ડાકોર મંદિરમાં શયન આરતી પછીની સેવાના વસ્ત્ર પરિધાન લાગાના ભાવમાં થયો મોટો વધારો, જાણો કિંમત

ડાકોર મંદિરમાં શયન આરતી પછીની સેવાના વસ્ત્ર પરિધાન લાગાના ભાવમાં થયો મોટો વધારો, જાણો કિંમત

પવિત્ર યાત્રાધામ ડાકોર મંદિરમાં ભક્તો પોતાની સેવાને લઈને હલે જરા ચિંતામાં મૂકાયા છે. અહીં ઓનલાઈન રીતે ભક્તો દ્વારા સેવા સ્વીકારવામાં આવી રહી છે. પરંતુ સાથે જ આ સેવામાં પણ મંદિર દ્વારા મોટો વધારો કરાયો છે. આ વધારાને જોતા અને કોરોના મહામારીના કારણે ભક્તો હવે દાન આપવામાં પણ ખચકાઈ રહ્યા છે.

image source

આ કારણે કરાયો છે લાગની કિંમતમાં વધારો

મંદિરના સૂત્રોએ જણાવ્યું હતું કે, ડાકોર મંદિરનો આવક સ્ત્રોત એક માત્ર દાન છે. હાલ કોરોનાના પગલે દાન ઘટ્યું છે. જ્યારે સામે 400થી વધુ કર્મચારીનો નિભાવ મંદિર કરી રહ્યું છે. પ્રસાદ રૂપે વહેંચાતા લાડુમાં પણ ખોટ આવી રહી છે. આ સ્થિતિમાં વસ્ત્રનો લાગો વધારવામાં આવ્યો છે. દાન ઘટવાના કારણે મંદિરની આવક ઘટી છે અને ખર્ચ સતત વધી રહ્યા છે. આ સમયે આ બેલેન્સને જાળવી રાખવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

image source

આજથી આ રહેશે સવારના વસ્ત્રના લાગાની કિંમત

જી હા, યાત્રાધામ ડાકોર મંદિરમાં રણછોડરાયજી મહારાજના વસ્ત્રો સાંજના તેમજ સવારના ધરાવવાના વસ્ત્રનો લાગોમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે. જ્યારે સવારના વસ્ત્રનો લાગો પહેલાં 2500 રૂપિયા હતો તેને વધારીને સીધો ડબલ એટલે કે રૂપિયા 5000 કરવામાં આવ્યો છે. જેનો અમલ 1લી એપ્રિલ 2021થી થશે. પવિત્ર યાત્રાધામ ડાકોર રણછોડજી મંદિરમાં ભગવાનના વસ્ત્ર પરિધાનના લાગાનો તોતિંગ વધારો ભક્તો માટે મુશઅકેલી ઊભી કરી શકે છે.

image source

સાંજના વસ્ત્રની લાગાની કિંમતમાં થયા આ ફેરફાર

સાંજના શયન આરતી પછીની સેવા માટેના વસ્ત્ર માટે વસ્ત્રનો લાગો 1 લી ઓક્ટોબર 2020થી રૂ. 2500 કરવામાં આવ્યો છે. જે અગાઉ રૂ.1100 હતો. આ ભક્તો ઓનલાઇન રજિસ્ટ્રેશન કરી વસ્ત્રની તારીખ નોંધાવી શકાશે અને વસ્ત્રની નોંધણી માટેની પ્રક્રિયા ઓફિસ તરફથી સૂચના વેબસાઇટ પર મુકવામાં આવશે. જેમણે વસ્ત્ર લાગા ડિપોઝીટ ભરી છે, તે પરત આપવામાં આવશે.

image source

વૈષ્ણવોને આ રીતે મળશે રૂપિયા પરત

ડાકોર મંદિર તરફથી મળતી માહિતી અનુસાર જે વૈષ્ણવોએ અગાઉ રૂ. 2000 વસ્ત્ર લાગા ડિપોઝીટ ભરીને તેઓએ દર વર્ષની તિથિ કે તારીખ નોંધાવી છે. તેવા વૈષ્ણવોને ડિપોઝીટ પરત આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. તેથી રૂ. 2000 વસ્ત્ર ડિપોઝીટ ટ્રસ્ટની ઓફિસમાંથી અરજી કરીને અને પરત મેળવી લેવી. હવેથી 1લી એપ્રિલ,21થી અગાઉ જે વૈષ્ણવોએ ડિપોઝીટ ભરીને તારીખ કે તિથિ નોંધાવેલી છે તે આપવામાં આવશે નહીં. હવેથી આવા વૈષ્ણવોએ ઓનલાઇન રજીસ્ટ્રેશનથી તારીખ નોંધાવવાની રહેશે. ત્યારબાદ જ તેઓ વસ્ત્ર લાગા માટેની સેવાનો લાભ મેળવી શકશે. આ સાથે નવા વર્ષે નવી કિંમતો સાથે નોંધણી કરાવવાની રહેશે.

image source

લાગો એટલે એક પ્રકારે ભગવાનને અર્પણ થતી ભેટ છે

ડાકોર ટેમ્પલ કમિટીના મેનેજર અરવિંદભાઈ મહેતાએ જણાવ્યું કે, મંદિરનો લાગો એટલે એક પ્રકારે ભગવાનને અર્પણ થતી ભેટ છે. પુષ્ટિ મર્યાદા પ્રમાણે મંદિરનો સેવા પ્રકાર નક્કી થયા બાદ પ્રત્યેક મનોરથનું પ્રભુને અર્પણ કરાતું ન્યોછાવર નકકી થતું હોય છે. 250 વર્ષથી સમયાંતરે મોંઘવારી વધતા મંદિરના પ્રત્યેક મનોરથમાં પ્રભુને અર્પણ થતા ન્યોછાવરમાં સુધારા થતા આવ્યા છે. આ એક નિરંતર પારંપરિક મંદિર વ્યવસ્થાનો ભાગ છે. પ્રત્યેક ભક્તને આ ન્યોછાવરને અનુરૂપ સમાધાન પેટે પ્રસાદી પણ આપવામાં આવે છે.’

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત