ચોંકાવનારો કિસ્સો: દંડથી બચવા ટ્રાફિકકર્મીને કચડવાનો પ્રયાસ, કારચાલકે બોનેટ પર ચઢાવી ઘુમાવ્યો

મહારાષ્ટ્રના નાગપુર ખાતેનો એક ચોંકાવનારો વિડીયો વાયરલ થયો છે. આ વાયરલ વીડિયોમાં એક ટ્રાફિક પોલીસકર્મીને કાર ચાલક કારની બોનેટ પર ઉઠાવી લગભગ એક કિલોમીટર સુધી લઈ ગયો હતો. આ દરમિયાન રોડ પર ઉભેલા અન્ય લોકો પણ અડફેટે આવ્યા હતા અને ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટના ત્યારે બની જ્યારે ટ્રાફિક પોલીસે નિયમોનું ઉલ્લંઘન કરનાર આ કાર ચાલકને રોકવાના પ્રયાસ કર્યા હતા.

कार चालक ने ट्रैफिक पुलिसवाले को घसीटा
image source

આ ઘટના સ્થાનિક સીસીટીવી કેમેરામાં પણ રેકોર્ડ થઈ ગઈ હતી જેનો વિડીયો બાદમાં નાગપુર પોલીસે જ જાહેર કર્યો હતો. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કઈ રીતે કાર ચાલકે ટ્રાફિક પોલીસકર્મીને હડફેટે લીધો હતો અને કારની બોનેટ પર ઉઠાવી લીધો હતો. વીડિયોમાં એ પણ દેખાય છે કે કઈ રીતે આ ઘટના જ્યાં ઘટી ત્યાં આસપાસના રોડ પર ઉભેલા લોકો પણ ઇજાગ્રસ્ત થયા હતા.

image source

પોલીસે જણાવ્યું હતું કે આ ઘટના નાગપુર (મહારાષ્ટ્ર) ના સક્કરદારાની છે. અને આ ઘટના ત્યારે ઘટી જ્યારે નિયમોનું ઉલ્લંઘન કરનાર એક કાર ચાલકને ટ્રાફિક પોલીસકર્મીએ રોકવાનો પ્રયત્ન કર્યો. આ દરમિયાન જ્યારે કાર ચાલક પોલીસકર્મીને બોનેટ પર ઉઠાવી કાર દોડાવી રહ્યો હતો ત્યારે સ્ફુટીમાં બેઠેલા બે અન્ય વ્યક્તિ પણ ઘાયલ થયા હતા.

image source

નાગપુર પોલીસનાં જણાવ્યા મુજબ ઉપરોક્ત બનાવ સ્થળે ટ્રાફિક પોલીસકર્મી અમોલ ચીંદમ્બર પોતાની ફરજ બજાવી રહ્યા હતા. અને સાંજે પાંચ વાગ્યાની આસપાસ તેઓએ વિંડશિલ્ડ પર ટીન્ટેડ ગ્લાસ વાળી એક કાર જોઈ અને તેણે કાર ચાલકને કાર રોકવા માટેનું સિગ્નલ આપ્યું પરંતુ કાર ચાલકે કાર રોકવાને બદલે આગળ વધારી દીધી.

ત્યારબાદ પોલીસકર્મીએ રસ્તા વચ્ચે ઉભા રહી કાર રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ એ કારની ગતિ વધુ હોવાથી પોલીસકર્મી કારની બોનેટ પર કૂદી ગયો હતો. અને કાર ચાલક પોલીસકર્મીના જીવની પરવા કર્યા વિના બેફિકરાઈથી લગભગ એક કિલોમીટર જેટલી કાર હંકારી ગયો હતો. પોલીસે કહ્યું કે આરોપી અને કાર પર આઈપીસી કલમ 307 મુજબનો કેસ નોંધવામાં આવ્યો છે અને કાર ચાલક એક નામચીન અપરાધી હોવાનું પણ બહાર આવ્યું છે. સદનસીબે કાર ચાલકની આ કરતૂતને કારણે ટ્રાફિક પોલીસકર્મી અમોલ ચિદમ્બરનો જીવ બચી જવા પામ્યો હતો. આ વીડિયો નાગપુર પોલીસે જાહેર કર્યા બાદ વાયરલ પણ થઈ રહ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત