‘ડાન્સ દિવાને 3’માં જજ માધુરી દીક્ષિતની એક એપિસોડની ફી છે અધધધ…જ્યારે ધર્મેશની છે 8-10 લાખ રૂપિયા, જાણો બીજા કલાકારોની શું છે ફી

બોલીવુડની ધક ધક ગર્લ માધુરી દીક્ષિત હાલમાં ડાન્સ રિયાલિટી શો ‘ડાન્સ દિવાને 3’માં જજ તરીકે જોવા મળે છે. ડાન્સ દિવાને 3 શોમાં માધુરી દીક્ષિતની સાથે જજ તરીકે કોરિયોગ્રાફર તુષાર કાલિયા તથા કોરિયોગ્રાફર ધર્મેશ યેલાંડે પણ છે.

ડાન્સ રિયાલિટી શો ડાન્સ દિવાને 3ના આત્રણ જજના કામનું ફોર્મેટ એક સમાન છે. પણ આ શોમાં જજ તરીકે રહેવા બદલ, તેમને જે ફી મળે છે, તેમાં ઘણું જ અંતર છે.

image soucre

તમને જણાવી દઈએ કે ડાન્સ દિવાનેની ગઈ બે સિઝનની જેમ આ ત્રીજી સિઝનમાં પણ દર્શકોને રિયાલિટી શોના 30-31 એપિસોડ જોવા મળશે. આ શોના જજ તરીકે કોણ કેટલી ફી લે છે જો એ તમને જાણશો તો તમે પણ થઈ જશો છક. તો ચાલો જાણી લઈએ કોણ કેટલી વસુલે છે ફી

માધુરી દીક્ષિત

image socure

ડાન્સ દિવાનેની પહેલી અને બીજી બંને સીઝનમાં બોલિવૂડ એક્ટ્રેસ માધુરી દીક્ષિત જોવા મળી હતી. સૂત્રો અનુસાર માધુરી દીક્ષિતને આ રિયાલિટી શોનું પહેલી સિઝનમાં 55 લાખ રૂપિયા પ્રતિ એપિસોડ મળતા હતા. જ્યારે માધુરી દીક્ષિતે બીજી સિઝનમાં પોતાની ફી વધારીને 55-60 લાખ કરી દીધી હતી. હવે ત્રીજી સિઝનની વાત કરીએ તો, માધુરી દીક્ષિતે આ સિઝન માટે પોતાની ફી 65-70 લાખ રૂપિયા પ્રતિ એપિસોડ રાખી છે.

તુષાર કાલિયા

image soucre

માધુરી દીક્ષિતની જેમ જ તુષાર કાલિયા પણ આ રિયાલિટી શોમાં શરૂઆતથી જ જોવા મળ્યો છે. એવું માનવામાં આવે છે કે તુષાર કાલિયાને ડાન્સ દિવાનેની પહેલી સિઝનમાં 6 લાખ રૂપિયા ફી પેટે મળતા હતા. એ પછી બીજી સિઝનમાં તુષાર કાલિયાને 8 લાખ રૂપિયા આપવામાં આવતા હતા. પણ હવે ત્રીજી સિઝનમાં તુષાર કાલિયાની પ્રતિ એપિસોડ 10-12 લાખ છે.

ધર્મેશ યેલાંડે

image soucre

બોલિવૂડ તથા ટીવીની જાણીતી પર્સનાલિટી તેમજ કોરિયોગ્રાફર ધર્મેશ યેલાંડે આ વખતે આ રિયાલિટી શોમાં ફિલ્મમેકર શશાંક ખૈતાનની જગ્યાએ આવ્યો છે. શશાંક ખૈતાન પોતાના બીઝી શિડ્યૂઅલને કારણે ડાન્સ દિવાનેની ત્રીજી સિઝનમાં ભાગ લઈ શક્યો નહીં. તમને જણાવી દઈએ કે ધર્મેશ આ પહેલાં ‘ડાન્સ પ્લસ’ની પાંચ સિઝનમાં કેપ્ટન તરીકે જોવા મળ્યો હતો. આ ઉપરાંત ‘મહારાષ્ટ્ર બેસ્ટ ડાન્સર’માં જજ પણ બન્યો હતો.

રાઘવ જુયાલ

image soucre

તમને જણાવી દઈએ કે ડાન્સ દિવાને શોની પહેલી અને બીજી સિઝનને ટીવી એક્ટર અર્જુન બિજલાનીએ હોસ્ટ કરી હતી. જો કે, ત્રીજી સિઝનમાં અર્જુન બીજલાનીને બદલે હોસ્ટ તરીકે ડાન્સર રાઘવને લેવામાં આવ્યો છે.

રાઘવ પોતાના સ્લો મોશન ડાન્સ તથા ક્રોકરોક્સઝ ડાન્સ માટે જાણીતો છે. રાઘવે આ પહેલાં ‘ડાન્સ પ્લસ’ તથા ‘ડાન્સ ચેમ્પિયન’ જેવા શો હોસ્ટ કર્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!