દાહોદની આશ્કાએ વધાર્યું ગુજરાતનું ગૌરવ, સર આર્થર એશ એવોર્ડથી કરાઈ સન્માનિત
કોરોનાની મહામારીમાં વિદેશોમાં એવા અનેક ભારતીયો છે જેણે છેલ્લા કેટલાક સમય દરમિયાન પોતાના કામ અને આવડતથી ભારતનું નામ રોશન કરી દીધું છે. તે લોક સેવાનું ક્ષેત્ર હોય, તબીબી ક્ષેત્ર હોય, સંશોધન હોય તે પછી અભ્યાસ ક્ષેત્ર. દરેક ક્ષેત્રે ભારતીયો ડંકો વગાડી રહ્યા છે. તેવામાં વધુ એકવાર ભારત અને તેમાં પણ ખાસ કરીને ગુજરાતનું નામ રોશન એક દીકરીએ કર્યું છે.

મૂળ દાહોદની એવી આશ્કા દેસાઈને અમેરિકાના પ્રતિષ્ઠિત સર આર્થર એશ એવોર્ડથી નવાઝમાં આવી છે. આશ્કાને મળેલું આ સન્માન ગુજરાત માટે પણ ગૌરવ સમાન છે. આશ્કા હાલ દુબઈમાં રહે છે. આશ્કાના પરીવારની વાત કરીએ તો તે દાહોદના વતની એવા મિતેષભાઈ અને અમીષીબેન દેસાઈની દીકરી છે. તે યુનિવર્સિટી ઓફ વોશિંગટનમાં કોમ્પ્યુટર સાયન્સ વિષયમાં પીએચડી કરે છે. આ યુનિવર્સિટીમાં અભ્યાસ પણ એક ઉપલબ્ધિ જ છે કારણ કે આ યુનિવર્સિટી વિશ્વભરમાંથી અભ્યાસ માટે માત્ર 50 વિદ્યાર્થીઓને સિલેક્ટ કરે છે. તેમાંથી એક ગુજરાતની આશ્કા પણ છે.
તેવામાં હવે આશ્કા દેસાઈને અમેરિકામાં સર આર્થર એશ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. આ એવોર્ડ મેળવી આશ્કા દેસાઈએ અમેરિકામાં ગુજરાતનો ડંકો વગાડ્યો છે. તમને જણાવી દઈએ કે આ એવોર્ડ અમેરિકાના પ્રતિષ્ઠિત એવોર્ડમાંથી એક છે. અમેરિકાની તમામ યુનિવર્સિટીઓમાંથી અલગ અલગ રમતોને પ્રોત્સાહન મળી રહે તે માટે સતત થતા પ્રયત્નોના ભાગરુપે રમતજગતના ખેલાડીઓના નામ નામાંકિત થતા હોય છે.

તેમાં તમામ યુનિવર્સિટીમાંથી અલગ અલગ રમત માટેની ટીમમાંથી નામાંકિત થતા અનેક ખેલાડીઓમાંથી માત્ર 4 વિદ્યાર્થીઓને જ આ ગૌરવવંતા એવોર્ડથી સમ્માનિક કરવામાં આવે છે. તેમાં આ વર્ષે આશ્કાની પસંદગી છે. આશ્કા સતત ચાર વર્ષથી યુનિવર્સિટી ઓફ ડેલાવેરની ગોલ્ફ ટીમનું પ્રતિનિધિત્વ કરે છે. આશ્કા દેસાઈને આ એવોર્ડ પણ તેની ગોલ્ફ રમતની ઉપલબ્ધિઓ અને સાથે જ શૈક્ષણિક ક્ષેત્રે તેણે કરેલા પ્રદર્શન માટે આપવામાં આવ્યો છે.
આ વાતથી આશ્કાના પરીવારમાં આનંદ છવાયો છે. આશ્કા રમતજગતમાં સક્રિય હોવાની સાથે માનવ સંવેદના પણ ધરાવે છે. તે દિવ્યાંગોને મદદ કરી શકે તેવી કોમ્પ્યુટર એપ્લિકેશન તૈયાર કરવા સંશોધન કરી રહી છે. આશ્કાને તેના કામમાં સફળતા મળે અને તે ઉત્તરોત્તર પ્રગતિ કરી દેશનું અને ગુજરાતનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓનો ધોધ તેના પર હાલ વરસી રહ્યો છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત