કોરોના પોઝીટીવ દર્દીને કોવિડ સેન્ટરમાં મોકલવા માટે પોલીસે કરવું પડ્યું કંઇક ‘આવું’, પૂરી વિગતો જાણીને તમને પણ લાગશે નવાઇ

કોરોના વાયરસના વધતા સંક્રમણને કારણે વિશ્વભરમાં ભયનું લખલખું છે અને આપણા દેશમાં પણ પરિસ્તીથી ગંભીર બની રહી છે. આ વાયરસને વધતો રોકવા માટે જે લોકોને કોરોના થયો છે તેઓને આઇસોલેટ કરવા પણ ખાસ આવશ્યક છે અને તેઓના ઘરના સભ્યોને પણ ક્વોરોન્ટાઇન કરવા જરૂરી બને છે.

image source

સરકારી તંત્ર આ માટે જરૂરી પગલાંઓ પણ ભરી રહ્યું છે છતાં ક્યાંક ક્યાંક એવા બનાવો પણ બન્યા છે કે આઇસોલેટ કરાયેલા કોરોના દર્દીઓ આઇસોલેટ સેન્ટર છોડીને ભાગ્યા હોય. આવો જ એક બનાવ તાજેતરમાં મધ્યપ્રદેશમાં સામે આવ્યો છે.

અહીંના છતરપુર ખાતે એક કોરોના પોઝીટીવ દર્દીને પકડવા માટે સ્થાનિક પોલીસે ચોરની જેમ રાત્રે બે વાગ્યે કાર્યવાહી કરી હતી.

image source

બનાવની વિસ્તૃત વિગત મુજબ ઉપરોક્ત કોરોના પોઝીટીવ દર્દીને પકડવા માટે પોલીસે ચોરની જેમ દીવાલ ચઢીને ઘરમાં પ્રવેશ કરવો પડ્યો હતો, વળી, દર્દીના ઘરની દીવાલ ઊંચી હોવાને કારણે પોલીસે સીડીનો પણ મેળ કરવો પડ્યો. ઘણી વાર સુધી મહેનત કર્યા પછી અંતે પોલીસ કોરોનાના દર્દી પાસે પહોંચી અને તેને પકડી જિલ્લા હોસ્પિટલ ખાતેના કોવિડ સેન્ટર ખાતે દાખલ કરાવ્યો હતો.

image source

અસલમાં પોલીસને આ પ્રકારે ચોરી-છુપીથી ઘરમાં પ્રવેશવાની કાર્યવાહી કરવાની ફરજ એટલા માટે પડી હતી કારણ કે છતરપુરની સિંધી કોલોનીમાં રહેતો આ વ્યક્તિ પોતાની બીમારી છુપાવીને ઘરમાં પરિવારની આડમાં સંતાયો હતો અને તેની માહિતી સ્થાનિક તંત્રને મળી હતી.

image source

પોલીસે આ મામલે સતર્કતા દાખવી રાત્રે જ એ વ્યક્તિના ઘરમાં ચોરી – છુપીથી દાખલ થઈ હતી. બીજી બાજુ સરકારી તંત્ર સિંધી કોલોનીમાં આવ્યું હોવાની વાત ફેલાતા સ્થાનિક લોકો પણ આ કોલોનીમાં તમાશો જોવા ભેગા થયા અને પોલીસને આ રીતે કામ કરતા જોઈ તેઓને પણ નવાઈ લાગી.

image source

છતરપુર તહેસીલદારે આ બનાવ સંદર્ભે જણાવ્યું હતું કે કોરોના બીમારીથી ડરવાની જરૂર નથી અને જો કોઈને કોરોના થયો હોય તો તેની માહિતી છુપાવવી ન જોઈએ. કારણ કે એક કોરોના પોઝીટીવ વ્યક્તિના સંપર્કમાં આવવાથી અનેક લોકો કોરોના પોઝીટીવ થઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત