દરેક યુઝરને વોટ્સએપની નવી શરતો ફરજિયાત સ્વીકારવી પડશે, નહીં તો એકાઉન્ટ ડિલીટ કરવું પડશે

નવા વર્ષમાં બધા યુઝરોએ વોટ્સએપના નિયમો અને શરતો સાથે સંમત થવું જરૂરી બનશે. જો યુઝરો તેમને મંજુર નહીં કરે તો તેમના એકાઉન્ટને ડિલીટ કરી નાંખવામાં આવશે. ખરેખર એવું છે કે વોટ્સએપ 8 ફેબ્રુઆરી 2021 થી તેની સેવાને લગતી ઘણી શરતોનો અમલ કરવા જઈ રહ્યું છે. તેમાં જણાવાયું છે કે જો તમે વોટ્સએપ સેવાની શરતોથી સંમત ન હોય તો તમે તમારું એકાઉન્ટ ડિલીટ કરી શકો છો. ટૂંકમા હવે એવું છે કે જો તમારે વોટ્સએપનો ઉપયોગ કરવો હોય તો તમારે તેની સેવાની શરતોને સંપૂર્ણ સ્વીકારવી પડશે.

image source

વિગતે વાત કરીએ તો વોટ્સએપની નવી સેવાની શરતો 8 ફેબ્રુઆરી 2021 થી લાગુ થઈ છે જેમાં કહેવામાં આવ્યું છે કે જો તમે વોટ્સએપની સેવાની શરતોને મંજૂરી નહીં આપો તો તમે તમારું વોટ્સએપ એકાઉન્ટ ડિલીટ કરી શકો છો, જો કે નવી શરતો હજી વોટ્સએપથી સત્તાવાર પુષ્ટિ મળી નથી. વોટ્સએપના નવા ફિચર્સ અને અપડેટ્સને ટ્રેક કરતી સાઇટ WABetaInfo વોટ્સએપની નવી શરતોનો સ્ક્રીનશોટ શેર કર્યો છે.

image source

શેર કરેલા એના સ્ક્રીનશોટ મુજબ નવી શરતોમાં સ્પષ્ટ લખ્યું છે કે જો કોઈ વપરાશકર્તા આપણી શરતોને મંજૂરી આપતો નથી તો તે પોતાનું વોટ્સએપ એકાઉન્ટ ડિલીટ કરી શકે છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે વોટ્સએપની નવી શરતોમાં ફેસબુકની માલિકીની કંપની નવા વર્ષમાં વોટ્સએપ વપરાશકારોના ડેટાનો ઉપયોગ કેવી રીતે કરશે તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તે પણ સમજાવે છે કે ફેસબુક કેવી રીતે વ્યવસાય માટે તમારી ચેટ સંગ્રહિત કરશે અને તેનું સંચાલન કરશે. વોટ્સએપના પ્રવક્તાએ પણ નવી શરતોની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે વોટ્સએપનો ઉપયોગ કરવા માટે તેની શરતોથી સંમત થવું પડશે. નવી સેવાની શરતો 8 ફેબ્રુઆરીથી અમલમાં આવી રહી છે, જોકે આમાં પરિવર્તન થવાની સંભાવના પણ છે.

image source

ઉલ્લેખનીય છે કે, વોટ્સએપે તાજેતરમાં એક નવું અપડેટ બહાર પાડ્યું છે જેમાં વપરાશકર્તાઓને રેન્ડમ વોલપેપર્સ મળી રહ્યા છે. વપરાશકર્તાઓને નવા અપડેટ સાથે સશક્તિકરણ આપવામાં આવ્યું છે કે તેઓ તેમના ગેલેરી ફોટાઓનો ઉપયોગ કરીને વિવિધ ચેટ માટે વિવિધ વોલપેપર્સનો ઉપયોગ કરી શકે છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ નવી સેવા અમલમાં આવે પછી જનતા શું કહી રહી છે અને શું કરી રહી છે.

image source

હાલમાં જ વ્હોટ્સએપ પર એક નવી સુવિધા ઉપલબ્ધ થઈ છે કે આપણે ઓનલાઇન છે તો પણ તેઓને ઓનલાઈન નહીં બતાવે. હાલમાં વોટ્સએપમાં આવી કોઈ સુવિધા નથી. પરંતુ તમે એક રીત છે જેના દ્વારા આ સુવિધો લાભ લઈ શકો છો. આ રીત દ્વારા તમે તમારા લાસ્ટ સીન અથવા તો ઓનલાઈનને હાઈડ કરી શકો છો. તેના માટે તમારે તમારે તમારા પ્લે સ્ટોરમાંથી ચેટ એપ્લિકેશન માટે ડબલ્યુએ બબલને ડાઉનલોડ કરવું પડશે. આ પછી, નીચે આપેલા પગલાંને અનુસરો.

આ યુક્તિ માટે પહેલા તમારે ગૂગલ પ્લે સ્ટોર પર જવું પડશે અને ચેટ એપ્લિકેશન માટે ડબલ્યુએ બબલ ડાઉનલોડ કરવું પડશે.

આ એપ્લિકેશન ઘણી એક્સેસિબિલિટી પરમિશન માટે પૂછશે અને જેને તમારે મંજૂરી આપવી પડશે.

હવે તમને વોટ્સએપ પર આવતા દરેક મેસેજ બબલ્સમાં જોવા મળશે.

image source

અહીં ચેટિંગ કરતા તમે કોઈને પણ ઓનલાઇન જોશો નહીં અને ઓફલાઇન હોવા છતાં પણ આરામથી ચેટ કરી શકશો.

આ એપ દ્વારા તમે વોટ્સએપ ખોલ્યા વિના ચેટ કરી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત