આ દંપતીના બે દીકરા પાણીમાં ડૂબી જવાથી થયું હતું મૃત્યું, હવે 3 વર્ષ બાદ બે ભાઈઓને લીધા દત્તક, પરિવારમાં ખુશીનો માહોલ

દુખ બધાના જીવનમાં અવાર નવાર આવતા રહે છે. પરંતુ એ દુખને કઈ રીતે સુખમાં ફેરવવું એ આવડવું જોઈએ. કારણ કે દરેક દર્દની મલમ હોય છે. ત્યારે હવે જે વાત કરવી એ ખરેખર ચોંકાવનારી છે અને ગર્વ લેવા જેવી પણ ખરી. આ ભાઈને તો ખુબ જ દુખ હતું પણ પછી જે રીતે પરિવારમાં હરખ છવાયો એ ખરેખર જોવા જેવી વાત છે. કારણ કે એક નિઃસંતાન દંપતીઓ કે પછી પોતાના બાળકોને ખોઇ બેસેલા લોકો પણ હવે અનાથ બાળકોને દત્તક લેવા લાગ્યા છે એવું આપણે અવાર નવાર સાંભળવા મળ્યું છે. આમ કરવાથી અનાથ બાળકોને માતા-પિતા મળી જાય છે અને દંપતીને બાળકો.

image source

ત્યારે હવે કંઈક આવો જ એક કિસ્સો વડોદરામાં જોવા મળ્યો છે. જ્યાં બે અનાથ ભાઇઓને દંપતીએ દત્તક લીધા. 3 વર્ષ પહેલા ડૂબી જતા દંપતીએ બે પુત્રો ગુમાવ્યા હતા, આજે નવા સ્વરૂપમાં તેમને દીકરાઓ પરત મળતાં જ પરિવારમાં ખુશી છવાઈ ગઈ હતી. બીજી તરફ બંને અનાથ સગા ભાઇઓને પણ માતા-પિતાનો પ્રેમ મળતાં તેઓ જે સંસ્થામાં રહેતા હતા ત્યાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો અને વાતાવરણમાં એક ખુશીની લહેર છુટી ગઈ છે. આ અંગેની વિગત એવી છે કે વડોદરાના દીપક ફાઉન્ડેશન સંચાલિત સમાજ સુરક્ષા સંકુલમાં પોતાનું બાળપણ વિતાવનાર બે ભાઇઓને કિશોરાવસ્થામાં માતા-પિતાની છત્રછાયા અને પ્રેમ મળ્યો છે.

image source

તો આ તરફ અકસ્માતે પાણીમાં ડૂબી જવાથી એક સાથે બે પુત્રોને ગુમાવનાર વડોદરાના પ્રજાપતિ દંપતી પણ નિસંતના હતું તેથી આ બંને ભાઇઓ રૂપે પોતાના દીકરાઓ પાછા મળ્યા છે. આ દંપતીએ બે સગા ભાઇઓને દત્તક લઇને સામાજિક જવાબદારી નિભાવી એક સસર ઉદાહરણ પુરુ પાડ્યું છે. જેને લઇ તેમના ઘરમાં સોનાનો સૂરજ ઉગ્યો હોય તેવો હરખ છવાતો જોવા મળે છે. બાળકોની વાત કરવામાં આવે તો બાળપણમાં માતાની છત્રછાયા ગુમાવી દેનાર સન્ની અમરસિંહ પંચાલ અને અર્જુન અમરસિંહ પંચાલ જ્યારે નાની ઉંમરના હતા ત્યારે તેમને આ સંસ્થામાં લાવવામાં આવ્યા હતા.

image source

બાળકોના ભવિષ્યની પછીની વાત કરીએ તો સંકુલમાં જ બાળપણ વિતાવનાર સન્ની (ઉં.વ.18) હાલ ધોરણ-10માં, જ્યારે અર્જુન (ઉં.વ.16) ધોરણ-9માં ભણીને પોતાના સપનાઓ પૂરા કરવા મહેનત કરી રહ્યા છે. સંસ્થાના કર્મચારીઓ પણ તેમને સારા માતા-પિતા અને ઘર મળે તેના પ્રયાસો કરી રહ્યા હતા. દરમિયાન જિલ્લા બાળ સુરક્ષા એકમની મદદથી વડોદરાના પ્રતાપનગર રોડ વિસ્તારમાં રહેતા નિલેશભાઇ પ્રજાપતિ અને ભારતીબહેન પ્રજાપતિ બાળક દત્તક લેવા માટે સંસ્થામાં આવ્યા. નિલેશભાઇ અને ભારતીબહેન પ્રજાપતિને સંતાનમાં બે દીકરાઓ હતા. વર્ષ 2017માં તેઓ પ્રવાસે ગયા હતા તે સમયે એક સાથે બંને પુત્રોનું પાણીમાં ડૂબી જવાથી મૃત્યું નીપજ્યું હતું. બંને દીકરાઓને ગુમાવી દેવાના દુઃખથી પ્રજાપતિ દંપતી ભાંગી પડ્યું હતું. જો કે સ્વાભાવિક છે કે કોઈપણ સાથે આવું થાય તો તે પડી ભાગે.

ત્યારબાદની પરિસ્થિતિ કંઈક એવી હતી કે છેલ્લા ત્રણ વર્ષથી પ્રજાપતિ દંપતી પુત્રોને યાદ કરીને જીવન જીવી રહ્યા હતા. તેમના હ્રદયના એક ખૂણામાં એવી ઈચ્છા ક્યાંક ને ક્યાંક દબાયેલી હતી કે, તેઓના પુત્રો જેવા બે સંતાનો મળી જાય. જેથી પોતાનું ઘર ફરીવાર હસતુ-રમતું થઇ જાય. આથી તેમણે જિલ્લા બાળ સુરક્ષા એકમનો સંપર્ક કર્યો હતો. જ્યાં તેમણે બાળપણથી રહેતા અને ઉછેરેલા પંચાલ ભાઇઓ સન્ની અને અર્જુનને દત્તક લેવાનું માનવીય કાર્ય કર્યું. બીજી તરફ અનાથ એવા સન્ની અને અર્જુનને નવા માતા-પિતા મળતા તેમની આંખો ખુશીના આંસુથી છલકાઇ ગઇ હતી. સંસ્થાના દોસ્તોથી દૂર થવાનું હોવાથી બંને ભાઇઓ દુઃખના આંસુ પણ રોકી શક્યા ન હતા. હવે આ ઘટના ચારેકોર વાયરલ થઈ રહી છે અને લોકો આ કિસ્સો સંભળાવી માનવતાનું ઉદાહરણ આપી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!