Site icon News Gujarat

ફાધર્સ ડેના દિવસે જ પૌત્રએ દાદા-દાદીને ધક્કા મારીને કાઢ્યા ઘરની બહાર, CCTVમાં ઘટના થઈ કેદ

ઘોર કળિયુગ – ફાધર્સ ડેના દિવસે જ પૌત્રએ દાદા-દાદીને ધક્કા મારીને કાઢ્યા ઘરની બહાર – સીસીટીવીમાં ઘટના થઈ કેદ

ગત રવિવારના રોજ સમગ્ર વિશ્વમાં ફાધર્સડેની ઉજવણી ખૂબ જ જોરશોરથી કરવામાં આવી. લગભગ બધા જ વ્હોટ્સ એપ સ્ટેટસ, ફેસબુક પોસ્ટ વિગેરેમાં પિતાની સુંદર તસ્વીરો શેર કરીને પિતાના ઢગલા મોઢે વખાણ કરવામાં આવ્યા. પણ આ બધી દેખાડાની વાત હતી. કારણ કે તે જ દિવસે ગુજરાતના રંગીલા એવા રાજકોટમાં એક દુઃખદ ઘટના ઘટી ગઈ અને માનવતા નેવે મુકાઈ ગઈ.

અહીં એક પૌત્રએ પોતાના પિતા અને માતા સાથે મળીને પોતાના જ દાદા-દાદીને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મુક્યા હતા. આ જોઈને એટલું તો કહી જ શકાય કે ભવિષ્યમાં દાદા-દાદીની જગ્યા આ જ પૌત્ર અને તેના માતાપિતા પણ લઈ શકે છે. અને આ ઘટના અહીંના એક સીસીટીવી કેમેરામા કેદ થઈ ગઈ છે. અને હાલ સોશિયલ મિડિયા પર તેનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે.

ઘરમાંથી ધક્કો મારીને બહાર કાઢી મૂકવામાં આવેલા આ દાદા-દાદી બીચારા એક પ્રોવીઝન સ્ટોર ચલાવીને પોતાના દીકરા પર બોજો નાખ્યા વગર જ પોતાનું રળી ખાતા હતા. તેઓ રાજકોટના મનહર પ્લોટમાં પોતાના દીકરા-વહુ અને પૌત્ર સાથે રહેતા હતા.

image source

સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે તેમ આ દાદા-દાદીનો પૌત્ર શુભમ, પુત્ર કૈલાશ અને પુત્ર વધૂ ભાવનાબેન તેમના પિતા/દાદા/સસરા અને દાદી/માતા/સાસુ મણીબેન સગપરિયાને ધક્કો મારીને ઘરની બહાર કાઢી રહ્યા છે. અને ત્યાર બાદ તેમણે પોતાના ઘરનો દરવાજો બંધ કરી દીધો હતો. આ વિડિયો દરેક વ્યક્તિની આંખમાં ગુસ્સો તેમજ દુઃખ ઉત્પન્ન કરનારો છે.

image source

વિડિયોમાં પૌત્ર પ્રથમ તો પોતાની દાદીને ધક્કો મારીને બહાર કાઢી રહ્યો છે. અને તેના ધક્કાથી દાદી 2-3 ફૂટ દૂર જઈ રસ્તા પર પડી જાય છે અને ત્યાર બાદ દાદા બીચારા પૌત્રને સમજાવી રહ્યા છે ત્યારે તેમનો પૌત્ર શુભમે તેમને પણ ધક્કા મારીને બહાર કાઢી મુક્યા તેઓ પણ રોડ પર પડી ગયા.

image source

તમને જણાવી દઈએ કે સતત બે વર્ષથી આ દાદા-દાદીને કુટુંબીજનો દ્વારા યાતનાઓ આપવામાં આવી રહી છે. ક્યારેક મારવામાં આવે છે તો ક્યારેક અપમાન કરવામાં આવે છે. માત્ર એટલું જ નહીં કે દાદા-દાદીને તેમના પુત્ર-પૌત્ર કે પુત્રવધુ જ મારતા હોય પણ પુત્રવધુના ભાઈઓ પણ મારે છે. દાદીએ જણાવ્યું હતું કે જ્યારથી તેમની પુત્રવધુ આવી ત્યારથી તેમના પર ત્રાસ ગુજારવામાં આવી રહ્યો છે.

image source

તેઓ જણાવે છે કે તેમનો દીકરો તો કંઈ નથી કરતો પણ તેમની વહુ જ બધું કરે છે. તેમના જણાવ્યા પ્રમાણે તેમની પુત્રવધુએ તેમને અત્યાત સુધીમાં પાંચ વાર માર્યા છે. પણ પ્રેમની મજબૂરીના માર્યા તેમણે અત્યાર સુધી પોલીસમાં આ વિષે ફરિયાદ નહોતી નોંધાવી.

image source

આ દાદા-દાદીની કઠણાઈ તો જૂઓ કે તેમને ચાર દીકરા હોવા છતાં પણ તેમને કોઈ સહારો આપવા તૈયાર નથી. અને વૃદ્ધાવસ્થામાં પારાવાર દુઃખ વેઠવાનો વારો આવ્યો છે. કેવા લાડકોડથી તેમણે પોતાના સંતાનોને ઉછેર્યા હશે. અને ઘડપણમાં શું આ દશા ભોગવવાની તેમણે ક્યારેય સ્વપ્ને પણ વિચાર્યું હશે. કહે છે ને એક નાનકડા ઓરડામાં માતાપિતા પોતાના ચાર-ચાર દીકરાઓને લાકડોડથી ઉછેરી શકે છે પણ ચાર-ચાર દીકરાના ચાર-ચાર ઘરમાં માતાપિતા માટે એક ઓરડાની પણ વ્યવસ્થા નથી થઈ શકતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version