આ દુનિયાનું સૌથી ખતરનાક ફૂલ છે, સંપર્કમાં આવતાની સાથે જ માનવ જીવન સમાપ્ત થઇ જાય છે!

સુંદર ફૂલો અને છોડ લોકોના મન ને મોહિત કરે છે. ફૂલોની સુગંધ લોકોને પોતાના માટે પાગલ બનાવે છે. પરંતુ આ દુનિયામાં એવા ઘણા ફૂલો અને છોડ છે જેને ફક્ત સ્પર્શ કરવાથી માણસનું મૃત્યુ થાય છે. તો ચાલો આપણે આ લેખમાં આવા જ ઝેરી છોડ અને ફૂલો વિશે જાણીએ.

એકોનિટમ પ્લાન્ટ

image soucre

એકોનિટમ ને વિશ્વનો સૌથી ખતરનાક છોડ માનવામાં આવે છે. તે વ્યક્તિ ના હૃદયના ધબકારા ઘટાડે છે, જેના કારણે માણસનું મૃત્યુ થઈ શકે છે. આ છોડના મૂળ અને પાંદડા બંનેમાં ઝેર હોય છે, પરંતુ મૂળ વધુ ઝેરી છે. તેના મૂળ અને પાંદડા બંનેમાં ન્યુરોટોક્સિન જોવા મળે છે. આ ઝેર મગજ ને અસર કરે છે. તેના ફૂલો, પાંદડા અથવા મૂળ ત્વચા ના સંપર્કમાં આવતા જ ઝણઝણાટી શરૂ થાય છે, અને તે ભાગમાં જડતા શરૂ થાય છે. જો કોઈ આકસ્મિક રીતે તેને ખાય છે, તો તેનું મૃત્યુ પણ થઈ શકે છે.

હોગવીડ ફૂલ

image socure

હોગવીડ ફૂલો નો પણ ઝેરી ફૂલોમાં સમાવેશ થાય છે. તે ચમેલીના ફૂલ જેવું લાગે છે. કહેવાય છે કે જો ફૂલ ત્વચાના સંપર્કમાં આવે અને તેના પર સૂર્યપ્રકાશ પડે તો પ્રતિક્રિયા જોખમી બની શકે છે. આના કારણે ત્વચા પર ફોલ્લા અને બળતરા થાય છે. તે ત્વચાના કેન્સરનું પણ જોખમ વધારે છે.

માનકિનિલ છોડ

image soucre

માનકિનિલ છોડ પણ અત્યંત ખતરનાક હોવાનું માનવામાં આવે છે. આ છોડ ફ્લોરિડા અને કેરેબિયન ટાપુઓમાં જોવા મળે છે. તેને હિપ્પોમાને માનસિનિલા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ છોડ ફળ પણ આપે છે. આ છોડ એટલો ખતરનાક છે કે તેના પર પડેલ પાણી જો વ્યક્તિના સંપર્કમાં આવે તો વ્યક્તિનું મૃત્યુ થઈ શકે છે. તેનો ધુમાડો વ્યક્તિ ને આંધળો બનાવી શકે છે, અને શ્વસન રોગ નું કારણ પણ બની શકે છે.

રિકિનસ કોમ્યુનિસ

image soucre

ખતરનાક છોડમાં રિકિનસ કોમ્યુનિસ ઝાડ નો સમાવેશ થાય છે. તેને રાઈસિન નામ તરીકે પણ ઓળખવામાં આવે છે, અને તેના બીજમાંથી બનેલા તેલને એરંડાનું તેલ કહેવામાં આવે છે. આ ચયાપચયના કોષો ને દૂર કરે છે. તેના લીધે ઊલટી અને ઝાડા ની બીમારી થઈ શકે છે. આ બીમારી એક અઠવાડિયાની અંદર ઠીક ન થાય તો મૃત્યુ પણ થઈ શકે છે.

એબ્રિન છોડ

image soucre

એબ્રિન છોડ ને પણ અત્યંત જોખમી માનવામાં આવે છે. તે લાલ રંગની બેરી જેવો દેખાય છે અને જીવલેણ સાબિત થઈ શકે છે. આ છોડ પરના ફળના બીજ અત્યંત જોખમી છે. જો કોઈ આ બીજ ને ખાય છે, તો તે વ્યક્તિનું મૃત્યુ થઈ શકે છે. તેમાં જોવા મળતું એબ્રિન ખતરનાક સાબિત થઈ શકે છે.