એક ડાયાબિટીસના કારણે શરીરના આ 6 મહત્વના અંગ થઈ શકે છે ડેમેજ

ડાયાબિટીસ એવો રોગ છે જે પોતાની સાથે અન્ય જીવલેણ બીમારી અને સ્વાસ્થ્ય જોખમોને આમંત્રણ આપે છે. આજકાલની લોકોની અનિયમિત જીવનશૈલીના કારણે યુવાવસ્થામાં પણ લોકો આ રોગનો શિકાર થઈ જાય છે. ડાયાબિટીસ હોય તેનું શુગર લેવલ જો બેકાબૂ બની જાય તો આ સ્થિતિ નાની ઉંમરમાં પણ વ્યક્તિને મૃત્યુના મુખ સુધી ધકેલી દે છે. તબીબોનું કહેવું છે કે સ્વસ્થ જીવનશૈલી અપનાવીને ડાયાબિટીસથી બચી શકાય છે. યોગ્ય સમયે ધ્યાન આપવામાં ન આવે તો આ રોગના કારણે ગંભીર પરિણામો આવી શકે છે. ડાયાબિટીસ વિશે લોકોને જાગૃત કરવા દર વર્ષે 14 નવેમ્બરના રોજ વિશ્વ ડાયાબિટીસ દિવસ ઉજવવામાં આવે છે.

image soucre

ડાયાબિટીસથી બચવા શું કરવું અને કયા ઘરગથ્થુ ઉપચાર કરવા તે તો તમે જાણતા પણ હશો પરંતુ આજે તમને જણાવીએ કે ડાયાબિટીસના કારણે વ્યક્તિ કઈ કઈ સમસ્યા કે રોગનો શિકાર થઈ શકે છે.

અંધાપો – ટાઈપ-2 ડાયાબિટીસના દર્દીઓને અંધાપો કે નબળી દ્રષ્ટિની તકલીફ થઈ શકે છે. ડાયાબિટીસ વ્યક્તિની આંખોની નાની લોહીની નસોને નુકસાન પહોંચાડી શકે છે. તેના કારણે ગ્લુકોમા, મોતિયો અને ડાયાબિટીક રેટિનોપેથીનું જોખમ વધે છે. થોડા સમય પછી આંખો ખૂબ જ નબળી પડી જાય છે.

image soucre

સ્નાયૂને નુકસાન – જો તમને ટાઈપ 2 ડાયાબિટીસ છે, તો તમારા સ્નાયૂને નુકસાનનું જોખમ વધી જાય છે. તે તમારા હાથ અને પગને અસર કરી શકે છે. તેના લક્ષણોમાં હાથ અને પગમાં નિષ્ક્રિયતા આવે છે, સતત કળતર અથવા બળતરા થાય છે અને સાથે જ દુખાવો પણ થાય છે.

image soucre

હૃદયની તકલીફ – જો તમે ડાયાબિટીસ છે અને શુગર લેવલ કંટ્રોલ ન કરો તો હાઈ બ્લડ પ્રેશર અને હૃદયની બીમારીઓનું જોખમ વધી શકે છે. જો તમે ટાઈપ 2 ડાયાબિટીસથી પીડિત હોય તો લો સોડિયમયુક્ત આહાર લો અને નિયમિતપણે તમારું બીપી ચેક કરો.

પગના અલ્સર – નબળી નસ અને રક્ત પરિભ્રમણને કારણે પગમાં અલ્સર જેવી સમસ્યા થઈ શકે છે. આ પગના અલ્સર ક્યારેક જીવલેણ પણ થઈ શકે છે. પગના અલ્સરથી બચવા માટે ડાયાબિટીસના દર્દીઓએ તેમના પગ સાફ અને સૂકા રાખવા જોઈએ. આરામદાયક મોજાં પહેરવા જોઈએ. જો તમને પગમાં કોઈપણ પ્રકારનો ઘા હોય તો તરત જ તમારા ડોક્ટરનો સંપર્ક કરો.

image soucre

કિડની ફેલ્યોર – બ્લડ શુગર લેવલ વધવાની સીધી અસર કિડની પર પડે છે. તે કિડનીની ફિલ્ટરિંગ ક્ષમતાને અસર કરે છે. આ કારણે ડાયાબિટીસના દર્દીઓ માટે બ્લડ સુગરને નિયંત્રિત કરવું ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. આ માટે તમારે તમારા આહાર પર વધુ ધ્યાન આપવાની જરૂર છે.

image soucre

ઓરલ રોગ – જો ટાઈપ 2 ડાયાબિટીસમાં શુગર લેવલ કાબૂમાં ન રહે તો તમારી ઓરલ હેલ્થ પણ બગડી શકે છે. આ સ્થિતિમાં તમારી રક્તવાહિનીઓને નુકસાન થાય છે, જેમાં તમારા દાંત અને પેઢાંમાં ઈન્ફેક્શન થવાનું જોખમ વધી જાય છે. આ માટે ઓરલ હાઈજીનનું સંપૂર્ણ ધ્યાન રાખવું.