પ્રાઈવેટ કે સરકારી દરેક નોકરી કરનારને મળશે મોદી સરકારની ભેટ, જાણો તમે પણ

મોદી સરકારની મોટી તૈયારી, જોબ પ્રાઈવેટ હોય કે પછી સરકારી જોબ,તમામ નોકરી કરનારને મળશે આ ભેટ.

કેન્દ્ર સરકાર તા. 1 ઓક્ટોબર, ૨૦૨૧થી દેશમાં લેબર કોડના નિયમોને લાગુ કરવાની તૈયારીમાં છે. આ કાનુનના લાગુ કરવામાં આવતા જ કર્મચારીઓના ટેક હોમ સેલેરી અને PF સ્ટ્રક્ચરમાં ફેરફાર થઈ જશે. આ ફેરફારથી કર્મચારીઓની ટેક હોમ સેલેરી ઘટી જશે, જયારે ભવિષ્ય નિધિ એટલે કે, PFમાં વધારે પૈસા જમા થવા લાગશે.

image source

ખરેખરમાં, કેન્દ્ર સરકાર ચાર શ્રમ કાયદાઓને જલ્દીથી જલ્દી લાગુ કરવા ઈચ્છે છે.

પહેલા તા. ૧ જુલાઈ, ૨૦૨૧થી જ લેબર કોડના નિયમોને લાગુ કરવાનો પ્લાન હતો. પરંતુ રાજ્યની સરકારો તૈયાર હતી નહી. આ ચાર સંહિતાઓની હેઠળ કેન્દ્ર અને રાજ્યો બંનેના આ નિયમોને અધિસૂચિત કરવાના રહેશે, ત્યારે સંબંધિત રાજ્યોમાં આ કાનુન અસ્તિત્વમાં આવશે. શ્રમ કાનુનોના લાગુ થયા બાદ સેલેરી સ્ટ્રક્ચરમાં કેટલાક ફેરફાર થવાના છે.

image source

નવા કાનુનથી કર્મચારીઓના મૂળ વેતન (બેસિક) અને ભવિષ્ય નિધિની ગણના તરીકે ઉલ્લેખનીય ફેરફાર કરવામાં આવશે. શ્રમ મંત્રાલય ઔદ્યોગિક સંબંધ, વેતન, સામાજિક સુરક્ષા, વ્યવસાયિક અને સ્વાસ્થ્ય સુરક્ષા અને કાર્ય સ્થિતિને લઈને નવા નિયમો લાગુ કરવાની તૈયારીમાં છે. ચાર શ્રમ સંહિતાઓની હેઠળ ૪૪ કેંદ્રીય શ્રમ કાનૂનોને સુસંગત કરવામાં આવી શકશે.

આ ફેરફાર થયા બાદ કર્મચારીઓની બેસિક સેલેરી ૧૫ હજાર રૂપિયાથી વધીને ૨૧ હજાર રૂપિયા થઈ શકે છે. લેબર યુનિયન તરફથી એવી માંગ કરવામાં આવી રહી છે કે, કર્મચારીઓની ન્યુનત્તમ બેસિક સેલેરીને ૧૫ હજાર રૂપિયાથી વધારીને ૨૧ હજાર રૂપિયા કરવામાં આવવા જોઈએ. જો આમ થાય છે તો આપનું વેતન વધી જશે.

image source

નવી વેતન સંહિતા હેઠળ ભથ્થાને ૫૦% પર મર્યાદિત રાખવામાં આવશે. એનો અર્થ એવો થાય છે કે, કર્મચારીઓનું કુલ વેતનના ૫૦% મૂળ વેતન હશે. ભવિષ્ય નિધિની ગણતરી મૂળ વેતનની ટકાવારીના આધારે કરવામાં આવે છે, એમાં મૂળ વેતન અને મોંઘવારી ભથ્થા સામેલ રહે છે.

હજી નિયોક્તા વેતનને કેટલાક પ્રકારના ભથ્થાઓમાં વેહેંચી આપે છે. એનાથી મૂળ વેતન ઓછું રહે છે, જેનાથી ભવિષ્ય નિધિ અને આવકવેરામાં યોગદાન પણ નીચું રહે છે. નવી વેતન સંહિતામાં ભવિષ્ય નિધિ યોગદાન કુલ વેતનના ૫૦% મુજબ નક્કી કરવામાં આવશે.

image source

શું છે ફાયદા નવા ફેરફાર થયા બાદ બેસિક સેલેરી ૫૦% કે તેના કરતા પણ વધારે થઈ શકે છે. ત્યાં જ PF બેસિક સેલેરીના આધારેજ ગણતરી કરવામાં આવે છે, તો એમાં હવે કંપની અને કર્મચારી બંનેનું યોગદાન વધી જશે. ગ્રૈચ્યુટી અને PFમાં યોગદાન વધવાથી રીટાયરમેંટ પછી મળનાર ધનરાશિમાં વધારો થશે.

PFમાં કર્મચારીઓનું યોગદાન વધી જવાથી કંપનીઓ પર નાણાકીય બોજ વધશે. આની સાથે જ બેસિક સેલેરી વધવાથી ગ્રૈચ્યુટીની રકમ પણ હવે પહેલા કરતા વધારે થશે, આની પહેલાની તુલનાએ દોઢ ગણા સુધી વધારે થઈ શકે છે. આ વસ્તુઓથી પ્રાઈવેટ કંપનીઓની બેલેન્સ શિટ પણ પ્રભાવિત થશે.