આ દમદાર બાઇકના ફિચર્સ જાણીને તમને પણ થઇ જશે લેવાની ઇચ્છા, જાણી લો કિંમતથી લઇને તમામ માહિતી એક ક્લિકે

2021 Suzuki Hayabusa : Suzuki Motorcycle India એ પોતાની બહુપ્રતિક્ષિત સુપર સ્પોર્ટ ટુઅર બાઈક Suzuki Hayabusa ની ડિલિવરી શરૂ કરી દીધી છે. કંપનીએ આ મોટરસાયકલની શીપમેન્ટ ડીલરશીપને મોકલવાની શરૂ કરી દીધી છે. કંપનીએ આ સુપર સ્પોર્ટ બાઇકને આ વર્ષની શરૂઆતમાં જ લોન્ચ કરી હતી અને હવે ગ્રાહકોને તેની સુઝુકી હાયાબુસાની ડિલિવરી મળવાની પણ શરૂ થઈ જશે. નોંધનીય છે કે દેશમાં આ સુપર સ્પોર્ટ ટુઅર બાઈકની પહેલી બેચ સંપૂર્ણ વેંચાય ગઈ હતી. જેના કારણે કંપનીને બાઇકની લોન્ચિંગ કર્યા બાદ બે દિવસમાં જ બુકીંગ બંધ કરી દેવું પડ્યું હતું. પહેલા લોટમાં 101 બાઈક શામેલ છે જેને કંપનીએ તેના ગ્રાહકોને ડિલિવરી આપવાનું શરૂ કર્યું છે.

image source

નોંધનીય છે કે 2021 હાયાબુસા થર્ડ જનરેશન મોડલ છે. કંપનીએ અનેક ફેરફારો કરીને આ બાઇકને બિલકુલ નવા અવતારમાં જ રજૂ કરી હતી. સુઝુકી હાયાબુસા પહેલા જનરેશન મોડલને વર્ષ 1998 માં લોન્ચ કરવામાં આવ્યું હતું. કંપનીએ આ મોડલને 2007 સુધી વેંચ્યું. ત્યારબાદ વર્ષ 2008 માં કંપનીએ તેનું સેકન્ડ જનરેશન મોડલ બજારમાં મૂક્યું. અને હવે કંપની આ બાઇકની ત્રીજી પેઢી એટલે કે થર્ડ જનરેશન બજારમાં લાવી છે.

image source

સુઝુકીએ પોતાના આ પ્રીમિયમ સ્પોર્ટ્સ સુપર બાઇકને બિલકુલ નવા અવતારમાં જ રજૂ કર્યું છે. નવી હાયાબુસામાં કંપનીએ નવા લોગો ડિઝાઇનનો ઉપયોગ કર્યો છે. સાથે જ બાઇકમાં નવા ડિઝાઇનની ફ્યુલ ટેન્ક આપવામાં આવી છે. આ સાથે આ સ્પોર્ટ બાઇકમાં એરોડાયનેમિક ફેસ અને ક્રોમ પ્લેટેડ લોન્ગ એગજોસ્ટ આપવામાં આવ્યા છે જે બાઇકને પહેલાની સરખામણીએ વધુ એગ્રેસીવ લુક આપે છે. એ સિવાય બાઇકમાં 7 સ્પોક એલોય વહીલ મળશે. 2021 સુઝુકી હાયાબુસાને ત્રણ ડ્યુઅલ ટોન રંગોમાં રજૂ કરી છે. તેમાં કેન્ડી બર્ન ગોલ્ડ સાથે ગ્લાસ સ્પાર્કલ બ્લેક, મેટેલિક મેટ સ્વોર્ડ સિલ્વર સાથે કેન્ડી ડારિંગ રેડ અને પર્લ બ્રિલિયન્ટ વ્હાઈટ સાથે મેટેલિક મેટ સલેટર બ્લુ સિલ્વર છે.

પાવરફુલ એન્જીન

image source

નવી 2021 સુઝુકી હાયાબુસા બાઇકમાં અપડેટેડ એન્જીન આપવામાં આવ્યું છે. તેમાં 1340 cc, ઇનલાઈન 4 સિલિન્ડર, લિકવિડ કુલ્ડ એન્જીન મળે છે જે હવે યુરો ઉત્સર્જન માપકનું પાલન કરે છે. આ એન્જીન એક રાઈડ બાય વૌર ઇલેક્ટ્રોનિક થ્રોટલ સિસ્ટમથી સજ્જ છે. તેની સાથે સાથે આમાં અપડેટેડ ઇનટેક અને એકજોસ્ટ સિસ્ટમ પણ મળે છે. કંપનીના જણાવ્યા મુજબ આ નવા સેટઅપનો ફાયદો લો અને મિડ રેન્જમાં પાવર અને ટોર્ક આઉટપુટ વધારવામાં થશે.

ટોપ સ્પીડ અને માઇલેજ

image source

આ એન્જીન 9700 rpm પર 187.7 bhp નો પાવર અને 7000 rpm પર 150 Nm નો પિક ટોર્ક જનરેટ કરે છે. અગાઉનાં મોડલની સરખામણીમાં નવા બાઇકમાં 8 bhp ઓછો પાવર મળશે. પરંતુ સુઝુકીના જણાવ્યા મુજબ નવું મોડલ મજબૂત ટોર્ક ડિલિવરી સાથે સૌથી ઝડપી હાયાબુસા છે. આ એન્જીનમાં પહેલાની જેમ 6 સ્પીડ ગેઅરબોક્સ આપવામાં આવ્યું છે. રિપોર્ટ મુજબ તેની ટોપ સ્પીડ 298 કિલોમીટર પ્રતિ કલાક થઈ શકે છે. મોટરસાયકલનું કુલ વજન (કર્બ વેટ) 264 કિલોગ્રામ છે. કંપનીના દાવા મુજબ નવી 2021 હાયાબુસા 15 કિલોમીટર પ્રતિ કલાકની માઇલેજ આપે છે.

નવા ફીચર્સ

image source

આ બાઈક SDMS-α સાથે કંપનીનાં નવા સુઝુકી ઇન્ટેલિજન્ટ રાઈડ સિસ્ટમ એટલે કે SIRS થી સજ્જ છે. આનાથી બાઇકમાં 5 રાઈડિંગ મોડ, પાવર મોડ સેલેક્ટર, એન્જીન બ્રેક કન્ટ્રોલ, ટ્રેકશન કન્ટ્રોલ, બાય ડાયરેક્શનલ ક્લિક શિફ્ટ સિસ્ટમ અને એન્ટી લિફ્ટ કન્ટ્રોલ સિસ્ટમ જેવા ફીચર્સ મળે છે. આનાથી એક્ટિવ સ્પીડ લિમિટર જેવું ફીચર્સ મળે છે. તેનો ફાયદો એ થાય છે કે બાઈક રાઈડરની સ્પીડ લિમિટ નિર્ધારિત કરી શકાય છે.

નવા ઇન્સ્ટ્રુમેન્ટ કંસોલ

image source

કંપનીના બાઇકમાં ઇન્સ્ટ્રુમેન્ટ કંસોલની ટ્વીન એનાલોગ ક્લોકને પણ અપડેટ કરાઈ છે. હવે એનાલોગ ડાયલ વચ્ચે એક નાનું ટીએફટી પેનલ આપવામાં આવ્યું છે. અપડેટ હોવા છતાં ઇન્સ્ટ્રુમેન્ટ કંસોલ હજુ જુના સ્કૂલ બાઈક જેવું જ દેખાય છે. નવી હાયાબુસામાં કરવામાં આવેલા અપડેટ અન્ય અપડેટમાં મલ્ટી એન્જીન પાવર મોડ, એક કવિકશિફ્ટર, અને નવા ઇલેક્ટ્રોનિકસ સુઇટ શામેલ થઈ શકે છે. જેમાં એક ઇનર્શીયલ મેજરમેન્ટ યુનિટ શામેલ છે જે કોર્નરિંગ ABS અને ટ્રેકશન કન્ટ્રોલ સિસ્ટમને પાવર આપશે.

કિંમત

image source

2021 સુઝુકી હાયાબુસા સ્પોર્ટબાઈકને 16.40 લાખની કિંમત પર લોન્ચ કરવામાં આવી છે. અગાઉના મોડલની સરખામણીએ ન્યુ જનરેશન હાયાબુસા 2.65 લાખ રૂપિયા મોંઘી થઈ છે. અગાઉના હાયાબુસા જનરેશનની હાયાબુસા ભારતમાં 13.75 લાખ રૂપિયાની એક્સ શોરૂમ કિંમતે વેંચવામાં આવી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *