માંસાહારી પ્રાણીઓ તો ખૂબ જોયા હશે પણ માંસભક્ષી છોડવા વિષે ક્યારેય નહીં જાણ્યું હોય

નમસ્તે મિત્રો , આજના આ લેખમાં આપ સૌનું સ્વાગત છે વૃક્ષો , છોડ , ફળો અને ફૂલો પૃથ્વીના અસ્તિત્વ બાદના સમયગાળા થી જ આ ધરતી પર મોજુદ છે.

image source

આ ધરતી પર વૃક્ષો અને છોડવાઓ નું અસ્તિત્વ મનુષ્ય કરતા વધુ જૂનું છે એવું માનવામાં આવતું હતું . જો આ વૃક્ષ કે છોડ ન હોત તો મનુષ્યનો વિકાસ થાય તેવી કોઈ સંભાવના દેખાતી ન હતી આ વૃક્ષો મનુષ્ય અને પ્રાણીઓને ખોરાક , ઓક્સિજન અને રહેવા માટે રહેઠાણ પુરા પાડતા હતા તેથી ઘણા શાકાહારી લોકો અને પ્રાણીઓ નું જીવન વૃક્ષો પર જ નિર્ભર હતું પશુઓ અને મનુષ્યો માટે ખોરાક નો મુખ્ય સ્રોત આ વૃક્ષો અને છોડવાઓ જ હતા.

image source

પરંતુ જો આ વૃક્ષો જ માંસ ભક્ષણ કરવા લાગે અને પ્રાણીઓ ને ખાવાનું શરૂ કરે તો ! આ ખ્યાલ થોડો વિચિત્ર લાગે છે પરંતુ આ કોઈ કલ્પના નથી ” મા પ્રકૃતિ ” એ તેના અદભૂત પટારામાં આવા કેટલાક છોડવાઓ છુપાવ્યા હતા જે માંસાહારી હતા અને આ ખતરનાક છોડવાઓ તેમની આસપાસ રહેલા જીવતા પ્રાણીઓનો શિકાર કરતા હતા અને તેમાંથી ટકી રહેવા માટે જરૂરી ઉર્જા મેળવતા હતા .

1: NEPENTHES :-

image source

આ છોડ ને જોતા એક સામાન્ય અને સુંદર છોડ જેવો લાગે છે, પરંતુ હકીકતમાં , આ છોડ એક સુંદર જાળ છે જેમાં નાના જંતુઓ અને દેડકા જેવા જીવો ફસાઈ જતા હતા અને જેનો ઉપયપગ આ છોડવાઓ ખાવા માટે કરતા હતા પાતળી ટેસ્ટ ટ્યૂબ જેવી રચના આ છોડને અન્ય છોડો થી અલગ અને આકર્ષક બનાવતી હતી આ છોડને ” એશિયન પિચર ” તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે તેની ખાસ રચના અને સુંદરતાને કારણે , ઘણા નાના પ્રાણીઓ તેના તરફ આકર્ષિત થઇ ને આ છોડ પાસે આવવા લાગતા હતા

image source

પરંતુ આ છોડનું મુખ ખૂબ જ ચીકણું હોય છે જેના કારણે નાના પ્રાણીઓ તેની અંદર લપસી જાય છે અને ત્યારબાદ આ છોડ તેની અંદરના એક ખાસ પદાર્થની મદદથી તેમને ધીરે ધીરે પચાવવાનું શરૂ કરે છે. જ્યારે છોડ જીવ જંતુ ને સંપૂર્ણ રીતે પચાવી લે છે ત્યારે આ છોડ નવા જીવોનો શિકાર કરવા લાગે છે આ છોડ એટલો ખતરનાક છે કે નાના દેડકા , ઈયળો અને પતંગિયા જેવા નાના જીવોનો શિકાર કરે છે .

2 : sarracenia :-

image source

નેપેનથિસ ની જેમ , આ છોડ પણ એક માંસાહારી શિકારી છોડ છે , જે નેપેનથીસ જાતિ નો જ વંશજ છે , પરંતુ તેની શિકારની રીત અને જીવ જંતુઓ ને ફસાવવાની તરકીબ તેને નેપેનથિસ થી ચડિયાતી બનાવતી હતી તેની રચના પણ નેપેનથિસ ની જેમ સાંકડી કસનળી જેવી હોય છે. આ છોડ ફક્ત નાના જીવો અને જંતુઓ નો શિકાર કરે છે આ છોડ તેના શિકારને આકર્ષવા માટે તેની ફનલના નીચલા ભાગમાં મધ જેવો એક મીઠો પ્રવાહી બનાવે છે તેને ” નેક્ટર ” તરીકે ઓળખવામાં આવે છે

image source

નાના જીવજંતુઓ નેક્ટર ની લાલચ મા એકવાર નળી જેવા ભાગની અંદર ચાલ્યા જાય છે પરંતુ નીચે ની સપાટી ખૂબ જ ચીકણી હોવા થી જીવ જંતુઓ તળિયેથી પાછા ઉપર ચઢી શકતા નથી આ છોડ ના મુખ પર એક ઢાંકણું હોય છે જે વરસાદના પાણીને ફનલમાં પ્રવેશતા અટકાવે છે અને જ્યારે કોઈ જીવ તેની અંદર આવે છે , ત્યારે આ છોડ ફનલને તેના ઢાંકણની મદદ થી બંધ કરી દે છે ત્યારબાદ આ છોડ મા રહેલો જીવ ધીમે ધીમે અંદર રહેલા મીઠા પ્રવાહી ની અંદર ભળવા લાગે છે અને આ છોડ જીવને સંપૂર્ણ પણે હજમ કરી લે છે .

3 : DROSERA :-

image source

ડ્રોસેરા નામનો આ છોડ એક શિકારી છોડ છે જે યુરોપના કેટલાક ભાગોમાં જોવા મળે છે આ એક માસ ભક્ષી છોડ છે જે તેની ભૂખને શાંત કરવા માટે અલગ અલગ યુક્તિઓનો ઉપયોગ કરીને શિકાર ને પોતાની જાળમાં ફસાવે છે આ છોડ ના ઉપરના ભાગમાં સફેદ રંગના ફૂલો હોય છે અને નીચેના ભાગમાં એક સુગંધિત પ્રવાહી હોય છૅ જે તંતુઓ પર ચોંટેલું હોય છે આ છોડના નાના તંતુઓ ની મદદ થી તેની આસપાસ ના જીવોનો શિકાર કરે આ તંતુઓ દેખાવવામા જેટલા સુંદર છે તેટલાજ જીવજંતુઓ માટે જીવલેણ સાબિત થાય છે

image source

જે શિકાર ને એક દર્દનાક મોત આપે છે આ તંતુઓ માખી ઓ જેવા નાના જીવો ને આકર્ષિત કરે છે જ્યારે કોઈ જીવ આ તંતુઓ પર બેસે છે ત્યારે આ તંતુઓ પર રહેલા ચીકણા પદાર્થ પર એ રીતે ચોંટી જાય છૅ કે તેના માટે બચીને ભાગવું નામુંકીન બની જાય છે ભોગ બનેલા જીવના ચીકણા પદાર્થમાં અટવાયા પછી , આ છોડ તેના પાંદડા ને સંકોચવા લાગે છે આવી રીતે આ છોડ તેના શિકારને પણ તેની જાળમાં લપેટવાનું ચાલુ કરે છે આ પાંદડું ત્યાં સુધી ખુલતું નથી કે જયાં સુધી જીવ સંપૂર્ણ રીતે હજમ ના થઇ જાય આ છોડ ના પાંદડા એટલા મોટા થઈ જાય છે કે તે નાના પક્ષીઓ અને નાના દેડકાને પણ પોતાનો શિકાર બનાવી લે છે.

4 : dionaea muaciapula :-

image source

ડાયોનિયા મુસિપ્યુલા નામનો છોડ આ લેખમાં તમે જોયેલા બધા માંસાહારી છોડવાઓમા સૌથી વિકરાળ અને નિર્દયી શિકારી છે આ છોડની શિકાર કરવાની પદ્ધતિઓ જોતાં એવું લાગે છે કે જાણે આ છોડ ને પોતાનું મગજ હોય અને તે પોતાની બુદ્ધિ ચલાવીને પોતે જ તેના શિકારને ફસાવી દે છે નવાઈ ની વાત તો એ છૅ કે આ છોડ તેના શિકારને ફસાવવા માટે કોઈ પ્રવાહી અને ગંધનો ઉપયોગ કરતો નથી , પરંતુ વિકરાળ પ્રાણીની જેમ ઘાત લગાડીને સામે થી જ હુમલો કરે છે

image source

અને પોતાની આસપાસ રહેલા શિકારને પોતાના જડબામાં લઇ તેમને મોતને ઘાટ ઉતારે છે, આ કોઈ છોડ મોટા જડબાવાળા રાક્ષસ જેવો દેખાય છે જ્યારે કોઈ શિકાર તેના પાંદડા પર બેસે છે કે તરત જ આ છોડ તેના જડબા બંધ કરી દે છે અને જ્યાં સુધી જીવ જંતુઓ નું સંપૂર્ણ પાચન ન થાય ત્યાં સુધી તે શિકારને જકડી રાખે છે, આ છોડ ની એક બીજી ખાસિયત એ છે કે તમે આ છોડને કોઈપણ છોડ વેચવાવળી દુકાન કે નર્સરી મા સરળતાથી ઉપલબ્ધ થાય છૅ અને તમે આ પ્લાન્ટ ખરીદી પણ શકો છો અને ત્યારબાદ તેને ઘર પર મૂકી આ છોડને શિકાર કરતી વખતે લાઈવ જોઈ શકો છો

image source

તમારૂ આ ખૂંખાર છોડવાઓ વિશે શું કહેવાનું છે તે તમે અમને નીચે કોમેન્ટ દ્વારા જણાવી શકો છો, ભયજનક છોડવાઓ પર લખેલા આજના અમારા આ લેખ વિશે તમારો શુ અભિપ્રાય છે જો તમને આ ખતરનાક છોડવાઓ વિશે જાણકારી પસન્દ આવી હોય તો આ લેખ ને તમારા મિત્રો સાથે શેયર કરવાનું ભૂલશો નહિ .

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત