તસવીરોમાં જોઇ લો લોકો કેવી ખતરનાક જગ્યાઓ પર રહેતા હોય છે…

વિશ્વમાં એવી અનેક જગ્યાઓ આવેલી છે જ્યાં માણસો માટે રહેવું તો ઠીક ત્યાં સુધી પહોંચવું પણ એક પડકાર છે. પરંતુ તેમ છતાં અમુક એવા સ્થાનો છે જ્યાં લોકોએ પોતાના માટે રહેવા લાયક મકાન બનાવ્યા છે.

image source

આ મકાનો જોઈ ઘડીક તો તમે પણ આશ્ચર્યમાં મુકાઈ જશો કે આખરે આ સ્થાને ઘર બન્યું કઈ રીતે હશે ? તો ચાલો જોઈએ આવા થોડા વિચિત્ર ઘરોને..

1). સમુદ્રમાં બનાવવામાં આ ઘર એવી જગ્યાએ છે જ્યાં કોઈપણ દેશનો અધિકાર નથી. આ સ્થાન રહેવા માટે સાવ વિચિત્ર છે. અમુક લોકોએ આ સ્થાનને દુનિયાના સૌથી નાનકડા રાજ્ય તરીકે પણ માન્યતા આપી છે. સિલેન્ડ પર બનેલ આ સીફોર્ટ ગ્રેટ બ્રિટન આઇલેન્ડથી 13 કિલોમીટરના અંતરે આવેલો છે. નવાઈની વાત છે કે પહેલા સિલેન્ડનુ પોતાનું ચલણ અને પાસપોર્ટ પણ હતો.

image source

2). તુર્કીના પ્રાચીન અનાટોલીયા પ્રાંતમાં સ્થિત આ મનમોહક જગ્યા માણસોના સૌથી પ્રાચીન રહેણાંક વિસ્તારો પૈકી એક છે. કપ્પાદોકીયા નામક આ સ્થાનને જોઈને એ જાણવા મળે છે કે માણસનો વિકાસ કઈ રીતે ક્રમબદ્ધ થયો હતો. અહીં ઈસા પૂર્વે છઠ્ઠી સદીના અવશેષો દ્વારા એ જાણવા મળે છે કે આ પારસી સામ્રાજ્યનું સૌથી પ્રાચીન પ્રાંત હશે. આ જગ્યાને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટમાં પણ સ્થાન ધરાવે છે.

image source

3). આ ઈટાલીના ફિરેન્ડે શહેરના યાદગાર પુલો પૈકી એક છે અને તેણે પોન્ટે વેકીયો એટલે કે જુના બ્રિજ તરીકે ઓળખવામાં આવે છે. આર્નો નદી પર બનેલા આ પુલનું નિર્માણ વર્ષ 1345 માં કરવામાં આવ્યું હતું. પરંતુ અમુક વર્ષો બાદ આ પુલ પર મકાન અને દુકાનો પણ બનવા લાગી. અને સમય જતા તેની સંખ્યામાં વધારો થયો.

image source

4). યમન દેશના હરાજ પહાડો પર સૌથી વધુ ઊંચાઈ પર સ્થિત આ દિવાલોનું શહેર પણ કહેવાય છે. અલ હજરાહ નામથી ઓળખાતા આ શહેરને 12 મી સદીનું શહેર માનવામાં આવે છે. દીવાલ જેવા દેખાતા અને અનેક માળ ધરાવતા આ મકાનોનું સમયાંતરે પુન:નિર્માણ પણ થાય છે.

image source

5). ગ્રીસના થેસલે વિસ્તારમાં થાંભલા જેવા ખડક પર આવેલું રોસાનોઉ મોનેસ્ટ્રી અસલમાં એક મઠ છે. વર્ષ 1545 માં આ મઠનું બીજી વખત નિર્માણ કરવામાં આવ્યું હતું જેને મૈક્સીમોસ અને લોઆસ્ફ નામના બે ભાઈઓએ બનાવ્યું હતું. તેમાં ચર્ચ, ગેસ્ટ કાર્ટર, રિસેપશન હોલ અને ડિસ્પ્લે હોલ સહીત રહેવા માટેની જગ્યા પણ છે. વર્ષ 1800 માં લાકડી વડે બનાવાયેલા બ્રિજ બાદ આ જગ્યા પર પહોંચવું સરળ થઇ ગયું. રોસાનોઉ મોનેસ્ટ્રી વર્ષ 1988 થી નનો ના એક નાના ગ્રુપનું રહેણાંક ઠેકાણું પણ છે.