Site icon News Gujarat

અહિંયા કોવિડ દર્દીએ હોસ્પિટલમાં છલાંગ લગાવીને કરી આત્મહત્યા, પાણીની બોટલથી ICUની બારીનો કાચ તોડ્યો અને નીચે કૂદી પડ્યો

દુ:ખદ ઘટના: હમીદિયા હોસ્પિટલના છઠ્ઠા માળેથી કૂદ્યો પેશન્ટ, પાણીની બોટલથી તોડ્યો ICUની બારીનો કાચ

ભોપાલની સૌથી મોટી સરકારી હોસ્પિટલ હમીદિયાના છઠ્ઠા માળેથી સોમવારે એક કોવિડ સંક્રમિતે છલાંગ મારી દિધી છે. નીચે પડતાં જ તેનું મોત નિપજ્યું છે. મૃતકે પાણીની બોટલથી ICUની બારીનો કાચ તોડ્યો હતો અને નીચ કૂદી પડ્યો હતો. હોસ્પિટલ મેનેજમેન્ટના જણાવ્યા મુજબ, ડ્યૂટી પર હાજર ડોકટર તેને રોકે તે પહેલાં જ તે કૂદી પડ્યો હતો. હાલ તે કયા કારણસર સુસાઈડ કર્યું તેનું કારણ સામે આવ્યું નથી.

image source

ટીઆઈ કોહેફિઝા અનિલ વાજપેયીએ જણાવ્યું કે, ‘મૃતકની ઓળખ રહીશ શેખ તરીકે થઈ છે. ઘટના સોમવારે સાંજે લગભગ 5ઃ30 વાગ્યાની છે. તેને રવિવારે સાંજે જ 6 વાગ્યાની આસપાસ દાખલ કરવામાં આવ્યો હતો. તે બ્લોક નંબર 6ના કોવિડ યુનિટ-2માં દાખલ હતો. પ્રોટોકોલ મુજબ, કોરોના સંક્રમિતોનું પોસ્ટમોર્ટમ ન કરાવી શકાય, પરંતુ મેડિકોલીગલ હેલ્પ લેવામાં આવશે.’

ઘટના પહેલાં મૃતકે પરિવાર સાથે વાત કરી

image source

હમીદિયા હોસ્પિટલના અધિક્ષક લોકેન્દ્ર દવેએ જણાવ્યું કે રહીશને રવિવાર સાંજે હોસ્પિટલમાં છઠ્ઠા માળે દાળક કરવામાં આવ્યો હતો. તે ICU બોર્ડમાં દાખલ હતો. તેને સોમવારે પાણીની બોટલથી બારીનો કાચ તોડ્યો અને નીચે કૂદી પડ્યો. તે સમયે ICUમાં હાજર ડોકટરે તેને રોકવા માટે દોડ્યા, પરંતુ તે પહેલાં તે કૂદી પડ્યો. ઘટનાના થોડા સમય પહેલાં મૃતકે પોતાના પરિવાર સાથે મોબઈલ પર વીડિયો કોલ કરીને વાત કરી હતી. તેમનો મૃતદેહ વર્ચ્યુઅલ એક્ઝામિન કર્યા બાદ અંતિમ સંસ્કાર માટે પરિવારને સોંપી દેવામાં આવ્યો છે.

તપાસ માટે બે સભ્યની સમિતિ બનાવવામાં આવી

image source

ગાંધી મેડિકલ કોલેજના ડીન ડૉ. જિતેન શુક્લાએ જણાવ્યું કે મૃતકે પરિવારના સભ્યો સાથે લગભગ 4 વાગ્યે વાત કરી હતી. તે સમયે કોઈ સમસ્યાનો ઉલ્લેખ કરાયો ન હતો. ઘટનાની તપાસ માટે બે સભ્યની સમિતિ ગઠિત કરવામાં આવી છે. જેમાં સર્જરી વિભાગના ડૉ. અરવિંદ રાય અને ફોરેન્સિક વિભાગના ડૉ. આશિષ સામેલ છે. કમિટીને ત્રણ દિવસમાં તપાસ રિપોર્ટ રજૂ કરવાનું કહેવામાં આવ્યું છે.

એક સપ્તાહમાં કોરોનાના બીજા દર્દીએ સુસાઈડ કર્યુુ

image source

ભોપાલમાં કોરોનાના દર્દીની હોસ્પિટલમાંથી કૂદીને જીવ આપ્યો હોય તેવો આ બીજો મામલો છે. આ ઘટનાના લગભગ 6 દિવસ પહેલાં ઈન્દોર રોડ સ્થિત ચિરાયુ હોસ્પિટલના 5માં માળેથી કોરોનાના દર્દીએ કૂદીને જીવ આપી દીધો હતો. સિવિલ હોસ્પિટલ સુપરિન્ટેન્ડન્ટ ડૉ. જે.વી. મોદી કહે છે કે, કોરોનાને હરાવવાનો આ દૃઢ સંકલ્પ અન્ય દર્દીઓ માટે જુસ્સો બની રહે. મનોબળ મજબૂત બાંધીને સારવાર અર્થે દાખલ થઇએ અને સકારાત્મક વિચારોનું નિરંતર ચિંતન કરતા રહીએ તો કોરોના જેવી ભયાવહ બિમારી સામે પણ આસાનીથી વિજય મેળવી શકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version