Site icon News Gujarat

આ વખતે પાકિસ્તાનનો એવો વીડિયો વાયરલ થયો કે ભારતના લોકોના આંખમાં આંસુ આવી જશે, હૃદય ચીરાઈ જશે

જ્યારે જ્યારે પાકિસ્તાનની વાત આવે ત્યારે ત્યારે ભારત વાળાને કંઈક બોલવા માટે મુઠી એક લોહી ચડી જતું હોય છે. કારણ કે પહેલાથી જ ભારતના લોકોને નફ્ફટ પાકિસ્તાન પ્રત્યે ભારે રોષની લાગણી રહેલી છે. ત્યારે હવે એક એવી વાત સામે આવી છે કે જે ફરીથી ચર્ચામાં આવી છે. તો આવો વિગતે વાત કરીએ કે આ વખતે પાકિસ્તાનની કઈ વાત ભારતમાં ચર્ચામાં છે. બન્યું એવું કે પાકિસ્તાનના ડિઝાઇનર અલી ઝીશાનને દહેજ મુદ્દે લોકોનું ધ્યાન ખેંચવા માટે એક ફેશન શોમાં મૉડલ બનાવ્યું છે અને દહેજની એક કહાની બતાવવામાં આવી છે.

મળતી માહિતી પ્રમાણે યુનાઇટેડ નેશન્સ વુમેન પાકિસ્તાન સાથે પાર્ટનરશીપમાં ડિઝાઇનર અલી ઝીશાને નુમાઇશ નામથી કહાનીને બતાવવામાં આવી છે. અલી ઝીશાન થિયેટર સ્ટુડિયોએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પણ શૅર કર્યો છે. ત્યારે હાલમાં એક છોકરી જેના લગ્નની ઉંમર પણ નથી થઇ પરંતુ તેના વિવાહ કરાવી દીધા હોય.

એક વીડિયો અને તસવીરો ખુબ વાયરલ થઇ રહી છે જે દહેજપ્રથા પર કટાક્ષ કરી રહી છે. આ તસવીરમાં જોઈ શકાય છે કે એક છોકરી પાનતર પહેરીને, મેક અપ અને જ્વેલરીથી સજ્જ, સામાનથી ભરેલા એક ગાડાને ખેંચી રહી છે. તે સુચવે છે કે દહેજનો સામાન અને પતિને વજનથી લદાયેલી ગાડી થોડે દુર સુધી ખેંચીને તે થાકી જાય છે.

પણ આ બધાની વચ્ચે એક વાત એવી પણ છે કે આ વાયરલ થઈ રહેલું ચિત્ર કાલ્પનિક છે પરંતુ આના પર ખુબ ચર્ચાઓ થઇ રહી છે. ભારત અને પાકિસ્તાન જ નહીં પણ અલગ અલગ દેશોમાં તેની ચર્ચા કરવામાં આવી રહી છે. જો મળતી માહિતી પ્રમાણે વાત કરીએ તો નુમાઇશને અબ્દુલ્લા હેરિસે ડિરેક્ટ કર્યુ છે. નુમાઇશમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે બાળ વિવાહ થયા બાદ છોકરી પતિનું વજન અને દહેજનો સામાન પોતાના હાથથી ખેંચે છે અને દુખ સહન કરે છે.

આ બધી જ તસવીરો અને વીડિયો પણ વાયરલ થઈ રહ્યા છે. અલી ઝીશાન સ્ટુડીયોએ નુમાઇશના વીડિયો સાથે કેપ્શન લખ્યું છે કે દહેજની સમસ્યાને કારણે પરિવારવાળા છોકરીને ભણાવવાની જગ્યાએ દહેજના પૈસા જમા કરે છે. જ્યારે છોકરીની શિક્ષા કરતા દહેજ વધારે જરૂરી ચીજ છે. હવે સમય આવી ગયો છે કે આ પરંપરાને ખત્મ કરી દેવામાં આવે.

યુએન વુમન તરફથી દહેજ વિરુદ્ધ દહેજખોરી બંધ કરો કેમ્પેન ચલાવવામાં આવી રહ્યું છે અને નુમાઇશ આ જ કેમ્પેનનો જ એક ભાગ છે. ત્યારે હવે ભારતમાં પણ આ વાત ભારે ચર્ચામાં આવી છે અને લોકો આ મુદ્દા પર આત્મસન્માનને ડંખાતી અનુભવી રહ્યા છે.

જો દહેજ વિશે વાત કરીએ તો 1965ની સાલમાં હિન્દુ વારસા ધારો અમલમાં આવ્યો તે પહેલાં સદીઓથી પુત્રીઓને વારસાઈ મિલકતમાં કોઈ હક નહોતો એટલે પુત્રીને લગ્ન થાય ત્યારે માબાપ યથાશક્તિ ભેટસોગાદ આપતાં. આ સ્વેચ્છાપૂર્વક અપાતી ભેટસોગાદ કે કરિયાવર પુત્રીનાં સાસરિયાં ધીરેધીરે પુત્રીનાં મા-બાપ પાસે હકથી માગવાં માંડયાં અને જો તે પ્રમાણે ન મળે તો પુત્રીને ત્રાસ આપવા લાગ્યાં.

આમ આ પ્રથા ધીરેધીરે અર્વાચીન યુગમાં એક ગંભીર દૂષણ બની ગઈ. 1961માં દહેજ આપવાની કે લેવાની સામાજિક પ્રથા પર પ્રતિબંધ મૂકતો દહેજ પ્રતિબંધક અધિનિયમ ઘડવામાં આવેલો. પછી સમાજની પરિસ્થિતિ અનુસાર ફેરફારો કરવાનું જરૂરી લાગતાં ૧૯૮૪માં તેને સુધારવામાં આવ્યો અને કાયદા નીચે દહેજની માંગણી કરનાર, તે આપનાર અને લેનારને ગુનેગાર ઠરાવી શિક્ષાની જોગવાઈ કરવામાં આવી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version