મહત્વ દાંમ્પત્ય જીવનનું – ઓફિસથી થાકીને ઘરે આવેલ પત્નીને પાણી આપ્યું પતિએ અને પછી…

” માનવ જરાં એક ગ્લાસ પાણી આપજે જો.. ઓફિસે થી થાકેલી આવેલી ઈશાની એ પોતાના પતિ માનવ ને બુમ પાડી.” ” યસ ડાર્લિંગ કમિંગ ” ” ઈશાની ને હાથ માં પાણી નો ગ્લાસ આપી માનવ એ ઈશાની ને પોતાનો દિવસ કેવો રહ્યો તે અંગે પ્રશ્ન કર્યો. ” ” અરે ખૂબ જ થાકી છું માનવ આજે.. પ્લીસ રસોઈ બનાવવા માં આજે મારી મદદ કરજે.. મારે એકલી થી નઈ પોહચી વળાય.. ઈશાની એ માનવ ને પોતાનો ઓર્ડર જણાવી દીધો.”

image source

માનવ એ પણ કોઇ જ કંમ્પ્લેઇન વગર ઈશાની ની હા માં હા મિલાવીને યસ ડાર્લિંગ કહી ને ઈશાની ને ફ્રેશ થવાનું કહ્યું.. આખરે હા માં હા જ મિલાવે ને !! ઈશાની અને માનવ આજ ના જમાના સાથે કદમ મિલાવનાર, એકબીજા ને સારી રીતે સમજી શકતા હતા કે “આધુનિક દંપતી પુરુષ ચડિયાતો ને સ્ત્રી ઉતરતી અથવા તો અમુક કામ સ્ત્રી ના અને અમુક કામ જ પુરુષ ના હોય એવું નથી.. સમાનતા આ યુગ મા પતિ પત્ની બે મિત્રો ની જેમ રહેવામાં માને છે.” પણ જે વિચારસરણી રંજન બેન માનવ ના મમ્મી ને જરાય પસંદ આવતું નહિ…

image source

રંજન બેન સામે બેઠેલા સોફા પર બેઠા બેઠા બધું જ નિહાળી રહ્યા હતા અને લાલ આંખે ઈશાની ને જોયે જ જતા હતા.. આખરે તેમને કોણ સમજાવે કે પુત્રવધુ ઈશાની નોકરી કરે છે.. ઓફિસ થી થાકેલી આવેલી ઈશાની પોતાના પતિ પાસેથી એક ગ્લાસ પાણી ની અપેક્ષા રાખે તેમાં કઈ જ ખોટું ન હતું છતાંય તેઓ મનોમન ઈશાની ને કોચયે જ જતા હતા…કે આધુનિક કેળવણી પામેલ સ્ત્રી આવી હોય!! આ સંસ્કાર હોય !! સોફા પર બેઠી બેઠી પોતાના પતિ ને ઓર્ડર કરે?? મારો દીકરો બિચારો દબાઈ જ ગયો છે.. એટલે જ વધારે ભણેલી વહુ મારે લાવવી જ ન હતી..

image source

આ યુગ મા સ્ત્રી પુરુષ એમ બન્ને જણે ખભા થી ખભો મિલાવીને ને કામ કરવાનું છે.. પુરુષ ની જેમ હવે સ્ત્રીઓ એ પણ સમયસર ઓફિસ પોહ્ચવાનું હોય છે.. સવારે ઉઠી ને રસોઈ કરવાની હોય છે, ઘર ના કામકાજ પતાવવાના હોય છે.. આથી પોતાના પતિ પાસેથી થોડા ઘણાં કામ માં મદદ માંગે તેમાં કઈ જ ખોટું ન હતું છતાંય રંજન બેન જેવા જુનવાણી વિચારો ધરાવતા વડીલ આવું ઉદાર વિચારવામાં પાછા પડતા… આથી તેમને ગુસ્સા ભેર માનવ ની સામે જોયું.. પણ માનવ એ તેમનો કોઇ જ જવાબ આપ્યો નહિ એટલે રંજન બેન છોભીલા પડી ગયા… અને માનવ થી રિસાય ગયા…

image source

માનવ પણ મનો મન બધુંય સમજી ગયો આથી પોતાની મમ્મી ને ખોટું ન લાગે તે માટે મજાક મજાક માં આખી બાજી પોતાના હાથ મા લઇ લીઘી અને કહ્યું કે ” માય ડાર્લિંગ મોમ..આપણા ઘરમાં કયાં પેહલા થી એવું છે કે ઘર ના કામ સ્ત્રીઓ જ કરે !! પપ્પા પણ તો તને ઘરકામ માં મદદ કરાવતા હતા ને?? તું લોટ બાંધતી તો પપ્પા શાક સુધારતા…તું જોબ ન હતી કરતી છતાંય પાપા તને દરેક ઘરકામ મા મદદ કરતા મે નાનપણ થી જોયા છે.. અને તું પણ કયારેય એમને ના પાડતી છતાંય આખું ઘર એમની જાતે સાફ પણ કરી દેતા… હે ને મમ્મી????

વર્ષો પેહલા નું યાદ આવતા રંજન બેન જાણે સાવ ઢીલા પડી ગયા અને ઈશાની પ્રત્યે ની ફરિયાદ તો જાણે ભુલી જ ગયા… રંજન બેને હરખાતે હૈયે કહ્યું કે “હા બેટા તારા દાદા પણ બા ને ઘર માં ખૂબ જ મદદ કરાવતા… કયારેક તો વળી તેઓ મને કામ ન સોંપતા જાતે પણ કપડાં ધોઈ નાખતા… જે જોઈ ને હું ઘણી શરમાઈ જતી…. ”

image source

રંજન બેન ને હવે ઈશાની પ્રત્યે કોઇ જ ગુસ્સા નો રંજ માત્ર પણ રહ્યો નહિ… પોતાની વિચારવા ની શક્તિ માં જ ખોટ હતી તે બખૂબી સમજી ગયા હતા… માનવ પણ પણ તેની મમ્મી ને મનાવવા માં સફળ રહ્યો… આથી તે પણ ખૂબ ખુશ હતો…

માનવ અને ઈશાની એમ બન્ને એ ભેગા થઈ ને ડિનર બનાવ્યું.. અને બધા એ હોંશે હોંશે ખાધું… જે રીતે સ્ત્રી બહાર ની દુનિયા માં પુરુષ સાથે ખભે ખભો મિલાવીને કામ કરે છે તે જ રીતે પુરુષે પણ શરમાયા વગર સ્ત્રી ને ઘરકામ મા મદદ કરવી જ જોઈએ.. ઘર ના વડીલો એ પણ આ જીવનશૈલી ને સાથ સહકાર આપવો જ જોઈએ તો જ આત્મીયતા બંધાય, ઘરસંસાર સુખમય પસાર થાય…. અસ્તુ

લેખક : જીનલ ટેલર “વિહા”

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત