દહીં ભિંડી – ખૂબજ ટેસ્ટી દહીં ભિંડીની રેસિપિ આપી રહી છું. બેઝીક સ્પાઇસ ઉમેરીને બનાવવામાં આવી છે.

દહીં ભિંડી :

શાક માર્કેટમાં મળતી ભિંડી ખૂબજ જાણીતી છે. શાકભાજીમાં લોકો ભિંડીને સૌથી વધુ પસંદ કરતા હોય છે. ઓકરા, લેડી ફિંગર્સ વગેરે નામથી ખૂબજ જાણીતી ભિંડીઓ માંથી ભિંડી સલાન, ઓકરા ફ્રાય, શાહી ભિંડી, મસાલા ભિંડી વગેરે બનાવવામાં આવતા હોય છે. ભિંડીમાં કેલેરી ખૂબજ ઓછી હોય છે અને વિટામિન્સ, મેગેનેશિયમ અને કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે. ભિંડી કરી લંચ કે ડીનરના મેનુ માટે એક સારો વિક્લ્પ છે.

હૈદરાબાદમાં દહીં ભિંડી ખૂબજ પ્રખ્યાત છે. જે દહીંના કોમ્બિનેશનથી બનાવવામાં આવતી હોવાથી દહીં ભિંડીમાં સ્મુધ અને સિલ્કી ટેક્સચર આવે છે. દહીં ભિંડી આમ તો નોર્થ ઇંડિયન વર્ઝન છે. ખૂબજ સરળ અને ઝડપી રેસિપિ છે. દહીંથી તૈયાર કરવામાં આવતી દહીં ભિંડી બનાવવા માટે નાની, તાજી સરસ લીલા કલરની ભીંડીને પસંદ કરવામાં આવે છે. તાજી ભિંડીના ટીપ્સને કાપવા સરળ છે. પ્રથમ અલગથી ફ્રાય કરી લેવામાં આવતી હોય છે. ત્યારબાદ દહીંમાં સ્પાઇસ ઉમેરી ખૂબજ સ્વાદિષ્ટ બનવવામાં આવે છે. દહીં સાથે બનાવવાને કારણે તેની ન્યુટ્ર્રિયંટ વેલ્યુ વધી જાય છે.

અહીં હું નોર્મલ…રેગ્યુલર શાક જેવી.. બહુ રસાદાર નહી તેવી… પણ ખૂબજ ટેસ્ટી દહીં ભિંડીની રેસિપિ આપી રહી છું. બેઝીક સ્પાઇસ ઉમેરીને બનાવવામાં આવી છે. વધારે ગ્રેવી વાળી ન હોવાથી ટ્રાવેલીંગમાં કે ઓફીસના લંચ બોક્ષમાં પણ સરળતાથી લઈ જઈ શકાય તેવી છે. સ્પાયસી ગ્રેવી હોવાથી બધાને ખૂબજ ભાવશે. ગરમા ગરમ રોટલી – પરોઠા સાથે ખવાતી દહીં ભિંડી સાદી છતાં ફ્લેવર પેક ડીશ છે.

મારી આ રેસિપિ ફોલો કરીને તમે પણ આ હેલ્ધી અને ટેસ્ટી દહીં ભિંડી ચોક્કસથી બનવવાની ટ્રાય કરજો.

દહીં ભિંડી બનાવવા માટે ની સામગ્રી :

  • 250 ગ્રામ ભિંડી
  • ¾ કપ દહીં
  • 2 ટમેટા- ગ્રાઇંડ કરેલા
  • 1 ચોપ્ડ ઓનિયન
  • 1 ટેબલસ્પુન જિંજર પેસ્ટ
  • 2 સૂકા મરચા
  • 6-7 કરી લિવ્સ
  • ½ ટી સ્પુન રાઇ
  • 1 ટી સ્પુન આખુ જીરુ
  • ½ ટી સ્પુન આખી સુકી મેથી
  • પિંચ હિંગ
  • 1 ટી સ્પુન કાસ્મીરી મરચુ પાવડર
  • ½ ટી સ્પુન લાલ મરચુ પાવડર
  • 2 ટેબલ સ્પુન ધાણા જીરુ
  • ½ ટી સ્પૂન હળદર
  • 1 ટેબલ સ્પુન કસુરી મેથી
  • 3 ટેબલસ્પુન શેકેલો ચણાનો લોટ
  • ½ ટી સ્પુન ગરમ મસાલો
  • સોલ્ટ ટેસ્ટ મુજબ
  • 3-4 ટેબલ સ્પુન ઓઇલ
  • 2-3 ટેબલ સ્પુન બારીક કાપેલી કોથમરી

ગાર્નીશિંગ માટે :

  • ટમેટા, ઓનિયન ના નાના થોડા પીસ
  • બારીક કાપેલી કોથમરી

દહીં ભિંડી બનાવવા માટેની રીત :

સૌ પ્રથમ ભીંડીને ધોઈને કપડાથી બરાબર ડ્રાય કરી લ્યો. જરા પણ પાણી વાળી ના રહે તેનું ખાસ ધ્યાન રાખો. હવે તેના ક્રાઉન અને ટીપ્સ કટ કરીને ઉભી હાફ કરીને મોટા પીસમાં કાપી લ્યો. ( પિક્ચરમાં બતાવ્યા પ્રમાણે ).

ત્યારબાદ 2 ટમેટાને કાપી તેને ગ્રાઇંડ કરી લ્યો. તેને એક બાજુ રાખો.

હવે એક નોન સ્ટીક પેનમાં 3-4 ટેબલ સ્પુન ઓઇલ ગરમ મૂકો. ગરમ થાય એટલે મિડિયમ ફ્લૈમ રાખી તેમાં કાપેલા ભિંડા સોતે કરો. થોડો ડાર્ક ગ્રીન કલર થઈને ભિંડાની કચાશ નીકળી જાય ત્યાં સુધી સોતે કરો.

હવે તે ભિંડાને એક પ્લેટમાં ટ્રાંસફર કરો.

હવે પેનમાં સોતે કર્યા બાદ વધેલા ઓઇલ માં ½ ટી સ્પુન રાઇ, 1 ટી સ્પુન આખુ જીરુ ઉમેરો.

બરાબર તતડી જાય એટલે તેમાં ½ ટી સ્પુન સુકી મેથી, પિંચ હિંગ, 2 સૂકા મરચા, 6-7 કરી લિવ્સ ઉમેરો.

બધું બરાબર સોટે થાય અને મેથી બ્રાઊન કલરની થઈ જાય એટલે 1 ચોપ્ડ ઓનિયન ઉમેરીને ટ્રાંન્સ્યુલેટ થાય ત્યાં સુધી કૂક કરો. હવે તેમાં 1 ટેબલસ્પુન જિંજર પેસ્ટ ઉમેરી તેની કચાશ દૂર થાય ત્યાં સુધી સોતે કરો.

હવે તેમાં ગાઇંન્ડ કરેલા 2 ટમેટા ઉમેરી મિક્ષ કરી 2 મિનિટ કૂક કરો.

ત્યારબાદ તેમાં 1 ટી સ્પુન કાસ્મીરી મરચુ પાવડર, ½ ટી સ્પુન લાલ મરચુ પાવડર, 2 ટેબલ સ્પુન ધાણા જીરુ પાવડર, ½ ટી સ્પૂન હળદર પાવડર, 1 ટેબલ સ્પુન કસુરી મેથી, ½ ટી સ્પુન ગરમ મસાલો

અને સોલ્ટ ટેસ્ટ મુજબ ઊમેરી દ્યો. તવેથાથી હલાવીને બરાબર મિક્ષ કરી લ્યો.

ત્યારબાદ તેમાંથી થોડું ઓઇલ છુટુ પડતું દેખાય અને ટમેટાની ગ્રેવી બરાબર સંતળાઈને તેની કચાશ દૂર થઈ જાય ત્યાં સુધી કૂક કરો.

હવે તેમાં પહેલા ½ કપ પાણી ઉમેરી મિક્ષ કરી લ્યો. ત્યારબાદ તેમાં 3 ટેબલ સ્પુન શેકેલો ચણાનો લોટ ઉમેરી મિક્ષ કરી લ્યો.

1 મિનિટ કૂક કરો.

ત્યારબાદ તેમાં ¾ કપ વલોવેલું દહીં ઉમેરી મિક્ષ કરી લ્યો. ફરી તેમાં ¾ કપ પાણી ઉમેરી 2 મિનિટ કૂક કરી ગ્રેવી બરાબર સેટ કરો.

હવે તેમાં સોતે કરેલ ભિંડી ઉમેરી બરાબર મિક્ષ કરો.

ઢંકીને સ્લો ફ્લૈમ પર 2 મિનિટ કૂક કરો.

2 મિનિટ પછી ઢાંકણ ખોલી લ્યો.ભિંડી સરસ ગ્રેવી સાથે મિક્ષ થઈને કૂક થઈ ગઈ છે. ખૂબજ સરસ અરોમા આવતી હશે.

હવે તેમાં બારીક કાપેલી કોથમરી ઉમેરી મિક્ષ કરો, તો હવે બધાની પસંદીદા સ્વાદિષ્ટ દહીં ભિંડી સર્વ કરવા માટે રેડી છે.

સર્વીંગ બાઉલમાં ગરમા ગરમ સર્વ કરી કોથમરી, ટમેટા અને ઓનિયનના પીસથી ગાર્નીશ કરો.

ગરમા ગરમ ફુલ્કા રોટલી કે ગરમા ગરમ પરોઠા સાથે લંચ કે ડીનરમાં સર્વ કરો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.