સોના કરતા 30 ગણી આ મોંઘી ચાની કિંમત પર ભરોસો કરવો ખુબ મુશ્કેલ છે, પરંતુ આ છે એક સત્ય હકીકત

સોના કરતા મોઘી ચા

ચાના એક નાના પેકેટની કીમત માટે દસ હજાર ડોલર ખુબ જ વધારે કીમત લાગે છે અને ચાની આ કીમત પર ભરોસો કરવો ખુબ મુશ્કેલ છે પરંતુ આ એક સત્ય હકીકત છે.

image source

‘દાહુંગ પાઓ’ નામની ચાની પત્તી દુનિયાની સૌથી મોઘી ચાની પત્તી તરીકે ઓળખવામાં આવે છે અને આ ચાને પીવા માટે ઘણી બધી વ્યક્તિઓ, સોનાથી ત્રીસ ગણી વધારે કીમત આપવા માટે પણ તૈયાર રહે છે. એક કિલો ‘દાહુંગ પાઓ’ ચાની પત્તીની કીમત ત્રીસ કિલો સોનાને બરાબર કીમત છે આ ‘દાહોંગ પાઓ’ ચાય પત્તીની.

‘દાહુંગ પાઓ’ નામની આ ચાય પત્તી સૌથી મોંઘી હોવાના કારણ એ છે કે, આ ચાયની પત્તીના છોડ ખુબ જ દુર્લભ છે અને તેને ખાસ પ્રકારની સંભાળ રાખવાની જરૂરિયાત હોય છે. જુના જમાનામાં ચીનમાં ચાનું ઉત્પાદન કરનાર ખેડૂત, વસંત ઋતુમાં સવાર- સવારમાં પર્વત પર જતા હતા અને ચાય ઉપાસના કરતા હતા જેથી કરીને ચાયનું ઉત્પાદન વધારે થાય.

image source

કહેવાય છે કે, ‘દાહોંગ પાઓ’ ચાયની પત્તીને બકરીના દુધથી ધોવામાં આવે છે અને પછી તેને પકવીને સૂકવવા માટે રાખી દેવામાં આવે છે અને આ આખી પ્રક્રિયામાં ૮૦ વર્ષ જેટલો સમય લાગી શકે છે. ચીનમાં રહેતા લોકોનું કહેવું છે કે, ‘દાહુંગ પાઓ’ ચાય પત્તી જો અસલી હશે તો તેને પીવાથી આપના શરીર માંથી ઘણી બધી બીમારીઓ દુર થઈ જાય છે અને ચીનમાં જયારે મીંગ શાસન શ્રુંખલાની મહારાણીનું સ્વાસ્થ્ય જયારે ખરાબ થયું હતું

image source

ત્યારે આ જ ચાય પત્તીનું સેવન કરવાથી મીંગ શ્રુંખલાની મહારાણી સ્વસ્થ થઈ ગયા હતા. ત્યાર પછી એ રાજાએ ‘દાહુંગ પાઓ’ ચાયની પત્તીની ખેતી કરવાનો આદેશ આપ્યો અને કેમ કે, આ રાજા હંમેશા લાલ રંગનો એક લાંબો ઘૂંટણ સુધીનો લિબાસ પહેરતા હતા. એટલા માટે આ ચાય પત્તીનું નામ ‘દાહુંગ પાઓ’ એટલે કે લાંબો લાલ લિબાસ પડી ગયું.

અત્યારે આખી દુનિયામાં આ ‘દાહોંગ પાઓ’ ચાય પત્તીના ફક્ત છ છોડ જ બચ્યા છે અને આ ‘દાહુંગ પાઓ’ ચાય પત્તીને ખરીદવી પણ બધાના બસની વાત નથી કેમ કે, ‘દાહુંગ પાઓ’ ચાય પત્તીને વેચવા વાળા ખાસ વ્યક્તિઓ હોય છે.

image source

‘દાહુંગ પાઓ’ ચાય પત્તીની ખુબ જ માંગ ચીનની બહાર પણ છે અને કેટલીકવાર આ ‘દાહુંગ પાઓ’ ચાય પત્તીને ચીનની બહાર પણ ઉગાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

છેલ્લી વાર વર્ષ ૧૮૪૯માં એક બ્રિટીશ વનસ્પતિ વિશેષજ્ઞએ આ ચાયના છોડના કેટલાક બીજ ચોરી લીધા અને તેને ભારતમાં લઈ જઈને ત્યાં વાવી દીધા. પરંતુ તેનો એક પણ છોડ ઉગ્યો નથી જ્યાર પછી આ બ્રિટીશ વૈજ્ઞાનિકને શોધ કર્યા પછી ખબર પડી કે, ‘દાહુંગ પાઓ’ ચાય પત્તીના છોડ ફક્ત ચીન દેશમાં જ ઉગી શકે છે.

image source

જો આપ આ ચાયને પીવાનો શોખ ધરાવો છો તો આપના માટે આ એક ખરાબ સમાચાર છે કે, ‘દાહુંગ પાઓ’ના સાડા ત્રણ સો વર્ષ જુના છોડ માંથી હવે પત્તીઓ નથી નીકળતી અને છેલ્લીવાર વર્ષ ૨૦૧૫માં ‘દાહુંગ પાઓ’ના છોડ માંથી ચાય પત્તી લેવામાં આવી હતી એટલા માટે હવે ‘દાહુંગ પાઓ’ ચાય પત્તી તોડવાની પરંપરાના પ્રતીકાત્મક રીતે જ ચાલુ રાખવામાં આવી છે.

પરંતુ જો આપ ચાય પીવાનો સૌથી વધારે શોખ ધરાવો છો તો આપ લંડનમાં જઈને ૨૫૦ ડોલર જેટલી કીમત ચૂકવીને ફક્ત ચાર કપ ચા પી શકો છો.

Source : Dailyhunt

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત