જાણો દક્ષિણાયનના મહત્વ વિશે, આ સમય દરમ્યાન શું કરવાથી થાય છે લાભ વાંચો તમે પણ

આ તારીખથી કર્ક રાશિમાં સૂર્ય કર્યો પ્રવેશ મકરસંક્રાંતિ સુધી આ કાર્યો કરવાથી થશે લાભ, જાણો દક્ષિણાયન ના મહત્વ વિશે આ સમય દરમ્યાન શું કરવાથી થાય છે લાભ વાંચો તમને પણ, દક્ષિણાયન ની શરૂઆત સાથે જ શરૂ કરી દો આ કામ મળશે અઢળક લાભ

હિન્દુ જ્યોતિષશાસ્ત્ર અને કેલેન્ડર અનુસાર દર વર્ષે 16 અથવા 15 જુલાઈએ સૂર્ય કર્ક રાશિમાં પ્રવેશ કરે છે જેને કર્ક સંક્રાંતિ કહેવામાં આવે છે આ વર્ષે ગુરુવાર અને ૧૬ જુલાઈએ રાત્રી 10 અને 36 કલાકે રોહિણી નક્ષત્રમાં સૂર્ય કર્ક રાશિમાં પ્રવેશ કરશે આ સાથે જ દક્ષિણાયન ની શરૂઆત પણ થઈ જશે દક્ષિણાયન આગામી છ મહિના સુધી એટલે કે જાન્યુઆરી માસમાં મકરસંક્રાંતિ સુધી રહેશે.

image source

નિશાન તુ અનુસાર કર્ક સંક્રાંતિ નું પુણ્ય કાર્ડ ગુરુવારે સવારે 6.15 થી 11:00 સુધી રહેશે આ સમય દરમ્યાન તીર્થ ક્ષેત્રમાં સ્નાન કરવાથી જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરવાથી અને ઈષ્ટ દેવની પૂજા કરવાથી પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે

image source

અષાઢ મહિનાથી માગશર મહિના સુધીમાં સૂર્યનું ઉત્તરથી દક્ષિણ તરફ જવું આ ક્રિયાને દક્ષિણાયન કહેવામાં આવે છે જ્યોતિષ અને ધર્મગ્રંથો પ્રમાણે દક્ષિણાયન ની શરૂઆત દેવતાઓનું મધ્યાહન થાય છે અને ઉત્તરાયણની શરૂઆત નો સમય દેવતાઓની મધ્યરાત્રી કહેવાય છે આ જ કારણ છે કે વૈદિક કાળથી ઉત્તરાયણને દેવયાન અને દક્ષિણાયન ને પિતૃયાન કહેવામાં આવે છે.

image source

જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્ય જ્યારે કર્ક રાશિમાં રાત્રિના સમયે પ્રવેશ કરે છે એટલે કે રાત્રિના સમયે સંક્રાંતિ થવી શુભ માનવામાં આવે છે તેના પ્રભાવથી આ લોકોનો વેપાર વધે છે અને આર્થિક સ્થિતિ પણ મજબૂત થાય છે સાથે જ એવું માનવામાં આવે છે કે આ યોગના કારણે પીળા રંગની વસ્તુઓ નો ભાગ ઘટે છે.

શું કરવું કર્ક સંક્રાંતિમાં ?

image source

કર્ક સંક્રાંતિ માં સૂર્યોદય સમયે જાગી જવું અને પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ ત્યારબાદ સ્વસ્થ રહેવાની કામના સાથે સૂર્ય ભગવાનને જળ ચડાવવું જોઈએ આ સમય દરમિયાન ભગવાન શિવ અને વિષ્ણુની પૂજા કરવાનું પણ ખાસ મહત્વ હોય છે જે વ્યક્તિ આ સમય દરમિયાન વિષ્ણુ સહસ્ત્ર નામનો જાપ કરે તો તેને ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે પૂજા કર્યા બાદ શ્રદ્ધા પ્રમાણે અને યથાશક્તિ દાન કરવાનો સંકલ્પ પણ લેવામાં આવે છે આ સમય દરમ્યાન જરૂરિયાત મંદ લોકો ને કપડાં અનાજ અને અન્ય વસ્તુઓનું દાન કરી શકાય છે આ સાથે જ ગાયને ઘાસ ખવડાવવાનું પણ ખુબ મહત્વ રહેલું છે

દક્ષિણાયનમાં કયા મહિનાનો થાય છે સમાવેશ

image source

હિન્દુ કેલેન્ડર અનુસાર દક્ષિણાયનના સમયમાં અષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો, કારતક અને માગશર આ છ મહિના આવે છે. તેમાં પણ શરૂઆતના ચાર મહિનામાં કોઈપણ પ્રકારના શુભ કાર્યો કરવામાં આવતા નથી. કારણ કે આ સમય દરમિયાન દેવ શયન અવસ્થામાં હોય છે એટલે જ દક્ષિણાયનની શરૂઆતના ચાર મહિનામાં દાન-પુણ્ય અને પૂજા જેવા કર્મો જ કરવા જોઈએ. ભગવાન શયન અવસ્થામાં હોવાથી વિષ્ણુ પૂજાનું પણ આ ચાર મહિના દરમિયાન ખાસ મહત્વ હોય છે

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત