ડાકોરના ઠાકોરના દર્શન કરવા જવુ હોય તો ખુલી જશે આ તારીખથી મંદિર!

અષાઢ સુદ પૂર્ણિમા એટલે ગુરુ પૂર્ણિમા. આ દિવસે મહર્ષિ વેદવ્યાસનો જન્મ થયો હોવાથી આ દિવસને વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે. આજના દિવસ થી જ ઋતુ પરિવર્તન પણ શરુ થાય છે. આજના દિવસે શિષ્યો પોતાના ગુરુની ઉપાસના કરે છે.

Image Source

આ સાથે જ ગુરુ પૂર્ણિમાના દિવસે રાજ્યભરના મંદિરો અને દેવસ્થાનોમાં ખાસ ઉજવણી પણ કરવામાં આવ્યા છે. આ દિવસે ગુરુ પૂજનના ભવ્ય કાર્યક્રમો અને ખાસ દર્શન દર વર્ષે યોજાય છે પરંતુ આ વર્ષે કોરોના વાયરસના કારણે લાગુ કરાયેલા લોકડાઉનમાં તમામ પ્રકારની ઉજવણીઓ બંધ રાખવામાં આવી છે. કોઈપણ મંદિર કે દેવસ્થાને આ ઉત્સવ ઉજવાયો નથી. તેવામાં ઈતિહાસમાં પહેલીવાર બન્યું છે કે ડાકોરના ઠાકોરના દર્શનથી ભક્તો પૂનમના દિવસ વંચિત રહ્યા છે.

Image Source

આ વર્ષે રાજ્યના પ્રવિત્ર યાત્રાધામ ડાકોરના રણછોડજીના દ્વાર ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે બંધ રહ્યાં હતા. અનલોક-1માં રાજ્ય સરકારે મંદિરો ખોલવાની પરવાનગી આપી છે પરંતુ તેમજ છતાં ગુરુ પૂર્ણિમા પર ભક્તોની ભીડ એકત્ર ન થાય તે માટે આ મંદિર બંધ જ રાખવામાં આવ્યું હતું. જો કે તેમ છતાં વર્ષની મહત્વની પૂનમમાંથી એક એવી ગુરુ પૂર્મિમા હોવાથી મોટી સંખ્યામાં ભક્તો અહીં દર્શન માટે પહોંચ્યાં હતા.

Image Source

ઠાકોરજીના બંધ દ્રાર જોઈ ભક્તો નિરાશ પણ થયા હતા. જો કે આજના દિવસે ભગવાન નહીં પણ મંદિરના શીખર પર ફરકતી ધજાને દર્શન કરી પરત ફર્યા હતા. પૂનમના દર્શન માટે ઓનલાઈન કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જાણવા મળ્યાનુસાર 6 જુલાઈથી મંદિર દર્શનાર્થીઓ માટે રાબેતા ખૂલશે. પરંતુ દર્શનાર્થીઓએ પહેલાથી જ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી દર્શન માટે આવવાનું રહેશે.

Image Source

વર્ષોના ઈતિહાસમાં પહેલીવાર બન્યું છે કે યાત્રાધામ ડાકોરના ઠાકોર રણછોડજીના દ્વાર ભક્તો માટે બંધ રાખવામાં આવ્યા હોય અને સાથે જ ગુરુ પૂર્ણિમાના ઉત્સવની ઉજવણી પણ મોકૂફ રાખવામાં આવી હોય. આજે ભગવાનની પૂજા નિજ મંદિરમાં જ સંપન્ન કરવામાં આવી હતી.

Image Source

ગુરુ પૂર્ણિમાના દિવસે ભગવાનના દર્શનથી વંચિત રહેલા ગુજરાતભરના ભક્તો માટે ડાકોર ટેમ્પલ કમિટીએ સારા સમાચાર એ પણ આપ્યા છે કે 6 જુલાઈથી મંદિર રાબેતા મુજબ ભક્તો માટે ખુલ્લું મુકાશે. મંદિરની વેબસાઈટ પર જઈ ભક્તોએ નોંધણી કરાવી પોતાનું ઓળખકાર્ડ મેળવવું પડશે. ત્યારબાદ તેઓ ડાકોર આવી દર્શનનો લાભ લઈ શકશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત