ્રેણીનું હતું. જો કે હવે નિસર્ગનો ખતરો ટળી ચુક્યો છે.

image source

વાવાઝોડાના નામ રાખવાની પ્રક્રિયા શું છે

આ જાણતા પહેલા અમે આપને જણાવી દઈએ કે હાલમાં આવેલા નિસર્ગનું નામ બાંગ્લાદેશે રાખ્યું હતું. દરેક વાવાઝોડાનું નામ કોઈકને કોઈ દેશ દ્વારા જ રાખવામાં આવેલુ હોય છે. ૨૦૨૦ના એપ્રિલ મહિનામાં જાહેર થયેલ વાવાઝોડાના નામ સાથેના લીસ્ટમાં સૌથી પહેલું નામ જ નિસર્ગ છે. જો કે થોડાક સમય પૂર્વ દક્ષિણમાં ત્રાટકેલા વાવાઝોડા અમ્ફાનનું નામ થઈલેન્ડ દ્વારા અપાયું હતું.

વાસ્તવમાં આ સીસ્ટમ વર્ષ ૨૦૦૪થી શરુ થઇ છે, જેમાં અરબસાગર, બંગાળની ખાડી અને સમુદ્રોમાં આવતા વાવાઝોડાના નામ આપવામાં આવે છે. આ વિસ્તારમાં આવનારા વાવાઝોડા અને સાઈકલોનના નામ બાંગ્લાદેશ, ભારત, માલદીવ, મ્યાનમાર, ઓમાન, પાકિસ્તાન, શ્રીલંકા અને થાઈલેન્ડ દ્વારા આપાય છે. એપ્રિલ ૨૦૨૦મા જાહેર અક્રવામાં આવેલા ચક્રવાતી વાવાઝોડાના નામ આ પ્રમાણે હતા. જેમાં નિસર્ગ, આગ, વ્યોમ, અજાર, તેજ, ગતિ, જેવા ૧૬૦ નામ દર્શાવવામાં આવ્યા હતા. આ લીસ્ટનું છેલ્લું નામ અમ્ફાન હતું, જે થઈલેન્ડે આપ્યું હતું

image source

ચક્રવાતી વાવાઝોડાના નામ આપવાની શરૂઆત વર્ષ ૧૯૫૩માં અમેરિકા દ્વારા કરવામાં આવી હતી. કહેવાય છે જે અમેરિકાએ વર્લ્ડ વોર ૨ દરમિયાન વાવાઝોડાના નામ આપવાનું શરુ કર્યું હતું. શરુઆતમાં તો આ નામ મહિલાઓના નામ મુજબ જ અપાતા હતા. જો કે આ નામોની પ્રથમ ચોક્કસ શરૂઆતના કોઈ ચોક્કસ માપદંડ નથી પણ કેહવાય છે કે ૧૯૪૧માં જ્યોર્જ સ્ટીવર્ટએ લખેલા ઉપન્યાસ સ્ટોર્મમાં પ્રશાંત મહાસાગરમાં આવેલા તોફાન બાબતે મહિલાઓના નામે રખાતા નામોનો ઉલ્લેખ જોવા મળે છે. સંભવત આ ઉપન્યાસથી પ્રભાવિત થઈને જ અમેરિકી સેનાના ઓફિસરોએ પોતાની પત્નીના નામ પરથી વાવાઝોડાના નામ આપવાનું શરુ કર્યું હતું. ૧૯૭૮ સુધી આમ જ ચાલતું રહ્યું હતું. જો કે ત્યારબાદ મહિલાઓ દ્વારા થયેલા વિરોધના કારણે વાવાઝોડાના નામ પુરુષોના નામ પર આપવાની પ્રથાએ પણ જન્મ લીધો.

image source

જો કે અમેરિકામાં તો આજે પણ આ બાબતે નિયમો બનાવાયા છે. ત્યાં વાવાઝોડાના નામ માટે એકી અને બેકીની ફોર્મ્યુલા અપનાવવામાં આવે છે. એકી વર્ષેમાં આવનાર વાવાઝોડાના નામ મહિલાઓના નામે અપાય છે એ જ રીતે બેકી સંખ્યામાં આવનાર વાવાઝોડાના નામ પુરુષોના નામે આપવામાં આવે છે. જો કે હવે વર્લ્ડ મેટેરીઓલોજીકલ સંસ્થાની ક્ષેત્રીય સંસ્થાઓ જ પોતાના વિસ્તારોમાં વાવાઝોડાના નામ નક્કી કરે છે.

Source: AajTak

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત