રાજકોટમાં મ્યુકરમાઇકોસિસનું થયું લાઈવ ઓપરેશન, દર્દીના મોઢાનું તાળવું-આંખ કાઢવાની સર્જરીનો વીડિયો વાયરલ

વિશ્વભરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. હજુ આ વાયરસનો આતંક ઓછો થયો નથી ત્યાં એક નવી બીમારી આવી ચૂકી છે. કોરોના મહામારી પછી સરકાર દ્વારા મ્યુકરમાઈકોસિસને મહામારી જાહેર કરી દેવામાં આવી છે. ડોકટરો આ વિશે દ્વારા કહેવામાં આવ્યું છે કે આમાં દર્દીના શરીરના અંગો ધડાધડ સડવા લાગતા છેવટે દોઢથી બે લાક સુધી ઓપરેશન ચાલે છે તેટલી હદે આ જટીલ હોય છે અને સડાવાળા ભાગને કાઢવા પડે છે. આ સાથે કોરોનાના ઈલાજ દરમિયાન ડાયાબિટીસ હોય તેવા દર્દીમાં આ ફંગસ નાકથી પ્રવેશ કરી અંદર સડો ફેલાવે છે તેવા કેસો સામે આવ્યાં છે.

તેનાં ઈલાજ વિશે વાત કરતાં ડોટરે કહ્યું હતું કે મ્યુકરમાઈકોસિસ માટે એમ્ફોટેરીસીન-B ઈન્જેક્શન છે પરંતુ તે હાલમાં તે ઉપલબ્ધ નથી અને ઓક્સિજનની જેમ તેની પણ ભારે અછત સર્જાઈ છે. વાત કરીએ તેનાં કેસોની તો અત્યારે રાજકોટ જ નહીં સમગ્ર રાજ્યમાં દિવસેને દિવસે આ રોગના કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આજે રાજકોટમાં મ્યુકરમાઈકોસિસના 35 કેસ નોંધાયા છે. હાલ રાજકોટમાં સિવિલમાં 450 અને ખાનગી હોસ્પિટલો સહિત 900 દર્દી સારવાર લઈ રહ્યાં છે. કોરોના બાદ હવે લોકોમાં મ્યુકરમાઈકોસિસ અંગે ડર જોવા મળી રહ્યો છે આથી આ રોગ કેટલી હદે ગંભીર છે અને તેના પ્રત્યે જાગૃતિ ફેલાવવાના માટે પહેલીવાર તેની સર્જરીનો લાઈવ વીડિયો સામે આવ્યો છે.

image source

આ સાથે સલાહ આપવામાં આવી છે કે કાચા-પોચા હૃદયવાળા દર્દીઓ આ વીડિયો જોવો નહીં કારણ કે તેને બ્લર કરવાની અમારી તમામ કોશિશ પછી પણ તેમને તે અરુચિકર લાગી શકે છે. ઓપરેશન અંગે ડો. હિમાંશુ ઠક્કરે જણાવ્યું હતું કે આ ફંગસનો સડો ડાયાબિટીસના પેશન્ટમાં થયો હોય તેવા વધારે કેસો સામે આવી રહ્યાં છે. આ કેસના દર્દીએ એક મહિનો સારવાર લેવી પડે છે. આના ઈલાજ માટે વપરાતા ઇન્જેક્શન ની હાલ ઘણી અછત ચાલી રહી છે. તેમણે એક તસવીર શેર કરતાં કહ્યું હતું કે અહીં દર્શાવેલા ઓપરેશનમાં જે ફંગસ છે તે મેગ્જેનીલી સાયનસ ગાલ પરથી કાઢી છે. જે ફોદા નીકળે છે તે સાયનસમાંથી નીકળે છે. આ ઓપરેશન કરતા દોઢથી બે કલાક જેવો સમય લાગે છે.

આગળ વાત કરતાં તેઓએ કહ્યું હતું કે આ ફંગસ ડાયાબિટીસવાળા દર્દીમાં નાકથી પ્રવેશ કરે છે જેથી તે દર્દીઓમાં વધારે કેસો આવી રહ્યાં છે. આ સાથે આ બીમારી કાબુ બહાર ન જાય તે માટે આગાઉથી સલાહ અપાઈ રહી છે કે લક્ષણો દેખાય તો ચેતી જાવ. મ્યુકરમાઈકોસિસ થવાની નિશાનીઓ જણાવતાં ડો. હિમાંશુ ઠક્કરે જણાવ્યું હતું કે હાલમાં જ્યારે કોરોના એ કહેર વર્તાવ્યો છે ત્યારે જો નાક અને સાયનસમાં ફંગસ થાય તો તે ખૂબ ગંભીર બાબત છે કારણ કે આ ઇન્ફેક્શન ખૂબ જોખમી છે. આ રોગની જપેટમાં આવતાં દર્દીઓ વિશે વાત કરતાં તેમણે કહ્યું હતું કે ખાસ કરીને કોરોનાના દર્દીઓને જ્યારે સ્ટીરોઈડ આપવા પડે અને જો દર્દીને ડાયાબિટીસ હોય તેવા સંજોગોમાં આ રોગ થતો હોય છે.

દર્દીને તાવ અવવો, નાક બંધ થઈ જવું, નાકમાંથી કાળું પ્રવાહી નીકળવું, માથું દુખવું, આંખ અને મોઢાના ભાગ ઉપર સોજો આવવો, આંખની આસપાસ અને મોઢાની ચામડી કાળી પડવી, કફ થવો સહિતના લક્ષણો જોવા મળે તો વહેલી તકે ડોકટરની સલાહ લેવી જોઈએ. આ સાથે વાત કરવામાં આવે તેનાં જપેટમાં આવતાં અંગો વિશે તો ફંગસ ઇન્ફેક્શન મગજ સુધી પહોંચે એટલે ગભીરરૂપ ધારણ કરે છે. દર્દીમાં આંચકી આવે-લકવો મારી જાય તેવું જોવા મળ્યું છે. આ અંગે વધારે વાત કરતાં ડો. ઠક્કરે ઉમેર્યું કહ્યું હતું કે દર્દીને હાલત ગંભીર બનતાં આંચકી આવે છે અથવા દર્દીને લકવો પણ મારી જાય છે. ફેફસાંમાં ફંગસ ઇન્ફેક્શન પહોંચે છે ત્યારે ન્યૂમોનિયા અથવા શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે. આ સાથે તેનું ગંભીર તાં જણાવતાં કહ્યું કે જો તે આગળ વધીને માણસ ની આંખોમાં પ્રવેશે તો કાયમ માટે આંખો જતી રહે છે.

image source

ચિંતાનો વિષય એ છે કે અત્યાર સુધીમાં સામે આવેલાં 50થી 90% કેસમાં દર્દીનું ખૂબ પીડાજનક મૃત્યુ થાય છે. આના ઈલાજ માટે દર્દીના નાકમાંથી જે પ્રવાહી નીકળે છે તેનું ફંગસ કલ્ચર તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે અને મગજ, નાક તથા સાયનસ અને ફેફસાંનાં ભાગોમાં જે ઇન્ફેક્શન લાગેલ હોય તેનું સિટી સ્કેન કરાય છે અને માહિતી મેળવવામાં આવે છે. મળતી માહિતી મુજબ આ ઇન્ફેક્શનની સારવારમાં તાત્કાલિક ધોરણે નાક અને સાયનસનું દૂરબિન વડે ઓપરેશન (એન્ડોસ્કોપી) કરી ફંગસ દૂર કરવામાં આવે છે.

આ સર્જરી કરનારા ENT સર્જન ડો.હિમાંશુ ઠક્કરે જણાવ્યું હતું કે રાજકોટમાં સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં મ્યુકોરમાઈકોસિસના રોજના સરેરાશ 100થી 150 કેસ આવી રહ્યાં છે. આની સૌથી પહેલી આંખની ઉપર અસર થાય છે. મગજમાં ઇન્ફેક્શન જતું રહે છે એટલે તાળવું કાઢવું પડે છે. આંખ પણ કાઢવી પડે છે. મગજમાં સ્ટ્રોક આવે છે. આ સાથે તેના ઈલાજમાં વપરાતાં ઇન્જેક્શન વિશે વાત કરવામાં આવે તો રાજકોટના એક પણ મેડિકલ સ્ટોરમાં મ્યુકોરમાઈકોસિસના એમ્ફોટેરીસીન-B ઇન્જેક્શન ઉપલબ્ધ નથી. સરકારે દરેક જગ્યાએ ઇન્જેક્શન ઉપલબ્ધ કરાવવા જોઇએ.

image source

તેમણે કહ્યું કે પહેલા આ ઇન્ફેક્શન મોટી ઉંમરના લોકોમાં જોવા મળતું હતું પણ હવે તો યુવાનોના પણ કેસ આવી રહ્યાં છે જે ચિંતાનો વિષય છે. આ સાથે હવે સ્થિતિ એવી બની છે કે રાજકોટની સિવિલમાં મ્યુકરમાઈકોસિસના બેડ ફુલ છે. આ અંગે રાજકોટના જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને માહિતી આપતાં કહ્યું હતું કે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મ્યુકરમાઈકોસિસના દર્દીની સંખ્યા સતત વધી રહી છે. હવે રાજકોટ સિવિલમાં તેમના માટેના બેડ ફુલ થઈ ગયા છે. આ દર્દીઓ માટે આગાઉથી તંત્રએ તૈયારી કરી છે. તે માટે રાજકોટમાં સમરસ હોસ્ટેલ ખાતે એક આખો ફ્લોર ફાળવી દીધો છે. કોવિડ નેગેટિવ, મ્યુકર પોઝિટિવ પરંતુ સેટલ્ડ દર્દીઓને હવેથી ત્યાં ખસેડાતા જશે.

હાલની પરિસ્થિતિ અંગે તેમણે કહ્યું હતું કે કુલ ઈન્ડોર પેશન્ટ 450 આસપાસ થઈ ગયા છે. વધીને 500 જેટલાં બેડ મ્યુકરમાઈકોસિસના દર્દીઓ માટે સિવિલ હોસ્પિટલમાં બેડ તૈયાર કરાયા હતા. જાણવા મળ્યું છે કે એમ્ફોટેરીસીન-B ઇન્જેક્શન મ્યુકરમાઈકોસિસમના ઈલાજમાં વપરાય છે તેની ઓક્સિજનની જેમ તંગી અત્યાર થી જ જોવા મળી રહી છે. જે અંગે સરકારે પહેલેથી જ ધ્યાન આપવું જોઈએ નહીં તો સ્થિતિ વધારે બે કાબુ બની શકે છે. જો કે આ ઈન્જેક્શન ખૂબ મોંઘા આવે છે અને દર્દીને આપવામાં આવતી સારવાર પણ કેટલી કારગર થશે તે કહેવું પણ અઘરું છે. આ સાથે તેમણે જણાવ્યું હતું કે આ માટે લાંબા સમય સુધી તેનો કોર્સ ફરજીયાત કરવો પડે છે.

image source

સ્થિતિ એવી બની છે કે આમ માનસિક, શારીરિક અને આર્થિક રીતે માર પડે છે. સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ આર.એસ.ત્રિવેદીએ આ વિશે જણાવ્યું હતું કે મ્યુકરમાઈકોસિસના ઇન્જેક્શન માટે હવે સેન્ટ્રલ વ્યવસ્થા કરવામાં આવશે. સરકારમાંથી પરિપત્ર આવી ગયો છે અને ત્રણ તબીબોની કમિટીની રચના કરવામાં આવી છે. રેમડેસીવિરની જેમ હવે મેડિકલ સ્ટોરમાંથી ઇન્જેક્શન નહિ મળે. કાલે ઇન્જેક્શનનો મોટો જથ્થો આવતા પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. વાત કરવામાં આવે આની કિંમત વિશે તો કેટલીક ખાનગી હોસ્પિટલ 7000નું ઇન્જેક્શન 11થી 26 હજાર રૂપિયામાં અત્યારે જ વેચાઈ રહ્યું છે.

આ સાથે જાણવા મળ્યું છે કે રાજકોટની કલેક્ટર રેમ્યા મોહને સોશિયલ મીડિયામાં મ્યુકરમાઈકોસિસને લઈ પોસ્ટ મૂકી છે. જેમાં લખ્યું છે કે મ્યુકર અંગે સારવાર આપતી 21 પૈકી માત્ર 6 હોસ્પિટલ દ્વારા ફોર્મ મોકલવામાં આવ્યા છે. દર્દીની હિસ્ટ્રી સાથેના ઇન્જેક્શન માટેના ઇન્ડેન્ટ ફોર્મ માત્ર 6 હોસ્પિટલ દ્વારા મોકલવામાં આવ્યા છે. ઇન્જેક્શન માટેના ઇન્ડેન્ટ ફોર્મ એક્સપર્ટ ડોકટરોની કમિટીને તાત્કાલિક મોકલવા વિનંતી છે. હોસ્પિટલ સંચાલકોને બ્લેક માર્કેટિંગ અવોઇડ કરવાની વિનંતી છે. મળતી માહિતી મુજબ ઓપરેશન બાદમાં બાયોપ્સી બાદ દર્દીને એન્ટી ફંગસ માટેના ઇન્જેક્શનો લાંબો સમય આપવા પડે છે. જે દર્દીઓને કોરોના થયો હોય અને તેને ડાયાબિટીસ હોય તો તેમણે નેગેટિવ થયા બાદ પણ ખૂબ કાળજી રાખવી જરૂરી છે. આવા દર્દીઓ ઉપરાંત જેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી છે તેમને આ ફંગસ ઇન્ફેક્શનનું જોખમ ખૂજ જ વધારે હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!